ભોજન બનાવવા માટે રાઈનો ઉપયોગ તમે ખૂબ કરતા હશો પણ શુ તમે જાણો છો કે તંત્રમાં તેને વિશેષ સ્થાન આપવામાં આવ્યુ છે. રાઈનો ઉપયોગ ટોટકાના રૂપમાં કરીને તમે અનેક પરેશાનીઓથી છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ રાઈથી થનારા ચમત્કારી ટોટકા જે તમારા જીવનની દિશા બદલી નાખશે.

જો તમારા પરિવારમાં કોઈને ખરાબ નજર લાગી ગઈ છે તો એ માટે તમે રાઈનો ઉપયોગ કરી નજર ઉતારી શકો છો. આ માટે તમે 7 દાણા રાઈ લો. સાત આખા લાલ મરચા અને સાત મીઠાના ગાંગડા. હવે તમે આ ત્રણેય વસ્તુઓથી પીડિટના માથા પર સાત વાર ફેરવો અને પછી તેને સળગતી આગમાં નાખી દો.

આગ માટે દેશી કેરીની લાકડીનો ઉપયોગ કરો. બસ આ ઉપાય કરતા તમે આ વાતનુ ધ્યાન રાખો કે આ બધા કામ તમારે ડાબા હાથથી કરવાના છે અને કોઈપણ આ દરમિયાન નજર ઉતારનાર વ્યક્તિને ટોકે નહી.

0
0
0
s2sdefault

પ્રાચીન ભારતીય ગ્રંથમાં એવા ઉપાય જણાવ્યા છે જેને કરવાથી દુર્ભાગ્ય દૂર થઈને સૌભાગ્ય આવે છે. આ ઉપાયોને કરઆ જેટલું સરળ છે, તેટલા જ વધારે અસરકારક પણ છે. તો આજે અમે તમારા માટે કેટલાક એવા ઉપાય જણાવીશુ જેનાથી તમે નકારાત્મકતા દૂર કરી શકો છો.

- રોજ સાંજના સમયે થોડી ધૂપ લોબાન સાથે મિક્સ કરી ગોબરના છાણા પર સળગાવો અને તે ધૂપની આખા ઘરમાં ધૂની આપો. આ ઉપાયથી બધા પ્રકારની નકારાત્મક શક્તિઓ અને ભૂત પ્રેત વગેરે ઘરમાંથી દૂર ચાલ્યા જાય છે.
- એક વાડકીમાં પાણી લઈ તેને બપોરે ત્રણ-ચાર કલાક માટે સૂર્યની રોશનીમાં મૂકી દો. ત્યારબાદ ત્યારબાદ તે પાણીને ભગવાનનું સ્મરણ કરતા આખા ઘરમાં કેરી કે આસોપાલવના પાનથી છાંટી દો. આવુ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થઈ જશે.
- રાત્રે સૂતા સમયે દેશી ઘીમાં ડુબાડેલું કપૂર પ્રગટાવીને સૂઈ જવુ. તેનાથી ખરાબ સપના નહી આવે અને સારી ઉંઘ આવશે.
- સાંજના સમયે ઘરના બધા ખૂણામાં થોડા મીઠુ એક કાગળ પર મૂકી દો. સવારે જલ્દી ઉઠીને આ બધા મીઠાને એકત્ર કરી અને કોઈની સાથે વાત કર્યા વગર કાગળ સાથે કોઈ વહેતા પાણીમાં નાખી દો. એનાથી ઘરમાં સૌભાગ્યના આગમન થાય છે.
- સાંજે આરતીના સમયે ઘરમાં શંખ વગાડો. શંખ દ્વારા ઘરમાં જળ પણ છાંટી શકો છો. એનાથી ઘરનું દુર્ભાગ્ય દૂર ભાગે છે.

0
0
0
s2sdefault

 

જો તમારા ઘરમાં એક્દમ જ બિલાડીઓનું અવર-જવર વધી ગયેલ છે તો એને સામાન્ય ન સમજવું આ ભવિષ્યમાં થતી ઘટનાનો ઈશારો છે. આથી સાવધાન થઈ જાઓ અમે ઘરમાં સત્યનારાયણ ભગવાનબી પૂજા કરાવો કે કોઈ હવન કરાવું .

એનો કારણ છે કે બિલાડી વાર-વાર ઘરમાં આવાથી બિલાડીનો દૂધ પીવાનું ખતરો જ નહી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. નાદર-પુરાનમાં જણાવ્યું છે કે બિલાડીઓના પગની ધૂળ જ્યાં ઉડે છે ત્યાં નકારાત્મક ઉર્જાની હાનિ હોય છે. એટલે શુભનો નાશ થાય છે.

તંત્ર-મંત્રની સાધના કરતા બિલાડીને કાળી શક્તિનો પ્રતીક માને છે અને બિલાડીઓની પૂજા કરે છે. બિલાડીઓનો પિતરોથી પણ સંબંધ હોય છે.

જે ઘરમાં બિલાડીઓ વધારે આવે છે તે ઘરના લોકોનો સ્વાસ્થ્ય સારું રહેતું નથી. એક પછી એક સમસ્યા ચાલ્યા કરે છે.

બિલાડીના વિશે એવી માન્યતા છે કે ભોજન કરતા સમયે બિલાડી આવી ને જોઈ લે તો કષ્ટ થાય છે . જો મલ-મૂત્ર કરી દે તો હાનિ થાય છે.

પાલેળી બિલાડી જો નાસી જાય તો સમઝો કે કોઈ મોટી સમસ્યા થવા વાળી છે. કારણ કે બિલાડીઓની છટ્ઠી ઈન્દ્રિયો તેજ હોય છે જેથી તેને પૂર્વાભાસ થઈ જાય છે.

 

0
0
0
s2sdefault

ઘણા લોકો તેમના ઘર અને ઓફિસમાં મની પ્લાન્ટ રાખે છે. માનવામાં આવે છે કે આ છોડ લગાવવાથી આર્થિક સ્થિતિ સારી રહે છે. કેટલીક વખત આ છોડને લાગાવવાથી આર્થિક સ્થિતિમાં કોઇ સુધારો તો નથી થતો, પરંતુ સ્થિતિ વધારે ખરાબ થવા લાગે છે. તેનું કારણ મની પ્લાન્ટના છોડને વાસ્તુશાસ્ત્ર અનુસાર ન લગાવવાથી પણ થાય છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક છોડ માટે એક દિશા નિર્ધારિત હોય છે. જો તે છોડને તેની દિશા મુજબ રાખો છો તો વ્યક્તિની આસપાસનો માહોલ સકારાત્મક રહે છે. જ્યારે ખોટી દિશામાં રાખવા પર લાભ થવાની જગ્યા નુકસાન થવા લાગે છે.

ભૂલથી પણ મની પ્લાન્ટ ઇશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ન રાખવા જોઇએ. આ દિશામાં રાખવાથી આર્થિક નુકસાનની સંભાવના વધી જાય છે. કારણકે બૃહસ્પતિ ગ્રહ આ કોણની પ્રતિનિધિ છે. શુક્ર અને બૃહસ્પતિમાં શત્રુત્વ સંબંધ હોવાથી શુક્રની વસ્તુઓ તેની દિશામાં રાખાવાથી નુકસાન થાય છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવાની જગ્યાએ તુલસી પણ રાખી શકો છો અન્ય દિશામાં મની પ્લાન્ટનો છોડ લગાવવાથી તેનો પ્રભાવ ઓછો થઇ જાય છે.

0
0
0
s2sdefault

ગ્રહણની વ્યાપક અસર મનુષ્યો અને જીવ-જંતુઓ સાથે સાથે પ્રકૃતિ, પર્યાવરણ અને બ્રહ્માંડ પર સમાનરૂપે થાય છે. લોકો ગ્રહણથી ડરતા હોય છે. વર્ષ 2019 માં પાંચ ગ્રહણ થશે. આમાં બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ હશે. પ્રથમ ચંદ્રગ્રહણ 21 જાન્યુઆરીના રોજ પોષ શુક્લ પૂર્ણિમાના દિવસે થશે. આ ખગ્રાસ ચંદ્રગ્રહણ હશે જે ભારતમાં દેખાશે નહીં. પરંતુ પોષ શુક્લ પૂર્ણિમાના વિશિષ્ટ મહત્વને લીધે આ દિવસ પર્વકાળ તરીકે ઉજવવામાં આવશે.

બીજું ચંદ્રગ્રહણ 16-17 જુલાઈ અષાઢ શુક્લ પૂર્ણિમાએ થશે. આ ગ્રહણ સમગ્ર ભારતમાં દેખાશે. આ ગ્રહણ રાત્રે 1 વાગ્યે 32 મિનિટ પર પ્રારંભ થશે અને મધ્ય રાત્રી 3.01 વાગ્યે થશે. ગ્રહણનો મોક્ષ રાત્રે 4 વાગ્યે 30 મિનિટ પર થશે. આમ, ગ્રહણનો કુલ પર્વકાળ 2 કલાક 58 મિનિટ રહેશે. આ ગ્રહણ ધનુ-મકર રાશિમાં થશે.દર્દીઓ તથા ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ ન જોવું જોઈએ. ગ્રહણ દરમિયાન ધાર્મિક મનુષ્ય ઈશ્વર આરાધના, મંત્ર જાપ, સંકીર્તન કરવા. ગ્રહણ દરમિયાન અનાજ દૂષિત બને છે. તેથી પર્વકાળ દરમિયાન ખોરાક ગ્રહણ કરવો જોઈએ નહીં. ગ્રહણ પ્રારંભ થતા પહેલા ખાવા પીવાની વસ્તુઓ બનાવેલું ભોજન, દૂધ, દહીં, ઘી, માખણ, અથાણાં, પીવાનું પાણી, તેલ વગેરેમાં કુશા અથવા તુલસીના પર્ણ મૂકવા જોઈએ. તેનાથી તે દૂષિત થતું નથી.

ચંદ્રગ્રહણએ ખગોળીય સ્થિતિ છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે, ચંદ્રગ્રહણ ફક્ત પૂર્ણ ચંદ્રમાં જ થઇ શકે છે. ચંદ્રગ્રહણનો પ્રકાર અને અવધિ ચંદ્રની સ્થિતિ પર આધારિત છે. ગ્રહણનો શાબ્દિક અર્થ થાય છે સ્વીકાર્ય, સ્વીકાર, ધારણ અથવા પ્રાપ્ત કરવું. તેથી, ગ્રહણ અવધિમાં આધ્યાત્મિક માન્યતાઓ જપ, તપ, ઉપાસના, સાધના, ધ્યાન અને ભજનનો નિર્દેશ આપે છે.

 

0
0
0
s2sdefaultજે રીતે હાથની રેખા વ્યક્તિનું ભાગ્ય જણાવે છે. તેજ રીતે શરીરના અંગ પણ તેનું ભાગ્ય લખે છે. શરીરના અંગની બનાવટ તેમના સ્વભાવથી લઇને તેમના ભવિષ્યમાં થનારી ઘટનાઓના સંકેત આપે છે. જાણો શુ કહે છે તમારા શરીરના અંગોની બનાવટ તમારા ભાગ્ય વિષે.

 

– જે વ્યક્તિની જીભ તેના નાકને અડે છે, આવા લોકોની નજીક આવવાના પ્રયત્નો કરવા જોઇએ. આવા લોકો સ્પષ્ટવાદી, સત્યવાદી અને ખૂબ ઇમાનદાર હોય છે.

 

– જો તમારા હાથ ઉભા થવા પર તમારા ઘુંટણ સુધી પહોંચી રહ્યા છે તો તમે જીવનમાં ઉંચુ પદ હાંસલ કરે છે.

 

– મોંમાં 32 દાંત એક ઉંમર પછી આવે છે. પરંતુ જો કોઇના મોંમાં પૂરા 32 દાંત છે તો તેનું જીવન આરામથી પસાર થાય છે. તે સિવાય જેના મોંમાં 31,29,27,25,23,21 એવામાં વિષમ સંખ્યામાં દાંત હોય છે. તો તેને કેટલાક સમસ્યાનો સામનો કરવો પડે છે.

 

– જે વ્યક્તિના અંગૂઠાની પાછળ વાળ હોય છે તેની બુદ્ધિ તેજ હોય છે.

 

– જે પુરૂષ કે સ્ત્રીના આઇબ્રો પર વાળ ખૂબ હોય કે ન હોય, તે દોઢ ડાહ્યા અને સ્વાર્થી હોય છે

0
0
0
s2sdefault

વર્ષ 2019ની આડે એક દિવસ બાકી છે. કેટલીક રાશિ માટે નવું વર્ષ પ્રેમ અને રોમાન્સથી ભરેલું રહેશે. નવા વર્ષમાં લકી રાશિઓના લોકો લગ્નના બંધનમાં જોડાઇ શકે છે. પ્રેમના મામલામાં નવું વર્ષ ત્રણ રાશિઓ માટે ખૂબ શુભ સાબિત થશે. કારણકે આ 3 રાશિઓના લોકોને જીવનસાથી મળવાનો યોગ બની રહ્યો છે. 

લગ્નના બંધનામાં જોડાયા બાદ બે લોકોનું જીવન અનેક રીતે બદલાઇ શકે છે. જેથી યોગ્ય અને શુભ સમયે લગ્ન કરવા ખૂબ જરૂરી હોય છે. જેથી બે લોકોના જીવનમાં હંમેશા પ્રેમ રહેશે. આવો જોઇએ નવા વર્ષમાં કઇ રાશિઓના લોકોના લગ્નના યોગ છે. 

વૃશ્વિક 

વર્ષ 2019 વૃશ્વિક રાશિના લોકોના જીવનમાં નવા બદલાવ લઇને આવશે. જ્યોતિષ મુજબ આ રાશિના લોકો નવા વર્ષમાં તેમના પ્રેમના સંબંધને લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. જે લોકો સિંગલ છે તે લોકોએ બસ યોગ્ય જીવનસાથીની ઓળખ કરવાની જરૂરત છે. 

ધન 

ધન રાશિ નવા વર્ષમાં લગ્ન કરી શકે છે. આ રાશિના લોકો ખુશમિજાજ હોય છે. આ લોકોની સાથે પસાર કરેલો સમય લાંબા સમય સુધી લોકોના દિલ પર રાજ કરે છે તો હવે આ કહેવું ખોટું નથી કે આ રાશિના લોકોના લગ્ન પણ લાંબા સમય સુધી લોકોને યાદ રહેશે. 

મીન

નવા વર્ષમાં મીન રાશિના લોકોના પમ લગ્નના યોગ છે. લગ્ન કરવા માટે વર્ષ 2019 મીન રાશિના લોકો માટે શુભ સાબિત થશે. નવા વર્ષમાં લગ્ન કરવાથી વૈવાહિક જીવનમાં ખુશી રહેશે. જો મીન રાશિના લોકો લગ્ન કરવાનું વિચારી રહ્યા છે તો વર્ષ 2019 સૌથી વધારે શુભ રહેશે. 

0
0
0
s2sdefault

અરીસો દરેકના ઘરમાં હોય છે. સવારમાં અરીસામાં જોઈને જ સાજ શણગાર થતો હોય છે. બહાર જવાનું હોય તો અરીસો જોવાનું આપણે ચુકતાં નથી. એટલે કે અરીસો આપણા જીવનનો અમુલ્ય ભાગ છે. કેટલીક યુવતીઓ તો પર્સમાં પણ નાનો અરીસો રાખતી હોય છે. પરંતુ ચહેરાની સુંદરતા દેખાડતો અરીસો ક્યારેય નસીબ ખરાબ પણ કરી દે છે.

અરીસો સકારાત્મક અને નકારાત્મક ઊર્જામાં ફરક નથી કરતો. તેની સામે જેવી ઊર્જા આવે છે તેવી જ તે પરત ફેંકે છે. એટલા માટે જ વાસ્તુમાં અરીસાનું ખાસ મહત્વ દર્શાવાયું છે. અરીસાને ઘરમાં રાખવાના કેટલાક નિયમોનું જો ઉલ્લંઘન કરવામાં આવે તો તંદુરસ્તી, આર્થિક સ્થિતી, પ્રગતિ બધી જ વસ્તુઓ બાધિત થઈ જાય છે. એટલા માટે જ અરીસાનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવી જોઈએ.

– બેડરૂમમાં અરીસો એવી રીતે ન રાખો કે સવારે ઊઠો એટલે સૌથી પહેલા તેમાં દર્પણ દેખાય. એટલે કે અરીસો બેડની સામે ન હોવો જોઈએ. શક્ય હોય તો બેડરૂમમાં અરીસો રાખવો જ નહીં.

– અરીસાનો થોડો ભાગ પણ તુટે તો તેને ઘરમાંથી દૂર કરી દો. આવા અરીસામાં ક્યારેય મોં ન જોવું જેમાં તડ પડી હોય.

– ઘરમાં અરીસો ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવો જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશે છે. દક્ષિણ અને પશ્ચિમ દિશામાં અરીસો નુકસાનકારક સાબિત થાય છે.

– ઘરમાં ક્યારેય ગોળાકાર અરીસો ન લગાવવો. તેમજ તેના પર ક્યારેય ધૂળ જામેલી ન રહેવા દેવી.

0
0
0
s2sdefault

સામુદ્રિકશાસ્ત્રમાં આપણા શરીરના અંગો સાથે જોડાયેલા શુભ અશુભ ફળ વિશે વિસ્તૃત વર્ણન મળે છે. જેમાં શરીરનાં અંગોના ફરકવાથી થતી શુભાશુભ અસરોનું પણ વર્ણન મળે છે. અંગના ફરકવાનો અનુભવ બધા જ લોકોને થતો હોય છે, પરંતુ તે કઈ ઘટનાનો સંકેત કરે છે તેનાથી સૌ કોઈ માહિતગાર હોતા નથી. સામાન્ય રીતે આંખ, નાક, કાન, ગાલ, કપાળ જેવા અંગ ફરકતાં તમે અનુભવ્યા હશે. તો આજે જાણી લો કે શરીરના અંગ ફરકવાથી કેવા ફળ મળે છે.

 

1 માથું ફરકે તો માન-સન્માનમાં વધારો થાય છે તેમજ નોકરીઓમાં પ્રમોશન મળે છે.

2 ભ્રમરોની વચ્ચેનો ભાગ ફરકે તો પ્રેમ મળે છે.

3 ભ્રમર ફરકે તો તે વ્યક્તિની સઘળી મનોકામના પૂર્ણ થાય છે.

4 ડાબી આંખ ફરકે તો વ્યક્તિ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી ધન મેળવે છે.

5 જમણી આંખ ફરકે તો તે વિયોગનો સંકેત કરે છે.

6 કોઈ વ્યક્તિનું નાક ફરકતું હોય તો તેના વ્યવસાયમાં ઉન્નતિ થાય છે.

7 ડાબા કાનની બૂટ ફરકે તો મિત્ર સાથે મુલાકાત થાય છે.

8 ડાબો કાન ફરકે તો પદોન્નતિ થાય છે, સારા સમાચાર મળે છે અને દરેક કાર્યમાં વિજય મળે છે.

9 જમણો કાન ફરકે તો ખરાબ સમાચાર સાંભળવા મળે

10 ડાબો ગાલ ફરકે તો તેને વિવિધ પ્રકારના લાભ થાય છે.

11 વ્યક્તિના બંને તરફના ગાલ સરખી રીતે ફરકતા હોય તો તેને ધનપ્રાપ્તિ થાય છે.

12 કોઈ વ્યક્તિનો ઉપરનો હોઠ ફરકે તો શત્રુઓ સાથે થઈ રહેલા ઝઘડાઓમાં સમાધાન થઈ જાય છે.

13 જો બંને હાથ ફરકે તો સુખદ સમાચાર મળે છે.

 

 

 

0
0
0
s2sdefault

ખાસ કરીને એવા લોકો જોવા મળે છે કે જેમને નખ ચાવવાની આદત હોય છે. આ લોકોને આ આદત માટે ટોકવા માં આવે તો પણ તે લોકો તેમની આ આદત છોડી શકતા નથી. કારણકે તે લોકો નથી જાણતા કે આ આદતની તેમના જીવન પર ખરાબ અસર થઇ શકે છે. જ્યોતિષ અનુસાર નખ ચાવવાનો શનિ ગ્રહ સાથે ઉંડુ કનેક્શન માનવામાં આવે છે. તેની સાથે એવું પણ કહેવામાં આવે છે કે જે લોકોના નખ વારંવાર તૂટી જાય છે. તે લોકો પર શનિની અશુભ નજર હોય છે. આવો જોઇએ તેનાથી સંબંધિત કેટલીક વાતો.

જ્યોતિષ શાસ્ત્રમાં આ અંગે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. જ્યોતિષમાં નખને શનિ ગ્રહથી કનેકશન ગણાવ્યું છે. જેથી કહેવામાં આવે છે કે શનિ ગ્રહને મજબૂત રાખવો હોય તો તમારા નખની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપો. કહેવાય છે કે તર્જની આંગળીનો નખ તૂટવાને ખરાબ સંકેત માનવામાં આવે છે. તર્જની આંગળીનો નખ તૂટવા પર વ્યક્તિને તેમના જીવનામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેની સાથે જ આવું થવા પર જુની સમસ્યાઓનું ખતમ ન થવાની વાત કહેવામાં આવી છે.

એવું માનવામાં આવે છે કે હાથની મધ્યમ આંગળી વ્યક્તિની માનસિક સ્થિતિને દર્શાવે છે. તેનાથી માલૂમ પડે છે કે વ્યક્તિની સમસ્યા આ સમસ્યાઓથી સામનો કરવાની ક્ષમતા કેટલી છે. કહેવાય છે કે મધ્યમ આંગળીના નથ તૂટવા વ્યક્તિની માનસિક કમજોરીને દર્શાવે છે. ખબર હોય કે અનામિકા આંગળીનો સંબંધ વ્યક્તિની ભાવનાઓ જાણી શકાય છે. અનામિકા આંગળીના નખ તૂટવા વ્યક્તિની એકલતાનો સંકેત હોય છે. જે વ્યક્તિના કમજોર આત્મવિશ્વાસને પણ દર્શાવે છે.

માનવામાં આવે છે કે કનિષ્કા આંગળીનો નખ તૂટવા વ્યક્તિના દાંપત્ય જીવનની કમજોરી દર્શાવે છે. જ્યારે અંગૂઠાનો નખ તૂટવાને વ્યક્તિની કમજોર ઇચ્છા શક્તિનું પ્રતીક માનવામાં આવ્યું છે. જણાવી દઇએ કે હાથના નખ વારંવાર ચાવવાને યોગ્ય માનવામાં આવતું નથી.આવા વ્યક્તિ માનસિક તનાવની સ્થિતિમાં હોય છે. જેથી આવું કરવાથી દૂર રહેવું જોઇએ.

 

0
0
0
s2sdefault

પ્રેમ એક સુંદર અનુભવ છે. જેને દરેક લોકો પોતાની લાઇફમાં જરૂર અનુભવવા માંગે છે. પરંતુ જરૂરી નથી કે જે વ્યક્તિને તમે સાચો પ્રેમ કરો છો તે પણ તમને એટલો જ પ્રેમ કરતો હોય. કેટલાક લોકો પોતાના પાર્ટનરને અધવચ્ચેથી છોડીને જતા રહે છે. આજે અમે તમને એવા બે અક્ષર અંગે જણાવવા જઇ રહ્યા છીએ. આ નામના અક્ષરની યુવતીઓને હંમેશા પ્રેમમાં દગો મળે છે.

 

K અક્ષર વાળી યુવતીઓ

કે અક્ષર વાળી યુવતીઓ ચંચળ સ્વભાવની હોય છે. તે જોવામાં પણ ખૂબ સુંદર હોય છે. પરંતુ કે અક્ષર વાળી યુવતીને લાઇફમાં તે વ્યક્તિનો ક્યારેય સાથ મળી શકતનો નથી જેને તે સાચા દિલથી પ્રેમ કરતી હોય છે. પ્રેમમાં દગો અને પાર્ટનરના જતા રહેવાથી તે પોતાને સંભાળી શકતી નથી અને પાર્ટનરના ઇગ્નોર કરવા પર તે ખૂબ પરેશાન રહે છે.

P અક્ષર વાળી યુવતીઓ

 

પી અક્ષર વાળી યુવતીઓ સ્વભાવથી શાંત હોય છે. પરંતુ તેમને હંમેશા પ્રેમમાં દગો જ મળે છે. જે પણ છોકરો તેમની લાઇફમાં આવે છે તે તેને છોડીને જતો રહે છે. વારંવાર પ્રેમાં દગો મળવાથી P અક્ષર વાળી યુવતીઓ હંમેશા પોતાની લાઇફને કોસતી રહે છે. જેના કારણથી તે અંદરથી ખૂબ દુખી રહે છે.

0
0
0
s2sdefault

કેટલીક વાર બીમારી ઘરમાંથી જવાનું નામ જ ન લેતી હોય તેવી સ્થિતી સર્જાય છે. પરિવારના સભ્યો એક પછી એક કોઈને કોઈ બીમારીમાં સપડાયા કરે છે. આવી સ્થિતી પાછળ કારણ અલગ અલગ હોય શકે છે. પરંતુ તેનો ઉકેલ એક ઉપાય કરી અને લાવી શકાય છે. તંત્ર શાસ્ત્રના આ ટોટકામાંથી કોઈપણ એકને અમલમાં મુકવાથી ઘરમાંથી બીમારી છૂમંતર થઈ શકે છે. તો જાણી લો અને અજમાવો તમે પણ.

સૂતી વખતે માથું પૂર્વ તરફ રાખવું જોઈએ. જે રૂમમાં સૂતાં હોય ત્યાં એક વાટકીમાં મીઠાના ટુકડા રાખવા. આમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ સિવાય રાત્રે ઓશિકા નીચે સિક્કો રાખી અને સૂઈ જવું. સવારે આ સિક્કાને સ્મશાનમાં ફેંકી આવવો. શરીર શીઘ્ર રોગમુક્ત થઈ જશે.

જો લાંબા સમયથી કોઈ બીમારી પીછો ન છોડતી હોય તો આંકડાના ઝાડના મૂળનો ટુકડો લેવો તેને કોઈ કપડામાં બાંધી અને તે કપડાને રોગીના ગળામાં બાંધી દેવું. જો નાના બાળકની તબીયત ખરાબ રહેતી હોય તો કાળો દોરો લઈ તેમાં ॐ नमोः भगवते वासुदेवाय नमः મંત્ર બોલતાં બોલતાં સાત ગાંઠ વાળવી. આ દોરાને બાળકના ગળા અથવા કમર પર બાંધી દેવો.

0
0
0
s2sdefault

તમે જોયું હશે કે કેટલાક લોકોની આદત હોય છે કે તે તેમના પર્સમાં પૈસાની સાથે-સાથે ઘણીબધી વસ્તુઓ રાખે છે. જ્યારે યુવતીઓ પર્સમાં મેકઅપનો વધારે સામાન મળી રહે છે. અજાણતામાં લોકો તેમના પર્સમાં એવી કેટલીક વસ્તુઓ રાખી લે છે જે વાસ્તુ અનુસાર રાખવી ખરાબ નકામી માનવામાં આવે છે.

1 વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યારેય પણ કોઇનું પર્સ ફાટેલું ન હોવું જોઇએ. ફાટેલું પર્સ આર્થિક નુકસાન કરનારું માનવામાં આવે છે. જેથી ફાટેલા પર્સને તરત જ બદલી લેવું જોઇએ.

2 પર્સનો સંબંધ ધનથી હોય છે ન કે અન્ય કાગળથી. જેથી તમારા પર્સમાં હંમેશા ધન રાખો. કેટલાક લોકો જુની રસીદ, બિલ પણ પર્સમાં રાખે છે. જેનાથી પર્સમાં ધન રહેતું નથી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જૂના કાગળ અને પસ્તી પર રાહુનો પ્રભાવ હોય છે. જેથી તેને પર્સમાં ન રાખવા જોઇએ.

3 ખાવા પીવાની વસ્તુઓ જેમ કે, ચોકલેટ, ટ્રોફી, પાન-મસાલા સહિતની વસ્તુઓ તમારા પર્સમાં ન રાખવી જોઇએ. આમ કરવાથી ધનનો અભાવ તમારા જીવનમાં બન્યો રહે છે.

4 પર્સમાં દવાઓ, કેપ્સુલ, ટેબલેટ રાખવી પણ ધન માટે શુભ હોતી નથી. વાસ્તુ વિજ્ઞાન અનુસાર તે નકારાત્મક ઉર્જા વધારવાનું કામ કરેછે.

5 વોલેટમાં લોખંડ઼ની વસ્તુ જેવી ચપ્પુ, બ્લેડ ન રાખો. જ્યાતિશાસ્ત્ર અનુસાર તાંબુ, ચાંદીની વસ્તુઓ વોલેટમાં રાખવાને શુભ માનવામાં આવે છે.

0
0
0
s2sdefault

જ્યોતિષમાં વાસ્તુનું વિશેષ મહત્વ હોય છે. વાસ્તુના ઉપાયથી ખાનગી જીવન અને પ્રોફેશનલ લાઇફમાં ફેલાયેલી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર કરી શકાય છે. આ કેટલાક એવા ટિપ્સ છે જેને અપનાવીને દરેક પ્રકારની સમસ્યાઓથી પીછો છોડાવી શકાય છે.

 

– વાસ્તુ શાસ્ત્રમાં ઇશાન કોણનું વિશેષ મહત્વ હોય છે. આ દિશાને ખૂબ શુભ માનવામાં આવે છે. ઘરનો ઇશાન ભાગ ઉઠેલો ન હોવો જોઇએ. ઘરના આ ભાગમાં આ દોષ થવાથી પિતા-પુત્ર વચ્ચે દૂરી વધવા લાગે છે.

 

– ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં સ્ટોર રૂમ ન બનાવવો જોઇએ. આમ કરવાથી ઘરના દરેક સદસ્યોની વચ્ચે લડાઇ- ઝઘડા થાય છે.

 

– વાસ્તુ અનુસાર ઉત્તર પૂર્વ દિશામાં રસોઇ ઘર કે શૌચાલય હોવા પર ઘરના સદસ્યોની વચ્ચે અણબનાવ ચાલતા રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે ઘરના ઉત્તર પૂર્વ દિશામાં રસોઇઘર કે શૌચાલય ન હોવું જોઇએ.

 

– ઇશાન કોણ પર વીજળીના ઉપકરણો રાખવાથી પિતા પુત્રની વચ્ચે અણબન રહે છે. ઘરના ઉત્તર પૂર્વ દિશામાં આ વસ્તુઓને ન રાખવી જોઇએ.

0
0
0
s2sdefault

હિન્દુ ધર્મમાં મંત્રોનું ખૂબ મહત્વ હોય છે. માન્યતા છે કે મંત્ર જાપ વગર હિન્દુ ધર્મમાં કોઇ પણ શુભ કાર્ય સંપન્ન થતું નથી. કહેવામાં આવે છે કે કોઇ વ્યક્તિ સાફ અને શુદ્ધ મનથી રોજ કેટલાક મંત્રોના જાપ કરી લે તો તેમની કિસ્મત બદલાઇ જાય છે. તો ચાલો આજે અમે તેમને એક એવા મંત્ર અંગે જણાવીશું જેના જાપથી તમારી કિસ્મતમાં ખૂબ બદલાઇ જાય છે.

 જ્યોતિષ શાસ્ત્ર મુજબ શ્રી કૃષ્ણ કવચ મંત્રનો જાપ કરવાથી જીવનની સમસ્યાઓથી નીકળવામાં સફળ થઇ શકે છે. શાસ્ત્રોમાં કૃષ્ણ મંત્રને ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. આ મંત્ર બીજ મંત્રની જેમ કામ કરે છે. ભગવાન શિવે આ મંત્રના વિષયમાં કહ્યું છે કે

‘अतिगुह्यतरं तत्वं सर्वमंत्रौघविग्रहम। पुण्यात् पुण्यतरं चैव परं स्रेहाद् वदामि ते।।

 આ એક વિશિષ્ટ મંત્ર છે આ મંત્રથી દરેક પ્રકારના ભય અને સંકટ દૂર થઇ જાય છે. જીવનમાં આવનારા દરેક સંકટ દૂર કરવામાં પણ આ મંત્ર અસરકારક હોય છે.

દિવ્ય મંત્ર

ॐ नमो भगवते तस्मै कृष्णायाकुण्ठमेधसे। सर्वव्याधिविनाशाय प्रभो माममृतं कृधि।।

ઊંઘમાંથી ઉઠ્યા પછી કોઇની સાથે વાત કર્યા કે બોલ્યા વગર ત્રણ વખત આ જપ કરવાથી દરેક પ્રકારની અનિચ્છીનીય ઘટનાનો અંત આવે છે. જો જીવનમાં વિશેષ સમસ્યા આવી રહી છે તો સંકલ્પ લઇને 51000 વખત જાપ કરો અને જાપ પૂરા થયા પછી 5100 વખત મંત્રનો જાપ કરતા હવન કરો.

 

0
0
0
s2sdefault

યુવક હોય કે યુવતી, બંને માટે લગ્નનો નિર્ણય બહુ મહત્વપૂર્ણ હોય છે. સામાન્ય રીતે ઘણા લોકો બહુ સમજી વિચારીને લગ્ન કરતા હોય છે. છતા પણ કેટલાક લોકોના લગ્ન જલ્દી થઈ જાય છે. તો કેટલાક લોકો પોતનો પાર્ટનર મળવામાં વિંલભ થાય છે. પણ આજે અમે તમેન કેટલીક એવી રાશિયો વિશે જણાવીશું જે જલ્દી લગ્ન કરી લે છે કે પછી તેમના લગ્ન જલ્દી થઈ જાય છે.

મકર

ઈમોશનલ અને કેયરિંગ સ્વભાવના આ રાશિના લોકો ચટ મંગની પટ લગ્ન કરવમાં બધી રાશિયોથી આગળ હોય છે. પ્રેમની બાબતમાં હંમેશા અનલકી આ રાશિના જાતકો અરેંજ મેરેજ જ કરે છે.

 

મેષ

મેષ રાશિના લોકો લગ્નની બાબતમાં ખૂબ જ લકી હોય છે. લવ મેરેજ હોય કે અરેંજ મેરેજ આ રાશિના લોકોને પોતાના પાર્ટનર જલ્દી મળી જાય છે. પોતાના કેયરિંગ નેચરને કારણે આ રાશિના લોકો પોતાના પાર્ટનરને બહું પ્રેમ કરે છે.

 

મિથુન

પોતના જીવનના દરેક નિર્ણય સમજી વિચારીને લેનારા આ રાશિના લોકો પણ જલ્દી લગ્નના બંધનમાં બંધાય જાય છે. આ રાશિના લોકો પોતાના પાર્ટનર પ્રત્યે ખૂબ ઈમાનદાર અને વફાદાર હોય છે.

 

0
0
0
s2sdefault


એક એવુ સ્વપ્ન જેનું વાસ્તવિક ફળ દરેક લોકો જાણવા માંગે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કેટલાક એવા સપના હોય છે જે ભવિષ્યની ઘટનાઓના પૂર્વ સંકેત આપે છે. જેમાથી એક સ્વપન છે સપનામાં ગર્લફ્રેન્ડને જોવી. 

 સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં ગર્લફ્રેન્ડ જોવી એક શુભ સંકેત માનવામાં આવે છે. પ્રેમી સપનામાં ગર્લફ્રેન્ડ જોવા મળે છે. સ્વપ્ન શાસ્ત્રમાં ગર્લફ્રેન્ડને સપનામાં જોવામાં વિષયમાં પૂર્ણ જાણકારી આપવામાં આવી ગઇ છે. 

 સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં ગર્લફ્રેન્ડ જોવી લવ લાઇફમાં થનારા પરિવર્તનો તરફ ઇશારો કરે છે. સપનામાં ગર્લફ્રેન્ડ તેની પાસે જોવી લવલાઇફમાં મધુરતાના પૂર્વ સંકેત આપે છે. 

 સથે જ આ સપનું સંતાન પ્રાપ્તિનું પૂર્વ સંકેત આપે છે. એટલું જ નહીં સપનું ઇચ્છાઓ પૂર્તિ તરફ ઇશારો કરે છે. પરંતુ સપનામાં રડતી ગર્લફ્રેન્ડ જોવી અશુભ હોય છે. એવું સપનું મહત્વપૂર્ણ કામમાં અસફળતાનું પ્રતીક માનવામાં આવે છે. 

 

0
0
0
s2sdefaultહસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળીની શુક્ર પર્વત પર સ્થિત તલ ખાસ મહત્વ રાખે છે. હસ્તરેખાના જાણકારો મુજબ કે કોઇ મહિલા કે કોઇ પુરૂષના શુક્ર પર્વત પર તલ હોય તો તેનો તેના પતિ કે પત્નીથી વિવદ રહે છે. આવા લોકો તેમના વૈવાહિક જીવન પર નિર્ણય કરતા સમયે વધારે વિચાર કરવો જોઇએ. હસ્તરેખા નિષ્ણાંત અનુસાર જો મહિલા કે કોઇ પુરૂષની હથેળીના શુક્ર પર્વત પર તલ છે તો તેનો પતિ કે  પત્નીથી વિવાદ રહ્યા કરે છે.

મંગળ પર્વત પર તલ

હથેળી પુર બે જગ્યા પર મંગળ પર્વત હોય છે. તેમાથી એક જીવન રેખા જ્યાંથી શરૂ થાય છે તે સ્થાન પર હોય છે. જે લોકોની હથેળી પર આ જગ્યા પર તલ હોય છે તેમના માથામાં ઇજા થવનો પણ ડર રહે છે. 

ગુરુ પર્વત પર તલ

આવા લોકો સ્વભાવથી થોડાક કડક  હોય છે. જ્યારે બુધની નીચે મંગળ ક્ષેત્રમાં તલ હોય તો તે વ્યક્તિની સંપતીને હાનિ થઇ શકે છે. જો કોઇ વ્યક્તિના ગુરુ પર્વત પર તલ છે તો તે આર્થિક રીતે સમૃદ્ધ હશે. 

શનિ પર્વત પર તલ

આવા લોકોના લગ્નમાં કેટલીક અડચણો  જરૂર આવે છે. જો શનિ પર્વત પર તલ હોય તો આવા વ્યક્તિ ધનવાન હોય છે જોકે આવા લોકોએ વીજળી અને આગથી દૂર રહેવું જોઇએ. આ લોકોના જીવનમાં પૈસાની કોઇ કમી હોતી નથી. હથેળી પર સૂર્ય પર્વત પર તલ હોવાનો મતલબ છે કે તે વ્યક્તિ તેના જીવનમાં ક્યારેક અપમાનનો સામનો કરવો પડી શકે છે. 

0
0
0
s2sdefault
<દેશભરના ટ્રક અને બસ ઓપરેટર્સ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે.
ટ્રક અને બસ ટ્રાન્સપોટર્સની હડતાળ લાંબુ ચાલી તો જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડી શકે છે, અને રોજીંદા ઉપયોગની વસ્તુઓના ભાવ વધી શકે છે. દેશભરમાં હડતાળને પગલે અંદાઝે 90 લાખ ટ્રક અને 50 લાખ બસ માર્ગો પર નહીં દોડે. આ હડતાળથી રોજના બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.
0
0
0
s2sdefault
<દેશભરના ટ્રક અને બસ ઓપરેટર્સ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે. ટ્રક અને બસ ટ્રાન્સપોટર્સની હડતાળ લાંબુ ચાલી તો જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડી શકે છે, અને રોજીંદા ઉપયોગની વસ્તુઓના ભાવ વધી શકે છે. દેશભરમાં હડતાળને પગલે અંદાઝે 90 લાખ ટ્રક અને 50 લાખ બસ માર્ગો પર નહીં દોડે. આ હડતાળથી રોજના બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.
0
0
0
s2sdefault