હળદરનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ રસોડામાં મસાલા તરીકે અને મંદિરમાં પૂજા સમયે કરવામાં આવે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર હળદરનો ઉપયોગ ગ્રહ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા, ધન પ્રાપ્તિ અને લગ્ન સંબંધિત તકલિફ દૂર કરવામાં પણ કરી શકાય છે. આજે જાણો આવા જ કેટલાક ઉપાયો વિશે જેને કરવાથી ભાગ્યના બંધ દરવાજા તમે ખોલી શકશો.

ઘરમાં હળદર છાંટવાથી શુભતા વધે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે. દર ગુરુવારે સવારે ઘરની સાફ સફાઈ કરી અને દરેક રૂમમાં હળદરવાળું પાણી છાંટો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે.

આ ઉપરાંત જ્યારે કોઈ ખાસ કામ માટે બહાર જવાનું થાય ત્યારે કપાળ પર હળદરનું તિલક અવશ્ય કરવું. જે કામ માટે ઘરેથી નીકળશો તેમાં સફળ અવશ્ય થશો. ઘરમાં જો નાની-નાની વાતમાં કંકાશ થતો હોય તો ઘરની બહારની ચારે તરફ હળદરથી રેખા બનાવી દો. ઘરમાં સુખ-શાંતિ ફરીથી છવાઈ જશે.

માનસિક તાણ જ્યારે વધી જાય તો નહાવાના પાણીમાં 1 ચમચી હળદર ઉમેરી દેવી. આ પ્રયોગ રોજ કરવાથી મન શાંત થવા લાગશે. આ પ્રયોગ એ લોકો પણ કરી શકે છે જેને સતત નકારાત્મક વિચારો આવતાં હોય. હળદરના પાણીથી નહાવાથી ઉગ્ર સ્વભાવ પણ શાંત થાય છે.

0
0
0
s2sdefault