બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ ‘બદલા’ 8 માર્ચે એટલે કે આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મની કહાની મર્ડર મિસ્ટ્રી પર આધારિત છે. સુજોય ઘોષના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મને લઈને દર્શકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહો છે. આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મની કહાનીમાં અમિતાભ બચ્ચન એક મર્ડર મિસ્ટ્રીને ઉકેલવાનો પ્રયત્ન કરતા નજરે આવે છે. ફિલ્મનું ટ્રેલર દર્શકોએ ઘણું પસંદ કર્યું હતું. આ આવો જાણીએ આ ફિલ્મ વિશે….

‘બદલા’ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી પર આધારિત છે. આ ફિલ્મની કહાની નૈના(તાપસી પન્નુ) સંબંધીત છે. એક દિવસ અચાનક નૈનાના પતિ અર્જુનનું મર્ડર થઈ જાય છે અને મોતનો આરોપ નૈના પર લાગે છે. જેના પછી આ મર્ડર મિસ્ટ્રીને ઉકેલવા માટે અમિતાભ બચ્ચનની એન્ટ્રી થાય છે. અમિતાભ બચ્ચન તાપસી પન્નુથી માત્ર ત્રણ સવાલ પૂછે છે. આ જ ત્રણ સવાલો પર છે ફિલ્મ ‘બદલા’.

બદલા ફિલ્મમાં અમિતાભ અને તાપસીની એક્ટિંગ જબરદસ્ત છે. જ્યારે ફિલ્મમાં અમિતાભ બચ્ચનના ડાયલોગ પણ દમદાર છે. આ ફિલ્મમાં મર્ડર મિસ્ટ્રી અંત સુધી જોવા મળે છે કે આખરે આરોપી કૌન હોય છે? દર્શકો મુજબ ફિલ્મનો પહેલો પાર્ટ જબરદસ્ત છે. જ્યારે બીજા પાર્ટમાં પણ કેટલાક રાજ ખુલે છે. આ ફિલ્મમાં ભરપૂર ટર્ન અને ટ્વિસ્ટ પણ છે અને ફિલ્મનું ક્લાઇમેક્સ પણ તમે મિસ કરવા નહીં માંગો. ફિલ્મના ગીતો પણ સરસ છે. તમને બતાવી દઈએ કે આ ફિલ્મના પ્રોડ્યુસર શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના રિવ્યૂ જોઈને લાગી રહ્યું છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે.

 

0
0
0
s2sdefault