પીએમ મોદીએ 4 માર્ચે સાંજના પાંચ વાગ્યે અમદાવાદ મેટ્રો રેલનાં ફેઝ-1નું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન મોદીએ વસ્ત્રાલ ગામ સ્ટેશને મેટ્રોને લીલી ઝંડી બતાવીને ટ્રેનમાં સફર પણ કરી હતી. ત્યારબાદ 6 માર્ચથી જાહેર જનતા માટે 10 દિવસ ફ્રી મેટ્રો મુસાફરી શરૂ થઈ હતી. પરંતુ 7 માર્ચે જ બપોરના 2.55 વાગ્યે એસી બંધ થઈ જતાં મેટ્રો રોકવી પડી હતી.

આ દરમિયાન લોકોને ગુંગળામણ થવા લાગી હતી. આજે ફરીવાર ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન રોકવાની ફરજ પડી હતી. ત્યાર બાદ એક્સપર્ટ દ્વારા ખામી દૂર કરાઈ હતી. આમ મેટ્રો શરૂ થયાના 10 દિવસમાં બેવાર મેટ્રોમાં ખામી સર્જાઈ હતી.

0
0
0
s2sdefault