જાહેર ક્ષેત્રની બેન્કો હાલ લોન અને ડિપોઝીટ પર વ્યાજ ઘટાડવા તૈયાર નથી. એસબીઆઈએ ગત સપ્તાહે લોન અને ડિપોઝીટના વ્યાજદરને રેપોરેટ સાથે જોડવાની જાહેરાત કરી હતી. જો કે, પંજાબ નેશનલ બેન્કના અધિકારીએ આ અંગે જણાવ્યુ છે કે, હાલ આ સંદર્ભે કોઈ નિર્ણય લીધો નથી. બેન્ક ઓફ બરોડા અને આઈડીબીઆઈ બેન્કે હાલ કોઈ સ્પષ્ટતા કરી નથી. એસબીઆઈએ લીધેલા નિર્ણયની ખાતેદારોને કોઈ અસર નહીં થાય. 1 લાખથી વધુની રકમ ધરાવતા ખાતાઓમાં આ નિયમ મે માસથી લાગૂ થશે. રિઝર્વ બેન્કના ગર્વનર શક્તિકાંત દાસે 21 ફેબ્રુઆરીના બેન્કોના વડાઓની મીટિંગ યોજી પૂછ્યુ હતુ કે, રેપોરેટમાં ઘટાડો કર્યો હોવા છતાં લોન સસ્તી કેમ કરી નથી?

હાલ, બેન્કો સ્વયં રેટ નક્કી કરે છે: બેન્કો લોન અને ડિપોઝીટ પરના વ્યાજદરમાં વધારા-ઘટાડાનો નિર્ણય હાલ જાતે જ કરે છે. માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ (એમસીએલઆર) રેટના આધારે લોન આપે છે. આરબીઆઈ અનુસાર, 1 એપ્રિલથી નવા માપદંડો લાગૂ થશે. ત્યારબાદથી રેપોરેટ ઘટાડવા પર બેન્કો વ્યાજદર ઘટાડવા પ્રતિબદ્ધ છે.


બેન્કો પાસે પહેલો વિકલ્પ રેપોરેટના આધારે દર નક્કી કરશે.
બીજા અને ત્રીજા વિકલ્પમાં 91 દિવસ અને 182 દિવસની મુદ્દતના સરકારી બોન્ડ પર મળતા રિટર્ન જેટલો દરરહેશે.
ચોથા વિકલ્પમાં બેન્ક એફબીઆઈએલ દ્વારા નક્કી માપદંડોના આધારે દર નક્કી કરે.

0
0
0
s2sdefault