ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આગામી 23મી એપ્રિલના રોજ યોજાનાર છે. જિલ્લાના ચૂંટણી અધિકારી ચેતન ગાંધીએ કહ્યું હતું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા મતદારોના ફોર્મ સ્વીકારવાનું ચાલુ જ છે. જે આગામી 22મી માર્ચ સુધી ફોર્મ સ્વીકારાશે. 22મી માર્ચ સુધી ભરાયેલા ફોર્મની ચકાસણી કરાશે. જેની વિગતોથી લઇ પુરાવા માન્ય રહેશે.

તે વ્યક્તિનું નામ મતદાર યાદીમાં સામેલ થશે. છેલ્લી પુરવણીમાં નામ દાખલ કરી જાહેર કરાશે. જેથી વર્તમાન ચૂંટણીમાં મત આપી શકે. હાલ ચૂંટણીપંચની કોઇ સૂચના આવી નહીં હોવાથી રવિવારે ખાસ કાર્યક્રમ યોજાશે નહીં.

0
0
0
s2sdefault