યૂઆઇડીએઆઇની ફરિયાદ પર સૂચના પ્રૌધોગિકી કંપની આઇટી ગ્રિડ્સની વિરુદ્ધ ગેરકાયદેસર રીતે આધાર ડેટા રાખવાનો કેસ દાખલ કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ કંપની આધાર ડેટાનો ઉપયોગ તેલુગૂ દેશમ પાર્ટીની સેવા મિત્ર એપ ડેવલેપ કરવા માટે કરી રહી હતી.

ભારતમાં આધાર કાર્ડનો ડેટાની સુરક્ષાને લઇને પ્રશ્નો ઊઠતા રહે છે. લોકોના ડેટાને સુરક્ષિત રાખવા માટે નોડલ એજન્સી યૂઆઇડીએઆઇ પણ પ્રયત્ન કરતી રહે છે. પરંતુ આ તમામ પ્રયત્નો છતાં 7.8 કરોડથી વધારે નિવાસીઓની મહત્વની જાણકારી લીક થઇ ગઇ. જણાવી દઇએ કે આ 7.8 કરોડ લોકો તેલંગાણા અને આંધ્ર પ્રદેશના રહેવાસી છે.

સાઇબરાબાદ પોલીસે યૂઆઇડીએઆઇની ફરિયાદ પર સૂચના પ્રૌધોગિકી કંપની આઇટી ગ્રિડ્સની વિરુદ્ધ ગેરકાયદેસર રીતે આધાર ડેટા રાખવાનો કેસ દાખલ કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ કંપની આધાર ડેટાનો ઉપયોગ તેલુગૂ દેશમ પાર્ટીની સેવા મિત્ર એપ ડેવલેપ કરવા માટે કરી રહી હતી.

સૂત્રોનું માનીએ તો આ મામલાને એસઆઇટીને સ્થાનાંતરિત કરવામાં આવી શકે છે, જે કથિત ડેટા ચોરીના મામલાના તપાસ કરી રહી છે. આ સંદર્ભમાં તેલંગાણા સ્ટેટ ફૉરેન્સિંક સાયન્સ લેબોરેટરીએ કહ્યું કે કંપનીની પાસે તેલંગાણા અને આંઘ્રપ્રદેશના 78,221,397 નિવાસીઓના આધારથી સંબંધિત આંકડા છે.

ટીડીપીએ પોતાની સ્પષ્ટમાં કહ્યું હતું કે આધારના કાચા ડેટા સુધી એમની પહોંચ નથી અને એનો ઉપયોગ માત્ર કલ્યાણકરાી યોજનાઓના લાભાર્થીઓની પુષ્ટિ માટે કરવામાં આવી રહ્યો હતો. આ મામલો એસઆઇટીની સૂચનાના આધાર પર દાખલ કરવામાં આવ્યો છે.

0
0
0
s2sdefault