જો ઘરમાં લગ્ન લાયક યુવક કે યુવતી હોય અને તેના લગ્નની વાત કોઈ કારણોસર આગળ ન વધતી હોય તો શક્ય છે કે તેની કુંડળીમાં વિવાહના યોગ ન બનતા હોય. તેવામાં વિવાહના યોગને મજબૂત કરવા માટે તમે આ સરળ અને સચોટ એવા પાંચ ઉપાયો અજમાવી શકો છો.

– જો યુવતીના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો તેણે રોજ પાર્વતી ચાલીસાનો પાઠ કરવો અને સોમવારે ભગવાન શંકરનો દૂધથી અભિષેક કરવો.

– શ્રાવણ માસ શરૂ થવાને ગણતરીના જ દિવસો બાકી છે. આ માસના કોઈપણ સોમવાર કે ગુરુવારે દાડમની ડાળખીથી બિલીપત્ર પર ઓમ નમ: શિવાય મંત્ર લખી અને શિવલિંગ પર ચડાવો. સાથે જ આ મંત્રની 21 માળા કરવી, આ ઉપાય 21 સોમવાર કે ગુરુવારે કરવો. તેનાથી વિવાહમાં આવતી બાધાઓ દૂર થઈ જશે.

– જો યુવકોને લગ્ન સંબંધી સમસ્યા નડતી હોય તો તેણે पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीम्। तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम्।। આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વિવાહમાં આવતી તમામ બાધાઓ દૂર થઈ જશે અને થોડા જ સમયમાં સુંદર અને સુયોગ્ય જીવન સંગિની મળી જશે.

– ગુરુવારનું વ્રત રાખવું અને પીળા રંગના વસ્ત્રો પહેરવા. તે દિવસે કેળના મૂળમાંથી એક ટુકડો લાવી તેને પીળા કપડામાં બાંધી અને હાથ પર બાંધી લ્યો.

– જો પરિવારમાં કોઈના લગ્ન થતાં હોય ત્યારે વરરાજા જે પાઘડી પહેરવાના હોય તેને પોતાના માથા પર રાખવી. માનવામાં આવે છે કે આમ કરનારના લગ્ન ઝડપથી થઈ જાય છે.

0
0
0
s2sdefault