ટેક્સ કન્સલ્ટન્ટ ચંદ્રકાંત ત્રિભોવનદાસ ઠક્કર રૂપિયા 60 હજારની લાંચ લેતા ઝડપાયો છે. બિઝનેસમેન એવા ફરિયાદીનો વર્ષ 2014નો રૂપિયા 2,35,121નો વેટ ભરવાનો બાકી હતો. જેથી આરોપીએ ફરિયાદીને આ રકમ ભરવા માટે જણાવતા તેણે ભરી દીધી હતી.

આરોપીએ ચંદ્રકાંત ઠક્કરે આ રકમ પર જીએસટી અધિકારી રૂ.2,૦૦,૦૦૦ જેટલી પેનલ્ટી અને વ્યાજ થશે તેમ કહે છે. પરંતુ ટેક્સ ન ભરવો હોય તો તે રકમના ૩૦ ટકા લેખે પ્રથમ રૂ.7૦,૦૦૦ અને ત્યારબાદ રકઝકના અંતે રૂ. 6૦,૦૦૦ની વ્યવહાર પેટે માંગણી કરી હતી.

જો કે ફરિયાદી આ લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ છટકું ગોઠવી આરોપીને 60 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો હતો. પીઆઈ આર.એન.પટેલે આરોપીને તેની એલિસબ્રિજ ખાતેની ઓફિસમાં લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો હતો

0
0
0
s2sdefault