દરેકને સુઈ ગયા બાદ રાત્રે હંમેશાં કોઇ ને કોઇ સપનાં આવતા હોય છે. કેટલાક સપનાં એવા હોય છે કે જે તમને સારા લાગે છે અને તમને યાદ રહે છે, જ્યારે બિહામણા સપનાં આવે છે ત્યારે લાગે છે કે આ તમારી સાથે થઇ રહ્યું છે? અને તમે ડરી જાઓ છો. તમને આજે એવા ખાસ ઉપાયો જણાવીએ કે જેનાથી તમે બિહામણા સપનાંઓ અને તેનાથી થતી પરેશાની માંથી છુટકારો પામી શકો છો. તો આવો જાણીએ કે બિહામણા સપનાંઓને પોતાના મગજમાંથી કેવી રીતે કાઢશો. આ ટિપ્સ અપનાવી જુઓ તેનાથી બિહામણા સપનાંમાંથી છુટકારો પામી શકો છો.

રાત્રે સૂતી વખતે પથારીમાં માથા પાસે એક છરી રાખો, જો તમારે છરી ન રાખવી હોય તો તમે લોખંડની અણીદાર વસ્તુ રાખી શકો છો. આમ કરવાથી બિહામણા સપનાંથી છુટકારો મળી જશે. સૂતી વખતે માથા નીચે પીળા ચોખા રાખીને સુવો, ચોખાને પીળા કરવા માટે હળદરનો ઉપયોગ કરો, આમ કરવાથી તમને રાત્રે ખરાબ સપનાં નહીં આવે. રાત્રે સૂતાં પહેલાં એક કપડાંમાં નાની આખી ઇલાયચી બાંધી ઓશિકા નીચે રાખવાથી રાત્રે ઊંઘ સારી આવશે અને ખરાબ સપનાં નહીં આવે.


ઘણી વાર ખરાબ સપનાં જો ન આવે, તો પણ સૂતાં-સૂતાં ચોંકી જવાય છે. તો તે માટે તાંબાનાં વાસણમાં પાણી ભરીને પોતાનાં પલંગની નીચે મૂકો અને સવારે ઊઠયા બાદ તે પાણીને માટીના કુંડામાં નાંખી દો. આમ કરવાથી તમને રાત્રે ખરાબ સપનાં આવશે નહીં, આમ કરવાથી ઊંઘ પણ સારી આવે છે. જો તમારી આદત હોય કે રાત્રે સૂતાં પહેલાં પોતાના જૂતા-ચંપલ પોતાની પથારી નીચે મૂકો છો, તો તેને તત્કાળ બંધ કરી દો. કારણ કે આ તમારા ખરાબ સપનાનું કારણ હોઇ શકે છે, તેથી આમ ન કરો.

રાત્રે બિહામણા સપનાં આવવાનું આ એક કારણ હોઇ શકે છે, તમે જ્યારે સુવો છો ત્યારે પથારીને સાફ કરીને સૂઇ જાઓ, અને સૂતાં પહેલાં પગ ધોઇને સૂઇ જાઓ. મહિલાઓ રાત્રે વાળ ખોલીને ન સુવો. જો તમે ઘેરા રંગનો ચોરસો ઓઢીને સુવો છો, તો આ પણ સમસ્યા હોઇ શકે છે અને તમને રાત્રે બિહામણા સપનાં આવી શકે છે. માટે રાત્રે ઓઢવાનો બ્લેન્કેટ લાઇટ કલરનો પસંદ રાખો.

0
0
0
s2sdefault