આગામી ગુજરાત લોકસભા ચૂંટણી 2019ના સંદર્ભે કોઇપણ વ્યક્તિને ચૂંટણી આચારસંહિતાનો ભંગ થાય તેવા સંદેશા, મેસેજ કે સોશિયલ મીડિયાના માધ્યમથી મળે તો ભારતીય દંડ સંહિતા તથા લોકપ્રતિનિધિ ઘારો 1951 તથા ચૂંટણી આચાર સંહિતા નિયમ 1961 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ શહેરના નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જે કોઇ વ્યક્તિને આવા સંદેશા મળે અને તે આ અંગે ફરિયાદ કે રજુઆત કરવા માંગતા હોય તેમણે આવા સંદેશાની વિગત અને સંદેશા મોકલનારની વિગત એસએમએસ તથા સોશિયલ મિડીયા મોનીટરિંગ નોડલ ઓફિસર, ડો. રાજદીપ ઝાલા, નાયબ પોલીસ કમિશનર, સાયબર ક્રાઇમ, અમદાવાદ શહેર મોબાઇલ નંબર 9978407271 ઉપર મોકલી જાણ કરવી.

0
0
0
s2sdefault