માઈક્રોસોફટને પાછળ પાડીને એમેઝોન પ્રથમ વાર વિશ્વની સૌથી વધુ વેલ્યુએશનવાળી કંપની બની છે. સોમવારે અમેરિકાનું શેરબજાર બંધ થવા પર અમેઝોનની માર્કેટ કેપ 56 લાખ કરોડ રૂપિયા(796.8 અબજ ડોલર) રહી છે. જયારે માઈક્રોસોફટનું વેલ્યુએશન 54.81 લાખ કરોડ રૂપિયા (783.4 અબજ ડોલર) રહ્યું છે. ત્રીજા નંબર પર આલ્ફાબેટ અને ચોથા નંબર પર એપ્પલ છે
ગત સપ્ટેમ્બરમાં એમેઝોનની માર્કેટ કેપ 70 લાખ કરોડ રૂપિયા(1 ટ્રિલિયન ડોલર) સુધી પહોંચી ગઈ હતી. જોકે શેરમાં ઘટાડાને કારણે તે નીચે આવી ગઈ છે. અમેઝોન માટે નવા વર્ષની શરૂઆત સારી રહી છે. તેના શેર સોમવારે 3.4 ટકા વધારાની સાથે બંધ થયો હતો. ગત સપ્તાહે શેરમાં 8.5 ટકા તેજી આવી હતી.
અમેઝોનના ફાઉન્ડર અને સીઈઓ લાંબા સમયથી વિશ્વના અમીરોના લિસ્ટમાં ટોપ પર હતા. બ્લૂમબર્ગ બિલિનિયર ઈન્ડેકસમાં 9.45 લાખ કરોડ રૂપિયા (135 અબજ ડોલર) નેટવર્થની સાથે બેજોસ નંબર-1 છે. બિલેનિયર ઈન્ડેકસમાં 6.44 લાખ કરોડ રૂપિયા(92 અબજ ડોલર)ની નેટવર્થની સાથે બિલ ગેટસ બીજા નંબરે છે.
સતત 7 વર્ષથી વિશ્વની સૌથી વેલ્યુએબલ કંપની રહ્યાં બાદ એપલ ગત વર્ષે ડિસેમ્બરમાં માઈક્રોસોફટથી પાછળ પડી હતી. હાલ 49.07 લાખ કરોડ રૂપિયા(701.1 અબજ ડોલર)ની માર્કેટ કેપ સાથે એપલ ચોથા નંબર પર છે.
જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક દરમિયાન પરિણામ એનાલિસ્ટોના અનુમાન મુજબ ન રહેવા અને આઈફોનનું વેચાણ ઘટવાના કારણથી એપલને નુકશાન થયું છે. એપલે ગત બુધવારે ડિસેમ્બર ત્રિમાસિકના રેવન્યુ ગાઈડન્સમાં 5.5 ટકાનો ઘટાડો કર્યો હતો. આ કારણે શેરમાં ગુરૂવારે 10 ટકાનો ઘટાડો આવ્યો હતો.

 

0
0
0
s2sdefault

બેન્કોને અધધધ રૂપિયાનો ચૂનો લગાવીને ભાગી જનાર આરોપી વિજય માલ્યાને PMLA કોર્ટે ભાગેડુ જાહેર કરી દીધો છે. વિજય માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા ઈડીએ આ સ્પેશિયલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર કોર્ટે આજે સુનાવણી કરી છે. આમ PMLA કોર્ટના ચુકાદા પછી માલ્યા નવા કાયદા અર્તગત દેશનો પહેલો ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કોર્ટે આ ચુકાદાને 26 ડિસેમ્બરે 2018ના રોજ 5 જાન્યુ. 2019 સુધી સુરક્ષીત રાખ્યો હતો. માલ્યાએ PMLA કોર્ટમાં દલીલ કરી હતી કે તે ભાગેડુ ગુનેગાર નથી અને ન મનિલોન્ડરિંગ કેસમાં સામેલ છે. આ પહેલાં વિજય માલ્યાએ ડિસેમ્બર મહિનામાં તેને ભાગેડુ અને આર્થિક ગુનેગાર જાહેર કરવાની ઈડી દ્વારા જે અરજી કરવામાં આવી હતી તેના ઉપર પણ રોક લગાવવા આગ્રહ કર્યો હતો પરંતુ કોર્ટે માલ્યાની આ અરજી ફગાવી દીધી હતી. હવે નિયમ પ્રમાણે સરકાર વિજય માલ્યાની સંપત્તિ પણ જપ્ત કરી શકશે.

ઉલ્લેખનીય છે કે ઈડીએ ગયા વર્ષે જુલાઈમાં પીએમએલએ કોર્ટમાં અરજી કરી હતી કે માલ્યાને નવા કાયદા અંર્તગત ભાગેડુ અને આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવે. તે સાથે જ માલ્યાની 12500 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરવાની મંજૂરી માંગી હતી. માલ્યાએ ઈડીની અરજી પર સુનાવણી ન કરવાની અરજી કરી હતી. પરંતુ કોર્ટે 30 ઓક્ટોબરે માલ્યાની અરજી નકારી કાઢી હતી. ઈડીની અરજી વિરુદ્ધ માલ્યાએ બોમ્બે હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી પરંતુ ત્યાં પણ માલ્યાની અરજી નકારી દેવામાં આવી હતી.

પ્રત્યર્પણ પર નિર્ણય આવવાના 5 દિવસ પહેલાં માલ્યાએ ટ્વિટ કરીને ભારતીય બેન્ક અને સરકારને અપીલ કરી હતી કે તેઓ 100 ટકા ધિરાણ ચૂકવવા તૈયાર છે. તેનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવે. માલ્યાએ કહ્યું હતું કે, નેતા અને મીડિયા મારા ડિફોલ્ટર થવાની અને સરકારી બેન્કમાંથી લોન લઈને ભાગી જવાની વાતો જોર-શોરથી કરી રહ્યા છે. આ ખોટી વાત છે. મારી સાથે જ આવું વર્તન કરવામાં કેમ આવે છે? 2016માં જ્યારે મેં કર્ણાટક હાઈકોર્ટમાં સેટલમેન્ટની વાત કરી હતી ત્યારે તે વાતનો પ્રચાર કરવામાં કેમ ન આવ્યો.

લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ 10 ડિસેમ્બરે ચુકાદો આપી ચૂકી છે કે માલ્યાને ભારત પ્રત્યર્પિત કરી દેવામાં આવે. કોર્ટે આ કેસ બ્રિટિશ સરકારને મોકલી દીધો છે. ત્યાંની સરકાર કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ થાય તો તેઓ માલ્યાના પ્રત્યર્પણનો આદેશ જાહેર કરશે. આવું થશે તો માલ્યા પાસે 14 દિવસમાં હાઈકોર્ટમાં અરજી કરવાનો અધિકાર રહેશે.

 

0
0
0
s2sdefault

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત થઈ રહેલ ઘટાડાએ નાગરિકોને રાહત આપી છે. અમદાવાદમાં પાંચમી જાન્યુઆરીએ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 65 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 19 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમત લાગુ થયા બાદ અહીં પેટ્રોલ 65.83 રૂપિયા પ્રતિ લીટર દીઠ જ્યારે ડીઝલ 65.05 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

માત્ર અમદાવાદમાં જ નહિ બલકે ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મહદઅંશે રાહતના સમાચાર મળ્યા છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં 18 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે.નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રલો 68.29 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 62.26 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે.

મુંબઈકરોને આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ રાહત આપી છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 20 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમત લાગુ થયા બાદ મુંબઈમાં આજે પેટ્રોલ 73.95 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 65.14 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

 

0
0
0
s2sdefault

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત થઈ રહેલ ઘટાડાએ નાગરિકોને રાહત આપી છે. અમદાવાદમાં પાંચમી જાન્યુઆરીએ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 65 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 19 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમત લાગુ થયા બાદ અહીં પેટ્રોલ 65.83 રૂપિયા પ્રતિ લીટર દીઠ જ્યારે ડીઝલ 65.05 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

માત્ર અમદાવાદમાં જ નહિ બલકે ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મહદઅંશે રાહતના સમાચાર મળ્યા છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં 18 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે.નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રલો 68.29 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 62.26 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે.

મુંબઈકરોને આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ રાહત આપી છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 20 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમત લાગુ થયા બાદ મુંબઈમાં આજે પેટ્રોલ 73.95 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 65.14 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

 

0
0
0
s2sdefault

કેન્દ્ર સરકારના નાગરિકત્વ સહિતના મામલે મહત્ત્વપૂર્ણ ગણાતા આધારકાર્ડમાં સુધારા-વધારાના ચાર્જમાં આગામી દિવસોમાં વધારો થાય તેવી શક્યતા છે. જોકે હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા કલેકટર સંચાલિત સેન્ટરમાં નવા આધારકાર્ડની નોંધણી મફતમાં કરાતી હોઇ તેમાં કોઇ ફેરફાર થવાનો નથી એટલે નાગરિકો મફતમાં જ આધારકાર્ડની નોંધણી કરાવી શકશે.

શહેરમાં અત્યારે આધારકાર્ડની નોંધણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ૦ સેન્ટર કાર્યરત છે. તંત્ર દ્વારા ચાર એજન્સીને આધારકાર્ડની નોંધણીની કામગીરી સોંપાઇ છે. આ એજન્સી દ્વારા મેનપાવર પૂરો પડાય છે, જોકે તમામ સેન્ટરમાં તંત્રનો એક ચકાસણીદાર પણ અરજદારની અરજી ચકાસવા તેમજ સેન્ટર પરની વ્યવસ્થા જાળવી રાખવા માટે ફરજ બજાવે છે.

આ તમામ સેન્ટર પર નવા આધારકાર્ડની નોંધણી માટે કોઇ ફી લેવાતી નથી, પરંતુ આધારકાર્ડમાં નામ, અટક, સરનામું, વૈવાહિક સ્થિતિ વગેરે બાબતોના સુધારા-વધારા માટે અત્યારે અરજદારને રૂ.રપ વત્તા જીએસટી મળીને આશરે રૂ.ર૯.પ૦ ચૂકવવા પડે છે, પરંતુ આગામી દિવસોમાં આ માટે રૂ.પ૦ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

0
0
0
s2sdefault

કેન્દ્રીય કેબિનેટે વિજયા બેંક, દેના બેંક અને બેંક ઑફ બરોડાના મર્જરને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ હવે પેપરવર્ક થશે, જે બાદ ત્રણ બેંકોનું મર્જર કરી દેવામાં આવશે. એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બાદ આ દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની જશે. અગાઉ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં 6 બેંકોના મર્જરને મંજૂરી આપી દીધી હતી. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2018માં વિજયા બેંક અને દેના બેંકનું બેંક ઑફ બરોડા સાથે મર્જરની ઘોષણા કરી હતી. જાણકારી મુજબ મોદી સરકાર બેંક ઑફ બરોડા, આઈડીબીઆઈ, ઓરિયેન્ટલ બેંક ઑફ કોમર્સ અને સેન્ટ્રલ બેંકના મર્જર પર વિચાર કરી રહી હતી, પરંતુ આજે ત્રણ બેંકોના મર્જર પર અંતિમ સહમતિ બની ગઈ છે.

કેબિનેટની મંજૂરી મળતાની સાથે જ બેંક ઑફ બરોડાએ બુધવારે વિજયા બેંક અને દેના બેંકનું ખુદની સાથે મર્જર માટે શેર્સની અદલા-બદલી ગુણોત્તરને અંતિમ રૂપ આપી દીધું છે. જે મુજબ વિજયા બેંકના શેરધારકોના પ્રત્યેક 1000 શેરને બદલે બેંક ઑફ બરોડાના 402 ઈક્વિટી શેર મળશે. જ્યારે દેના બેકના શેરધારકોને પ્રતિ 1000 શેરના બદલામાં બેંક ઑફ બરોડાના 110 શેર મળશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્ર સરકરે એસબીઆઈની પાંચ સહાયક બેંક અને ભારતીય મહિલા બેંકને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં મર્જર કરી ચૂકી છે. સરકાર સરકારી બેંકોને સતત વધતા એનપીએને ઘટાડવા માટે સરકાર બેંકોના એકીકરણની કોશિશમાં લાગી છે. હાલના સમયમાં દેશની બેંકિંગ વ્યવસ્થાનો કુલ એનપીએ 10 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ચૂક્યો છે, જેને ઓછો કરવાની કેન્દ્ર સરકાર કોશિશ કરી રહી છે.

 

0
0
0
s2sdefault

સરકારી બેન્ક દેના બેન્કે (Dena Bank) MCLRવધારી દીધો છે. બેંન્કના આ નિર્ણયથી હોમ, ઓટો અને પર્સનલ લોનની ઈએમઆઈમાં વધારો થશે. દેના બેંકે MCLRના દરોમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. આપને જણાવી દઈએ કે MCLR એ દર છે જેના પર કોઈ બેન્ક પાસેથી મળનાર વ્યાજના દર નક્કી થાય છે. આનાથી ઓછા દર દેશની કોઈ બેન્ક લોન નથી આઅપતી. સામાન્ય ભાષામાં આ આધાર દર હોય છે.

Marginal Cost of funds based Lending rate. આમાં બેન્ક પોતાના ફન્ડના દરને લોનના દર નક્કી કરે છે. જે બેન્ચમાર્ક દર હોય છે. તેના વધવાથી તમારી બેન્કમાં તમામ લોન મોંઘી થઈ જશે.

MCLR વધવાથી સામાન્ય માણસને સૌથી વધુ નુકશાન થાય છે. તેની હાલ લીધેલ લોન મોંઘી થાય છે. પહેલાની સરખામણીએ વધારે વ્યાજ ચુકવવુ પડે છે. MCLR ઘટેતો વ્યાજ દરમા ઘટાડો થાય છે.

0
0
0
s2sdefault
Tags: business,   GSt  

નવા વર્ષ પર ભેટ રૂપે મોદી સરકારે 23 ગુડ્ઝ અને સર્વિસ પર જીએસટીના દરો ઘટાડી દીધા છે. આ યાદીમાં મૂવી ટિકિટ, ટીવી અને મોનિટર સ્ક્રીન શામેલ છે. જીએસટી પરિષદે 22 ડિસેમ્બરે આ વસ્તુઓ પરથી જીએસટીનો દર ઘટાડવાનો નિર્ણય લીધો છે.

જે વસ્તુઓના ભાવ નવા વર્ષમાં ઘટવાના છે તેમાં મૂવી ટિકિટ, ટીવી, મોનિટર સ્ક્રીન, ફ્રોઝન અને સંરક્ષિત શાકભાજી સહિત પાવર બેંક શામેલ છે. પરિષદે 28 ટકા સ્લેબને યુક્તિસંગત બનાવી અને હાઈએસ્ટ સ્લેબને લક્ઝરી સુધી સીમિત કરી દીધી. આમાં ડીમેરિટ, સિંસ ગુડ્ઝ, સિમેન્ટ, લાર્જ સ્ક્રીન ટીવી, એર કન્ડીશન અને ડિશવૉશર છે. જીએસટી પુલી, ટ્રાન્સમિશન શોફ્ટ, ક્રેક, ગીયર બોક્સ, ઉપયોગ કરાયેલ ટાયર, લીથિયમ આયન બેટરીની પાવર બેંક, ડિજિટલ કેમેરા, વીડિયો કેમેરા જેવી વસ્તુઓ પરથી 28 ટકાના જીએસટીને ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યુ છે.

જીએસટી પરિષદે દિવ્યાંગોના ઉપયોગમાં આવતા કેરેજ અને તેના પાર્ટ્સ પર જીએસટી ઘટાડીને 5 ટકા કરી દીધુ છે. આ ઉપરાંત સામાન ઉપાડનારા વાહનોના થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ પ્રીમિયમને 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરી દેવામાં આવ્યુ છે.

 

0
0
0
s2sdefault

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે. જ્યાં પેટ્રોલની કિંમત આજે 20 પૈસા ઘટી છે તો ડીઝલની કિંમતમાં પણ 24 પૈસાનો ઘટાડો થયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 66.34 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે જ્યારે ડીઝલ 65.67 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

માત્ર અમદાવાદ જ નહિ બલકે ચારેય મહાનગરોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત જોવા મળી છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 20 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 23 પૈસાની રાહત મળઈ છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 68.84 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 62.86 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

 

0
0
0
s2sdefault
Tags: business,   RBI  

હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કમાન સંભાળનાર ગર્વનર શક્તિકાંત દાસના કાર્યકાળમાં કરન્સીને લઇને મોટો નિર્ણય લેવાઈ શકે છે. રિઝર્વ બેંક ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ લોંચ કરવાની તૈયારીમાં છે. જેમાં નવી નોટમાં અત્યારની નોટથી અલગ ફીચર હશે. એટલે કે નવા વર્ષમાં તમારા હાથમાં 20 રૂપિયાની નવી નોટ હશે.  કેન્દ્રીય બેંકના એક ડોક્યુમેંટમાં આ જાણકારી આપવામાં આવી છે. નવી નોટ જાહેર થતાં જૂની નોટ પણ ચલણમાં રહેશે.

તમને જણાવી દઇએ કે 10, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટને પહેલાં જ નવા રંગ રૂપમાં રજૂ કરવામાં આવી છે. નવેમ્બર 2016થી નવા લુકમાં નોટ મહાત્મા ગાંધી (ન્યૂ)સીરીઝ હેઠળ જાહેર કરવામાં આવે છે. આ નોટ પહેલાં જાહેર કરેલી નોટોની તુલનામાં અલગ આકાર અને ડિઝાઇનની છે. આરબીઆઇના ડેટા અનુસાર 31 માર્ચ 2016 સુધી 20 રૂપિયાની નોટોની સંખ્યા 4.92 અરબ હતી. જે માર્ચ 2018 સુધી 10 અરબ થઇ ગઇ. આ ચલણમાં હાલ કુલ નોટોની સંખ્યા 9.8 ટકા છે.

ઉલ્લેખનીય છે કે શક્તિકાંત દાસે તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર તરીકેનું પદ સંભાળ્યું છે. આ પહેલાં ઉર્જિત પટેલ ગવર્નર હતા અને તેમનો કાર્યકાળ પુરો થતાં પહેલાં જ રિઝર્વ બેંકના 24મા ગર્વનર પદેથી રાજીનામું આપીને બધાને આશ્વર્યચકિત કરી દીધા હતા. જોકે તેમણે તેની પાછળ વ્યક્તિગત કારણોનો હવાલો આપ્યો છે.

 

0
0
0
s2sdefault

સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 95મી જન્મ જ્યંતીની સ્મૃતિમાં 100 રૂપિયાના સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા. વડાપ્રધાન મોદીએ સિક્કાઓ દેશવાસીઓસમમક્ષ મૂકતા અટલજીને યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં લાંબા સમય સુધી અટલજીના સાથી રહેલા અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન, ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે નાણામંત્રી અરૂણ જેટલી અને સાંસ્કૃતિક મંત્રી મહેશ શર્મા હાજર રહ્યા. મહત્વનું છે કે ગયા વર્ષે નાણામંત્રાલયે સો રૂપિયાના સિક્કા માટે સૂચના બહાર પાડી હતી.

સિક્કાનું વજન 35 ગ્રામ અને ત્રિજ્યા 2.2 સેમી છે. સિક્કાને બનાવામાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, પાંચ ટકા નિકલ અને 5 ટકા જસતનો ઉપયોગ થયો છે. સિક્કાની એકતરફ વચ્ચે અશોક સ્તંભ બનાવવામાં આવ્યો છે અને તેની નીચે સત્યમેવ જયતે લખેલું છે. જ્યારે બીજી તરફ પૂર્વ વડાપ્રધાન વાજપેયીની તસવીર છે. મહત્વનું છે કે વાજયેપીજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના થયો હતો અને આ વર્ષે જ 16 ઑગસ્ટે તેમનું નિધન થયું હતું.

 આ સિક્કાઓ મુંબઈમાં ટંકશાળ પરથી પણ મળી શકશે અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાંથી પણ મળી રહેશે. આ સિક્કો સ્મૃતિ સિક્કો છે તેથી ચલણમાં નહિં આવે. પણ તેને પ્રિમિયમ ભાવે ખરીદીને સંઘરી શકાશે.

0
0
0
s2sdefault
Tags: business,   GSt  

નાણાં મંત્રી અરુણ જેટલીએ એવો ઈશારો કર્યો હતો કેભારત આવનારા સમયમાં એક જ દર વિશે જઈ શકે છે. એમનું કહેવું એમ હતું કે આવનારા સમયમાં GSTનો 28 ટકાનો સ્લેબ દૂર થઈ શકે છે. GSTને લાગૂ કર્યા 18 મહીના જેવો સમય વીતી ગયો છે  ત્યારે નાણાંપ્રધાન અરુણ જેટલીએ પોતાના બ્લોગ પર આ વિશે વાત કરી હતી. જેમાં તેમણે GST, GST દર, GST કલેકશન સહિતના મુદ્દાઓ આવરી લીધાં હતા.

અરુણ જેટલીએ કહ્યું હતું કે એ લાંબા ગાળાની નીતિ અનુસાર એક જ સ્ટાન્ડર્ડ રેટ લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેને પરિણામે 12 ટકાથી 18 ટકા વચ્ચેનો કોઈ એક જ દર લાગૂ કરવામાં આવી શકે છે. તેમણે વધુંમાં કહ્યું  હતું કે આવી સ્થિતિ ત્યારે જ લાગૂ થઈ શકે જ્યારે GST રેવન્યૂ ભંડોળમાં ખૂબ સારી રીતે વધારો થયો હોય. 28ટકાનો GSTનો દર દૂર કરી શકાયો હોત. આ ત્યારે આવ્યું જ્યારે GST કાઉન્સિલ પર GST દર પર પુનઃ વિચાર કરી રહી છે અને 23 વસ્તુઓ પરથી 28 ટકાનો સ્લેબ ઘટાડી રહી છે. હવે માત્ર 28 વસ્તુઓ જ ઉંચા સ્લેબ હેઠળ આવે છે.

જેટલી એ વાત તેમના બ્લોગમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે આજે તમાકુ ઉત્પાદન, ઓગાળેલો ગોળ, લક્ઝરી વાહનો, એરકન્ડિશન, વિશાળ ટીવી, ડીશ વોશર, વાયુ મિશ્રિત પાણી સહિતની કુલ 28 વસ્તુઓ હવે 28 ટકાના સ્લેબમાંથી 18 ટકા અને 12 ટકાના સ્લેબમાં સમાવવામાં આવ્યા છે. હવે સિમેન્ટ, ઓટો પાર્ટ્સ અને એવી વસ્તુઓ કે જે સામાન્ય વપરાશ માટે છે તેને જ 28 ટકાના સ્લેબ હેઠળ રાખવામાં આવી છે. હવે અમારી પ્રાથમિકતા સિમેન્ટને નીચલા સ્તરમાં લઈ જવાની છે. અન્ય બિલ્ડિંગ મટિરિયલને 28ટકાના સ્લેબમાંથી 18 ટકા અને 12 ટકાના સ્લેબમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે.

અરુણ જેટલીએ વધુંમાં કહ્યું હતું કે જેના વિશે વારેવારે વિવેચન થાય છે તે GST કલેકશનનો નિર્ધારિત ધ્યેય 1 લાખ  કરોડ મહીને નક્કી કરાયો હતો. ટેક્સ કલેકશનમાં વધારો થતાં કેટલાંક સેકટરોને ધ્યાને લઈને તેના GST દરમાં નોંધનિય રીતે ઘટાડો કરવામાં આવ્યો. જો આ ઘટાડાને નાણાંની દ્રષ્ટિએ મૂલવીએ તો વર્ષે 80,000 કરોડ જેટલો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં GST કલેકશનમાં સારો એવો સુધાર જોવા મળ્યો છે. હવે સરેરાશ માસિક ટેક્સ કલેક્શન પહેલાં વર્ષ માટે મહીને 89,700 કરોડ જેટલું હતું તેને બદલે 97,100 કરોડ મહીને જેટલું નોંધાયું છે.

 

0
0
0
s2sdefault

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ત્રણ દિવસની સ્થિરતા પછી શુક્રવારે ફરીથી કિંમતોમાં ઘટાડાનો સિલસિલો શરૂ થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પાછલા દિવસોમાં  કાચા તેલની કિંમતોમાં થયેલા ભારે ઘટાડા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ આગળ પણ ઘટી શકે છે.

જો કે વિદેશી વાયદા બજારમાં કાચા તેલની કિંમતોમાં હાલ તુરત રિકવરી આવી છે. શુક્રવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે.  દિલ્હીમાં  અને મુંબઈમાં 17 પૈસા, કોલકાતામાં 16 પૈસા અને ચેન્નાઈમાં 18 પૈસા પ્રતિલીટર ભાવ ઘટાડો થયો છે. તો ડીઝલના ભાવ દિલ્હી અને કોલકાતામાં 15 પૈસા, જ્યારે મુંબઈ અને ચેન્નાઈમાં 16 પૈસા પ્રતિ લીટર ઘટી ગયા છે.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલની કિંમતોમાં ક્રમશઃ 70.46 રૂપિયા, 72.55 રૂપિયા, 76.08 રૂપિયા અને 73.11 રૂપિયા પ્રતિ લીટર જોવા મળ્યા હતા. તેલ વિતરણ કંપનીઓએ ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ ઘટીને ક્રમશઃ 64.39 રૂપિયા, 66.15 રૂપિયા, 67.39 રૂપિયા અને 67.98 રૂપિયા પ્રતિ લીટર નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બઝારમાં આ અઠવાડિયે કાચા તેલની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. જેનાથી ભારતમાં ઉપભોક્તાઓને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગળ રાહત મળી શકે છે.

0
0
0
s2sdefaultનોટબંધીને લાગૂ કરાયા પછી બે વર્ષે એક મોટો મુદ્દો બનીને બહાર આવી રહ્યો છે. એકબાજુ ઘટતાં જતાં GDP વિશે નોટબંધી અને GSTને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. તો બીજીબાજુ બેંકોનું રિસ્ટ્રક્ચરાઈઝ કરવા પાછળ પણ આ કારણ હોવાનું તજજ્ઞોનું માનવું છે. હવે આ મુદ્દો પાર્લામેન્ટમાં પણ ઉઠાવાયો છે. જેમાં  સરકારને પૂછેલા સવાલોના જવાબમાં સરકાર દ્વારા સંસદમાં જણાવાયું છે કે નોટબંધીના વર્ષ 2016-17માં નોટોની પ્રિન્ટિંગનો ખર્ચ વધી 7,965 કરોડ રૂપિયા સુધી થઈ ગયો હતો. સરકારે એમ પણ સ્વીકાર્યું કે નોટબંધી બાદ એસબીઆઈના ત્રણ કર્મચારીઓએ અને લાઇનમાં ઊભેલા એક ગ્રાહકે જીવ ગુમાવ્યો હતો.

સરકારે આપેલા જવાબમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હવે લોકો પાસે પડી રહેલી જૂની ચલણી નોટોને પાછી લેવા માટે સરકાર કોઈ પગલું નહિં ભરે. જોકે, સરકાર જનતાની પાસે બચેલી 500 અને 1000 રૂપિયાની નોટ પરત લેવા પર વિચાર નથી કરી રહી.

રાજ્યસભામાં આપેલા લેખિત જવાબમાં નાણા મંત્રી અરુણ જેટલીએ  કહ્યું હતું કે નોટબંધીના વર્ષે પ્રિન્ટિંગનો ખર્ચ 7,965 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો, પરંતુ બીજા વર્ષ 2017-18માં તેમાં ભારે ઘટાડો આવ્યો અને 4,912 કરોડ રૂપિયા ખર્ચ થયો. આમ સરકારે બે વર્ષમાં નોટોના પ્રિન્ટિંગ પાછળ જ સરકારે કુલ 12,877 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યાં હતાં. જવાબમાં એમ પણ કહેવામાં આવ્યું કે નોટબંધીના પહેલા 2015-16માં નોટોની પ્રિન્ટિંગ પર 3,421 કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. ઉપરાંત નોટોને દેશભરમાં મોકલવા પર 2015-16, 2016-17 અને 2017-18માં ક્રમશ: 109 કરોડ, 147 કરોડ અને 115 કરોડ રૂપિયા ખર્ચ થયો. નાણા મંત્રીએ આ જવાબ નોટબંધીના કારણે આરબીઆઈ દ્વારા ઉઠાવવામાં આવેલા ખર્ચના સંબંધમાં પૂછેલા સવાલ પર આપ્યો.

જેટલીએ જણાવ્યું કે એસબીઆઈએ નોટબંધી દરમિયાન ત્રણ કર્મચારી અને એક ગ્રાહકનું મોત થયું હોવાનું પણ જણાવ્યું હતું. બેંકે મૃતકોના પરિવારોને વળતર પેટે 44.06 લાખ રૂપિયા આપ્યા. જેમાંથી ત્રણ લાખ રૂપિયા મૃતક ગ્રાહકના પરિવારને આપવામાં આવ્યા હોવાનું પણ આ જવાબમાં ઉલ્લેખ કરાયો છે.

 

0
0
0
s2sdefault
Tags: business,   RBI  


ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે બેંકના કેન્દ્રીય નિદેશક મંડળને વિશ્વાસ અપાવ્યો કે તે જલદી સમાધાન માટે સંચાલન અને કેપિટલ મેનેજમેન્ટ પર થયેલી ચર્ચાને લઇને સરકારની સાથે વિચાર-વિમર્શ કરશે. સુત્રોએ કહ્યું કે બેઠકની અધ્યક્ષતા કરી રહેલા દાસે આરબીઆઇમાં શીર્ષ સ્તર પર પરેશાનીનો મુદ્દા સહિત ચર્ચાના દરેક મુદ્દાઓને સાંભળ્યા. 

 

આ મામલાથી જોડાયેલા સુત્રોએ કહ્યું કે આશરે ચાર કલાક સુદી ચાલેલી નિદેશક મંડળની બેઠક શાંત અને સૌહાર્દપૂર્ણ રહી. જોકે, તેમને આ સ્પષ્ટ કર્યું નથી કે કાય મુખ્ય મુદ્દાઓનો ઉકેલ લાવવાનો છે. માનવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંકની પાસે ઉપલબ્ધ 9.6 લાખ કરોડ રૂપિયાની વધારે કેપિટલના હંસ્તાતરણને લઇને સરકારથી વિવાદ ચાલી રહ્યો છે. તે સિવાય ત્વરિત સુધારત્ક કાર્યવાહીની રૂપરેખા અંતર્ગત રાખવામાં આવેલા બેંકો પર કડક પ્રતિબંધ પર બન્ને પક્ષોમાં ગતિરોધ છે. 

 

આરબીઆઇએ 21 સરકારી બેંકોમાંથી 11 ને પીસીએ હેઠળ રાખ્યા છે. સુત્રો કહ્યું કે સંભાવના છે કે જાન્યુઆરી મધ્યમાં થનારી આગામી બેઠકમાં નિદેશક મંડળ સમક્ષ એક ઔપચારિક પ્રસ્તાવ લાવવામાં આવશે. તેમણે ક્હયું કે નિદેશક મંડળ આગામી બેઠકથી પહેલા કોઇ નિષ્કર્ષ પર પહોંચી શકે છે. 

0
0
0
s2sdefault


મુકેશ અને નીતા અંબાણીની પુત્રી ઇશાના લગ્નમાં દેશ-દુનિયાના મહેમાન સામેલ થયા છે. લગ્ન બાદ બન્ને લોકો ખૂબ ભાવૂક થયા. જ્યારે પુત્રી ઇશા અંબાણીનું કન્યાદાન કર્યું. આ દરમ્યાન અમિતાભ બચ્ચને કન્યાદાનના સમયે બોલવામાં આવતા મંત્રોનો અર્થ વાંચીને સંભળાવ્યો. 

ઇશા અને આનંદ પીરામલે સાત ફેરા લીધાબાદ મુકેશ અને નીતા અંબાણીથી આશીર્વાદ લીધા, લગ્નનો આખો વીડિયો રિલાયન્સ ગ્રુપ તરફથી જારી કરવામાં આવ્યો. વીડિયોમાં મહેમાન તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિંટન, રજનીકાંત સામેલ હતા. 
વીડિયોમાં અમિતાભ બચ્ચન નીતા અને મુકેશ અંબાણીના કન્યાદાન અંગે ગાઇડ કરી રહ્યા છે. આ સમય પર ઇશાના માતા-પિતા ખૂબ ભાવૂક થઇ ગયા. ઇશાની આંખોમાં પણ આંસૂ આવી ગયા. આ રૉયલ વેડિંગમાં તમામ સેલીબ્રીટી હાજર રહ્યા હતા. 

બોલીવુડની દિગ્ગજ હસ્તીઓ સામેલ હતી. લગ્નમાં આ લોકોએ અલગ-અલગ ડિઝાઇન્સના ચણિયાચોળી પહેર્યા હતા. નવવિવાહિત દીપિકા-રણવીર પણ આ લગ્નમાં પહોંચ્યા હતા. આલિયા ભટ્ટ બ્લૂ કલરના લાઇટ વેટેડ લહંગામાં કૂલ લાગી અને સેક્સી લાગી રહી હતી.

શિલ્પા શેટ્ટી હંમેશાની જેમ ગ્લેમરસ સાડી લુકમાં નજરે પડીય ફેશન આઇકોન સોન કપૂર તેના પિતા અનિલ કપૂરની સાથે લગ્નમાં પહોંચી હતી. તેનો લુક પણ ડિફરન્ટ હતો. પિંક લહંગા પર તેનું નામ નામ લખેલું હતું. જ્યારે કરિશ્માએ ક્રીમ શેડની સિલ્ક સાડી પહેરી હતી અને કરીનાએ ક્રીમ કલરના ચણિયા ચોળી પહેર્યા હતા. જેની સાથે નેટનો દુપટ્ટો ક્લાસી લુક આપી રહ્યો હતો. નવાબ સેફ અલી ખાન વ્હાઇટ કલકના આઉટફિટમાં નજરે પડ્યો.

0
0
0
s2sdefault


મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથે 12 ડિસેમ્બરના રોજ સાંજે લગ્ન છે. આનંદ પીરામલ બપોર પછી જાન લઈને એન્ટેલિયા કારમાં આવ્યો હતો. કાર બેઠેલા આનંદે કુશનથી પોતાનું મોં છુપાવી લીધું હતું. જાનૈયાએ વરરાજાની કાર આગળ ડાન્સ કરતાં કરતાં આવ્યા હતાં. કેમેરામાં પોતાનો લુક ક્લિક ના થાય તે માટે આનંદ પીરામલે પોતાનો ચહેરો કુશનથી છુપાવી દીધો હતો. આનંદ જ્યારે કારમાંથી બહાર આવ્યો ત્યારે કાળા ચશ્મા તથા સાફામાં સોહામણો લાગતો હતો.

જાન આવે તે પહેલાં મુકેશ અંબાણીએ મહેમાનોના સ્વાગતની પૂરી તૈયારી કરી હતી. મુકેશ અંબાણીના બંને દીકરાઓ અનંત તથા આકાશ ઘોડા પર બેસીને જાનનું સ્વાગત કરવાના છે.

જમાઈ તથા જાનૈયાઓના સ્વાગત માટે એન્ટેલિયામાં તડામાર તૈયારી કરવામાં આવી હતી. મુકેશ અંબાણીએ અંગત રીતે તમામ દેખરેખ પર ધ્યાન આપ્યું હતું. મુકેશ અંબાણી નાના ભાઈ અનિલ સાથે જાનના સ્વાગતમાં વ્યસ્ત જોવા મળ્યાં હતાં.|

મુકેશ અંબાણીના ઘરે બોલીવુડ સ્ટાર સહિતના લોકો પહોંચી ગયા છે. આમિર ખાન તેની પત્ની કિરણ રાવ, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા નંદા, સહિતના સ્ટાર્સ પહોંચી ગયા છે. તે સિવાય પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિંટન પણ પહોંચ્યા છે. તેમનું સ્વાગત અનિલ અંબાણીએ કર્યું.

જાન લઇને પહોંચેલા આનંદ પીરામલ દરેક લોકોને ગળે મળ્યા. આનંદ પીરામલે મીડિયા અને ફોટોગ્રાફર્સથી ચહેરો છુપાવવાની કોશિશ કરી હતી. બિલ્ડીંગની બહાર સુરક્ષા માટે મુંબઇ પોલીસ અને પર્સનલ સિક્યોરિટી ગાર્ડસ સિવાય ઇન્ટરનેશનલ એજન્સીની પણ મદદ લેવામાં આવી છે.

 

0
0
0
s2sdefault


શક્તિકાન્ત દાસની નિમણૂંક આરબીઆઈના નવા ગવર્નર તરીકે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સોમવારે ઉર્જિત પટેલ આરબીઆઈના ગવર્નર પદેથી રાજીનામુ આપ્યું હતું. નિયુક્તિ પહેલા મંગળવારે સાંજે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાંમંત્રી અરુણ જેટલીની વચ્ચે મુલાકાત થઇ, આ મુલાકાત બાદ શક્તિકાન્તદાસના નામ પર મોહર લાગી. હાલના સમયમાં દાસ  નાણાં આયોગના સદસ્ય છે. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર 2016એ ઘોષિત કરવામાં આવેલી નોટબંધી સમયે નાણાં સચિવ રહેલા દાસે નોટબંધીની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

ઉર્જિત પટેલે રાજીનામું આપવા પાછળ અંગત કારણ જણાવ્યું છે જોકે, જાણકારોનું માનવું છે કે એક મહીના પહેલા કેન્દ્રીય બેંક બોર્ડની બેઠકમાં આરબીઆઇ ગવર્નર અને કેન્દ્ર સરકાર વચ્ચે તાલમેળની વાત સામે આવી હતી.

આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે બન્ને કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક મળીને એક એક્ષપર્ટ સમિતિનું ગઠન કરશે. આ એક્ષપર્ટ સમિતીને બન્ને કેન્દ્ર સરકાર અને આરબીઆઇની વચ્ચે ટકરાવની સ્થિતિને સમજવી અને તેનો ઉકેલ લાવવો દાયિત્વ હતું.

દાસે વર્ષ 2015થી 2017 દરમિયાન ઈકોનોમિક અફેર્સ સેક્રેટરી તરીકે કામગીરી કરી હતી. હાલ તે દેશના ફાઈનાન્સ કમિશનના સભ્ય પણ છે. આ સિવાય તે ગ્રુપ ઓફ 20 સમિટના ભારતના પ્રતિનિધિ છે.

 

0
0
0
s2sdefault
<દેશભરના ટ્રક અને બસ ઓપરેટર્સ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે. ટ્રક અને બસ ટ્રાન્સપોટર્સની હડતાળ લાંબુ ચાલી તો જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડી શકે છે, અને રોજીંદા ઉપયોગની વસ્તુઓના ભાવ વધી શકે છે. દેશભરમાં હડતાળને પગલે અંદાઝે 90 લાખ ટ્રક અને 50 લાખ બસ માર્ગો પર નહીં દોડે. આ હડતાળથી રોજના બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.
0
0
0
s2sdefault
<દેશભરના ટ્રક અને બસ ઓપરેટર્સ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે. ટ્રક અને બસ ટ્રાન્સપોટર્સની હડતાળ લાંબુ ચાલી તો જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડી શકે છે, અને રોજીંદા ઉપયોગની વસ્તુઓના ભાવ વધી શકે છે. દેશભરમાં હડતાળને પગલે અંદાઝે 90 લાખ ટ્રક અને 50 લાખ બસ માર્ગો પર નહીં દોડે. આ હડતાળથી રોજના બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.
0
0
0
s2sdefault
<દેશભરના ટ્રક અને બસ ઓપરેટર્સ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે. ટ્રક અને બસ ટ્રાન્સપોટર્સની હડતાળ લાંબુ ચાલી તો જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડી શકે છે, અને રોજીંદા ઉપયોગની વસ્તુઓના ભાવ વધી શકે છે. દેશભરમાં હડતાળને પગલે અંદાઝે 90 લાખ ટ્રક અને 50 લાખ બસ માર્ગો પર નહીં દોડે. આ હડતાળથી રોજના બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.
0
0
0
s2sdefault
<દેશભરના ટ્રક અને બસ ઓપરેટર્સ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે. ટ્રક અને બસ ટ્રાન્સપોટર્સની હડતાળ લાંબુ ચાલી તો જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડી શકે છે, અને રોજીંદા ઉપયોગની વસ્તુઓના ભાવ વધી શકે છે. દેશભરમાં હડતાળને પગલે અંદાઝે 90 લાખ ટ્રક અને 50 લાખ બસ માર્ગો પર નહીં દોડે. આ હડતાળથી રોજના બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.
0
0
0
s2sdefault
<દેશભરના ટ્રક અને બસ ઓપરેટર્સ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે. ટ્રક અને બસ ટ્રાન્સપોટર્સની હડતાળ લાંબુ ચાલી તો જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડી શકે છે, અને રોજીંદા ઉપયોગની વસ્તુઓના ભાવ વધી શકે છે. દેશભરમાં હડતાળને પગલે અંદાઝે 90 લાખ ટ્રક અને 50 લાખ બસ માર્ગો પર નહીં દોડે. આ હડતાળથી રોજના બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.
0
0
0
s2sdefault