હિન્દુ ધર્મમાં અલગ અલગ ટોટકાઓ આપવામાં આવેલા છે જેને કરવાથી ગમે તેવી મુશ્કેલીમાંથી ઉગરી શકાય છે. નાગરવેલના પાનને હિન્દુ ધર્મમાં લગભગ તમામ કાર્યો માટે શુભ માનવામાં આવે છે. પૂજા-પાઠથી લઈને કોઈપણ શુભ કાર્યમાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કંદપુરાણ અનુસાર સમુદ્ર મંથન સમયે પહેલીવાર પાનનો ઉપયોગ કરવામાં આવેલ છે. ત્યારથી આ પાન તમામ શુભ કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે.જ્યોતિષ શાસ્ત્રમાં આ લીલા નાગરવેલના પાનને ખુબજ પ્રભાવશાળી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે બુધ ગ્રહનો પાન સાથે ખુબજ નજીકનો સબંધ છે.


આ ઉપાયનો લાભ મેળવવા માટે તમે તમારા ખિસ્સામાં પાન, કાકડી, ધાણા રાખી શકો છો. આને તમારા ઘરથી બહાર નીકળતા પહેલા તમારી પાસે રાખો. માનવામાં આવે છે કે કોઈ પણ કાર્ય માટે નીકળો તમને શુભ ફળ મળશે. ગણેશજીને પાન પર કંસાર રાખીને ચડાવવાથી જીવનમાં રહેલ તમામ સંકટોથી મુક્તી મળે છે. જો તમે પાનનું સેવન કરવાનું ઇચ્છો છો તો આ માટે ગુરૂવારનો દિવસ શુભ છે. આ પાનનુ સેવન કરવાથી આત્મવિશ્વાસ વધે છે.

પાનને તમારા ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી રાખો તેનાથી નકારાત્મકતા ખતમ થઈ જશે. પણ આ પ્રયોગ કરતા પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ પાનને રોજ બદલતા રહો. આ પાન સુકાયા કે ખરી પડેલા ન હોવા જોઈએ.

0
0
0
s2sdefault