ગત વર્ષે નવેમ્બરમાં લગ્ન બાદ બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ કેસરી રંગનો દુપટ્ટો પહેરી એક તસવીર વાયરલ થઇ રહી છે. આ દુપટ્ટા પર ‘Vote for BJP’ અને ‘Vote For BJP N Modi’ લખ્યું છે. જેમા તે બીજેપી માટે વોટ માંગી રહ્યા છે. આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. જાણો આખરે શુ છે હકીકત?

રણવીર અને દીપિકાનો એક ફોટો ફેસબુક પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ફોટામાં બન્નેએ કેસરી રંગનુ ખેસ ઓઢી રાખ્યો છે. ખેસ પર લખ્યું છે ‘vote for BJP’. આ ફોટોને ફોટોને ફેસબુક પર એક યુઝર પર શેર કરવામાં આવ્યો છે. આ તસવીર દ્વારા લોકોથી બીજેપી માટે વોટ આપવાની અપીલ કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે આ તસવીર અસલી નથી પરંતુ તેને ફોટોશોપ કરવામાં આવી છે. આ તસવીર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન બાદની છે. જ્યારે તે મુંબઇના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ બાપ્પાના દર્શન કરવા ગયા હતા. પરંતુ તેને ફોટોશોપમાં એડીટ કરીને ચૂંટણીના પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવી રહી છે. જોકે, એડીટેડ તસવીરને બીજેપીના અધિકારીક સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી નથી.

દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલ ‘છપાક’ની શુટિંગમાં વ્યસ્ત છે. જ્યારે રણવીર સિંહ હાલ કપિલ દેવની બાયોપિક ’83’માં ખૂબ મહેનત કરી રહ્યો છે.

0
0
0
s2sdefault