અશુભ ગ્રહોથી મુશ્કેલ સ્થિતિ આવી પડે ત્યારે શુક્ર ગ્રહની મદદ લઈ શકાય. શુક્ર ગ્રહ બુધ, શનિ અને રાહુ સાથે મૈત્રી ધરાવે છે. જો શુક્ર અશુભ થતો હોય તો આર્થિક સ્થિતિ ડામાડોળ બનાવે છે. આવક કરતાં ખર્ચ વધું કરાવે છે. શરીરમાં વાત, પિત્ત, કફ જેવા રોગો આપે છે. કેટલીક વાર ઉદર રોગ, વિકાર અને વીર્ય ક્ષય, આંખોના રોગ પણ આપી શકે છે. જો તમે શુક્ર ગ્રહથી પીડિત હોય તો એક લોટો પાણીથી ભરીને તેમાં બે મોટી ઈલાયચી નાંખીને પાણીને ઉકાળો પછી એ પાણીને ભરેલી ડોલમાં ઉમેરીને તેનાથી નહાવ. તેનાથી શુક્ર શુભ ફળદાયી બને છે.

ઘણી વાર ક્રુર ગ્રહોને બળવાન કરવાને બદલે પણ શુક્રના ઉપાય કરવામાં આવે છે. કારણ કે તેઓ મિત્ર ગ્રહ હોવાથી શુક્ર થકી પણ પાપ ગ્રહના ખરાબ પ્રભાવને ટાળવામાં મદદ લેવાય છે. શુક્રને ઈલાયચી સાથે ગાઢ સંબંધ છે. આ રીતે ઉપાય કરવાથી તેનો લાભ મળે છે.

તમારું વોલેટ ખાલી રહેતું હોય તો તેમાં ચાર દાણાં એલચીનાં નાંખીને રાખો. પૈસા આવતા રહેશે. તમારા કોઈ કાર્ય પૈસા વગર અટકશે નહિં. આ ઉપરાંત કોઈ ગરીબ કે અસહાય કે પછી કિન્નરને એક રૂપિયાના સિક્કાનું દાન કરો સાથે એક લીલી એલાયચી ખવડાવો. જ્યારે પણ અવસર મળે આવું કરતાં રહો.

ઘરમાં પૈસા ટકતાં ન હોય તો પુનમ કે શુક્રવારે લીલી એલાયચીના દાણા પૂજામાં મૂકી પૂજા કર્યા પછી તેને તિજોરીમાં મૂકી દો. તેનાથી ધનની વૃદ્ધિ થશે. જો મનપસંદ જીવનસાથી ન મળતો હોય તો સાત ઈલાયચીના દાણાને કોઈ પીળું વસ્ત્ર લઈ તેમાં બાંધીને પોટકી બનાવી લો. પછી તેને ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને ગુરુવારે અર્પિત કરવી. આમ કરવાથી મનગમતો પતિ મળે છે.

0
0
0
s2sdefault