બોલીવુડ એક્ટર વરૂણ ધવન પોતાના પ્રશંસકો સાથે હંમેશા પ્રેમથી વર્તે છે. જ્યારે જ્યારે વરૂણને ટાઈમ મળે ત્યારે ત્યારે તે પ્રશંસકોને મળવા પહોંચી જાય છે. પણ ગયા શુક્રવારે વરૂણ ધવનની એક ફીમેલ પ્રશંસકે એવું કર્યુ કે સૌને ચોંકાવી દીધા હતા. એનું કારણ માત્ર એટલું જ હતુ કે વરૂણે મળવાની ના કહી હતી આ કારણે તે ખુબજ ભડકી હતી.

વાત જાણે એમછે કે વરૂણ ધવન હાલ કલંક ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન શુક્રવારે તેની એક ફિમેલ ફ્રેંડ પહોંચી ગઈ હતી વરૂણને મળવા. વાત એટલી વધી ગઈ કે ફીમેલ ફેને વરૂણની ગર્લફ્રેન્ડ નતાશાને જાનથી મારી નાંખવાની ધમકી આપી દીધી.

આ તમામ મામલા અંગે વરૂણની સિક્યોરિટી ટીમે જણાવ્યુ કે આમતો વરૂણ સર હંમેશા તેના પ્રશંસકોને મળે છે. છેલ્લા કેટલાક સમયથી વરૂણ ખુબજ વ્યસ્ત છે તેની ફિલ્મનું પ્રમોશન ચાલી રહ્યું છે. આજ કારણે વરૂણે તેની આ ફેનને મળવાની ના કહી તો તે ખુબજ ભડકી ઉઠી અને હંગામો કર્યો હતો. પહેલાં તેણે ધમકી આપી પછી પોતાની જાતને જ નુકસાન પહોંચાડવા લાગી. પછી કહ્યુ કે હું નતાશાને જાનથી મારી નાખીશ.

સિક્યોરિટીએ જણાવ્યુ કે ફેન્સ હંમેશા એક્ટર્સ માટે સારો બિહેવ કરતા હોય છે પણ આ પ્રશંસકે ભારે હોબાળો મચાવ્યો હતો. જ્યારે સિક્યોરિટીએ તેને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે નતાશાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મામલાની ગંભીરતાને જોતાં શાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં મહિલા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જો કે હજુ સુધી વરૂણ તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી.

હાલ વરૂણ તેની ફિલ્મ કલંકના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા, આદિત્ય કપૂર, માધુરી દિક્ષીત, સંજય દત્ત મુખ્ય રોલ નિભાવી રહ્યા છે. આ ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થવાની છે.

0
0
0
s2sdefault