જ્યોતિશાસ્ત્ર મુજબ ઘણા લોકો હસ્તરેખા મુજબ પોતાના ભવિષ્ય અંગે જાણતા હોય છે તો આપણા હાથની હથેળીમાં પણ ઘણી એવી રેખાઓ હોય છે જેનાથી આપણને ફાયદો અને નુકસાન થઇ શકે છે તો આવો જોઇએ કેટલાક એવા ફાયદાઓ...

હથેળીમાં સૂર્ય પર્વત ઉપસેલો હોય અને તેના પર એક સીધી રેખા કોઈ રૂકાવટ કે કટ વગર પસાર થઈ રહી હોય તો આવા લોકોના ભાગ્યમાં સરકારી નોકરીનો યોગ હોય છે. હાથમાં આ રેખા સરકારી ધનલાભ પણ કરાવે છે.

આ પ્રકારે ગુરૂ ગ્રહ પણ સરકારી ક્ષેત્રમાં વધુ લાભ કરાવે છે. જો કોઈ વ્યક્તિની હથેળીમાં ગુરૂ પર્વત પર સૂર્ય પર્વતથી ચાલીને કોઈ રેખા આવી રહી હોય તો તેણે સરકારી ક્ષેત્રમાં કોઈ ઉચ્ચ પદ મળવું લગભગ નક્કી છે. આવા લોકોને સમાજમાં ખૂબ માન-સમ્માન મળે છે.

0
0
0
s2sdefault