બોલીવુડ એક્ટર ઋષિ કપૂર એ કલાકારોમાં સ્થાન પામે છે જેમની એક્ટીંગની કળા ગળથુથીમાં મળી છે. ઋષિ કપુર આ સાથે સાથે સ્પષ્ટ વક્તા પણ છે. છેલ્લા કેટલાક સમયથી ઋષિ કપૂરનો અમેરિકામાં ઇલાજ ચાલી રહ્યો છે. હાલ ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસી ગયા છે. નાપાક તેની હરકતોથી બાજ આવતુ નથી અને આતંકવાદ જેવા મુદ્દા પર ભારત સામે લડી રહ્યુ છે. 14મી ફેબ્રુઆરીએ જ્યારે પુલવામા BSFના જવાનો પર આતંકવાદી હુમલો થયો ત્યારે 40 ભારતીય જવાનો શહીદો થયા હતા.

સમગ્ર દેશમાં જ નહી સમગ્ર દુનિયામાં આના પડઘમ વાગી રહ્યા છે. ભારત પાકિસ્તાન મુદ્દાને લઈને ઋષિ કપૂરે અંતે ટ્વીટ કરીને ભારત-પાક મુદે પોતાના વિચારો રજૂ કર્યા છે. ઋષિ કપૂરે કહ્યુ કે આતંકવાદને મૂળથી ઉખેડી દેવુ જોઈએ. પાકિસ્તાને ભારત સાથે હાથ મિલાવી દેવા જોઈએ. ઋષિ કપૂરે અરૂણ જેટલીની હાંમા હા મેળવી રહ્યા છે.

 

ઋષિએ લખ્યુ કે અરૂણ જેટલીની વાત સાથે સહમત છુ. જો પાકિસ્તાન ખરેખર આતંકવાદને જડમૂળથી ઉખેડવા માંગે છે તો તેણે ભારતની સાથે હાથ મિલાવી દેવો જોઈએ. ભારત કે પાકિસ્તાન કોઈ પોતાના નાગરિકનું ખરાબ ઈચ્છતી નથી. ઋષિ કપૂરે લખ્યુ છે કે જો ઈમરાન ખાન આવુ ન ઇચ્છે તો પાકિસ્તાની સેનાએ કે ISI આવુ કરવું જોઈએ.

 

0
0
0
s2sdefault