શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી સત્યમેવ હોસ્પિટલનું બિલ નહીંં ચૂકવવાના કારણે દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં થયેલા વિલંબથી સમયસર સારવાર નહીં મળતાં તેનું મોત થયું હોવાનો આક્ષેપ પરિવારજનોએ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. અત્યંત ગંભીર સ્થિતિમાં દર્દીને તાત્કા‌િલક અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાનો હતો, જોકે હોસ્પિટલનું બિલ બાકી હોવાના કારણે સત્યમેવ હોસ્પિટલના સંચાલકોએ ડિસ્ચાર્જ નહીંં આપતાં એક કલાક સુધી રકઝક ચાલી હતી.

ચાંદખેડા વિસ્તારમાં આવેલ ધૃવદર્શન ટેનામેન્ટમાં રહેતાં જિજ્ઞાસાબહેન પરમારે ચાંદખેડા પોલીસ સ્ટેશન સત્યમેવ હોસ્પિટલની ગંભીર બેદરકારીના કારણે ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે જિજ્ઞાસાબહેનના ર૭ વર્ષીય ભાઇ જૈ‌મિન પરમારનું ગઇ કાલે સત્યમેવ હોસ્પિટલમાં મોત થયું છે. જૈ‌મિન પરમારના પિતા મંગળભાઇ એસબીઆઇમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે અને તે પોતે છેલ્લા ઘણા સમયથી બીમાર હોવાથી ઘરે હતો. જૈ‌િમનને ડાયા‌િબટીસ હોવાથી તેને રોજ ઇન્સ્યુ‌િલન લેવું પડતાં હતાં, જેના કારણે મંગળભાઇએ તેને નોકરી પર જવાની ના પાડી દીધી હતી. મંગળભાઇએ જૈ‌મિનને નોકરી પર જવાની ના પાડતાં તે છેલ્લા ૮ મહિનાથી ઘરે હતો.

ગઇ કાલે મંગળભાઇની બહેનનો દીકરો પૂનમભાઇ પરમાર જૈ‌મિનને મળવા માટે ઘરે ગયો હતો. બન્ને જણા બેઠા હતા ત્યારે જૈ‌મિનની ત‌િબયત અચાનક ખરાબ થઇ હતી. જૈ‌મિનની ત‌િબયત ખરાબ થતાં તેને તાત્કા‌િલક ચાંદખેડા વિસ્તારમાં આવેલી રિધમ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

રિધમ હોસ્પિટલના કર્મચારીઓએ જૈ‌મિનની સારવાર શરૂ કરી હતી અને ડોક્ટર યશપાલ પટેલને ફોન કર્યો હતો. હોસ્પિટલમાં આઇસીયુની સુવિધા ન હોવાથી યશપાલ પટેલે તેમને સત્યમેવ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા કહ્યું હતું. પૂનમભાઇ અને તેમના સંબંધીઓ જૈ‌મિનને રિક્ષામાં બેસાડીને સત્યમેવ હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં તેની સારવાર શરૂ કરી હતી. ડો.યશપાલ પટેલ પણ સત્યમેવ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને જૈ‌મિનની સારવાર શરૂ કરી હતી.

જૈ‌મિનની ત‌િબયત વધુ ખરાબ હોવાથી તેને કોઇ મોટી હોસ્પિટલ કે પછી સિવિલ હોસ્પિટલમાં લઇ જવા માટેની સૂચના યશપાલ પટેલે આપી હતી. ડોકટરની સૂચનાથી જૈ‌મિનને અન્ય હોસ્પિટલમાં લઇ જવા માટે પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી. જૈ‌મિનને અન્ય હોસ્પિટલમાં લઇ જાય તે પહેલાં સત્યમેવ હોસ્પિટલના કર્મચારીઓએ પરિવારજનોના હાથમાં બિલ પકડાવી દીધું હતું. દરમિયાનમાં ૧૦૮ હોસ્પિટલ નીચે આવી ગઇ હતી.

પરિવારજનો પાસે તાત્કા‌િલક રૂપિયા ન હોવાથી તેમણે ચેક આપવાનું કહ્યું હતું અથવા તો બીજા દિવસે રૂપિયા જમા કરાવી દઇશું તેવી વાત કરી હતી. હોસ્પિટલ સ્ટાફે પરિવારજનોનું એક નહીં માનતાં જૈ‌મિનને ડિસ્ચાર્જ કર્યો ન હતો. હોસ્પિટલના સંચાલક ડો.જયેશ સાંડેસરાને પણ જૈ‌મિનનાં પરિવારજનોએ ફોન કરીને આજીજી કરી હતી, જોકે તેમણે પણ પહેલાં બિલ જમા કરાવી દેવાની વાત કરી હતી.

0
0
0
s2sdefault