અમદાવાદ સહિત ગુજરાતભરમાં યુવા લોકોએ ખાસ કરીને પ્રેમીપંખીડાઓએ વેલેન્ટાઇન ડેની ભારે ઉત્સાહ અને રોમેન્ટીક મૂડમાં ઉજવણી કરી હતી. પ્રેમીઓએ એકબીજાને લવ કાર્ડ, લવ વોચ, ગોગલ્સ, લવ બેલ્ટ, લવ ડોલ, કોલેજ બેગ, ચોકલેટ, ટેડી બેર અને ફેન્સી રોઝ સહિતની ગીફ્ટ અને આકર્ષણોથી પોતાના પ્રેમની અભિવ્યકિત કરી હતી.

0
0
0
s2sdefault

સામગ્રી

100 ગ્રામ પનીર

100 ગ્રામ વટાણા

2 ડુંગળી

7 કાજુ

7 કળી લસણ, કટકો આદું

1/2 ઝૂડી લીલા ધાણા

5 ટેબલસ્પૂન ટોમેટો પ્યુરે

1 ટીસ્પૂન પંજાબી ગરમ મસાલો

2  ચમચીઘી

સ્વાદાનુસાર મીઠું

1 ચમચી મરચું

1/2 ચમચી હળદર

1/2 ચમચી ધાણાજીરૂ

1/2 ચમચી કેસરી  રંગ

બનાવવાની રીત 

પનીરના નાના કટકા કરી લેવાં. એક કપમાં પાણી અને કેસરી રંગ મિક્સ કરી તેમાં પનીરના કટકા પલાળી રાખવા. ડુંગળીનું છીણ કરી લો હવે વટાણાને બાફવા-લસણ-આદુની પેસ્ટ બનાવવી લો

હવે એક વાસણમાં ઘી મૂકી, ડુંગળીનું છીણ સાંતળી લો. ત્યાર પછી તેમાં ટામેટાની ગ્રેવી નાંખી સાંતળવું. તેમાં વટાણા, પનીરના કટકા, આદું-લસણની પેસ્ટ, મીઠું, હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો નાંખવો. બરાબર મિક્સ થઈ જાય એટલે ઉતારી, બાઉલમાં કાઢી, તળેલા કાજુના કટકા અને લીલાધાણા નાંખી સજાવટ કરવી.

0
0
0
s2sdefault

ખાસ કરીને લોકો ભાગમદોડમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યન રાખી શકતા નથી. જેમાથી એક એડીનો દુખાવો. પુરૂષ હોય કે મહિલા દરેક લકોને એડીનો દુખાવો થાય છે. જેના ઘણાં બધા કારણ હોય શકે છે. જેમ કે, ઉંચી હિલ્સના સેન્ડલ પહેરવા, પગનું હાડકું વધવું,પોષક તત્વની ઉણપ, વજનનું વધવુ જેવા કારણ હોય છે. પગમાં કુલ 26 હાડકાં હોય છે. જેમાથી એક હાડકું સૌથી મોટું હોય છે. જે કુદરતી રીતે શરીરનો ભાર ઉઠાવવામાં સક્ષમ હોય છે. જેનાથી આપણે સહેલાઇથી હરીફરી શકતા નથી. ઇજા કે અન્ય કારણસર પણ તેમા દુખાવો થવા લાગે છે. આવો જોઇએ તેના કારણ અને દુખાવાથી કેવી રીતે મળી શકે છે છૂટકારો..

એડીમાં દુખાવાના કારણ

ઉંચી એડીના સેન્ડલ

પગમાં મોચ આવવી

ટાઇટ ફૂટવેર પહેરવા

ઉંઘની ગોળીનું વધારે સેવન

ડાયાબિટિઝ કે સ્થૂળતા

શરીરમાં પોષક તત્વની ઉણપ

પગનું હાડકું વધી જવું

વધારે સમય ઉભુ રહેવું

ઉપાય

પગમાં દુખાવો થવા પર શરૂઆતમાં તેની પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. નહીતર આ દુખાવો વધી પણ શકે છે.

એડીમાં દુખાવો થવા પર હાઇ હીલ પહેરવાનું બંધ કરો.જેનાથી પગમાં આરામ મળશે.

દુખાવા વાળી જગ્યા પર બરફ ઘસવાથી ઘણો લાભ મળે છે. દિવસમાં 3-4 વખત 15-20 મિનિટ માટે પગ પર બરફ લગાવવો જોઇએ.

વ્યાયામ, સાયકલિંગ અને સ્વિમિંગ કરવાથી પગના હાડકા મજબૂત બને છે.

દિવસમાં 1 વાર એક ચમચી દૂધની સાથે એક ચમચી અશ્વગંધાનું ચૂર્ણ મિક્સ કરીને સેવન કરો.તે બાદ એક કપ ગરમ દૂધ પી લો.

એલોવેરા, આદુ અને કાળા તલ મિક્સ કરીને એડી પર લગાવાથી રાહત મળ છે.

0
0
0
s2sdefault

1-2 કપ છીણેલુ ગાજર

4-5 ચમચી દૂધ

1 ચમચી ઘી 

6-7 ચમચી ખાંડ

6-7 ચમચી કંડૈસ્ડ મિલ્ક અથવા તાજી મલાઈ

4-5 ચમચી દૂધનો પાવડર

2 ચમચી ડ્રાયફ્રૂટસ સમારેલા. 

બનાવવાની રીત 

સૌ પહેલા માઈક્રોવેવ ઓન કરીને 20 સેકંડ ખાલી ચલાવો જેથી થોડું ગરમ થઈ જાય. પછી કાચના બાઉલમાં છીણેલુ ગાજર અને દૂધ મિક્સ કરો. તેને 4-5 મિનિટ માઈક્રો કરો. હવે ગ્લાસ બાઉલમાં મુકેલા દૂધને ઘટ્ટ થવા દો. એક ચમચી ઘી, 6-7 ચમચી ખાંડ અને 6-7 ચમચી કંડેનસ્ડ મિલ્ક બાઉલમાં નાખીને ફરીથી 4-5 મિનિટ સુધી ઢાંકીને માઈક્રો કરો. વચ્ચે વચ્ચે માઈક્રોનુ ઢાંકણ ખોલીને મિશ્રણને હલાવતા રહો. ખાંડ પાણી છોડશે તેથી તેને સુકવવુ પણ જરૂરી છે. ટેસ્ટ વધારવા માટે મિલ્ક પાવડર નાખો અને બહાર કાઢીને ડ્રાય-ફ્રૂટ્સથી સજાવો અને સર્વ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ ગાજરનો હલવો.

0
0
0
s2sdefault100 ગ્રામ ગુંદર

400 ગ્રામ ઘી

250 ગ્રામ અડદની દાળ (8 કલાક પલાળેલી)

100 ગ્રામ બદામની કતરણ

ક100 ગ્રામ કાજૂ 

100 ગ્રામ ખારેક 

100  ગ્રામ છીણેલું કોપરુ

250 ગ્રામ દળેલી ખાંડ

200 ગ્રામ ગોળ

20 ગ્રામ ખસખસ

10 ગ્રામ ઇલાયચી

20 ગ્રામ સૂંઠનો પાવડર

બનાવવાની રીત 

સૌ પ્રથમ અડદની દાળનું પાણી નિતારી તેને પેપર પર સુકવી દો. ગુંદરના નાના-નાના ટુકડા કરીને 2-3 કલાક તેને તડકામાં મુકો. કઢાઇમાં ઘી ગરમ કરો અને તેમા ગુંદર નાખીને તળો. જ્યારે તે ફુલીને ડબલ થઈ જાય ત્યારે કાઢી લો. હવે ઘીમાં બદામ, કાજુ, અને ખારેકને થોડા-થોડા તળીને કાઢી લો. અને મિક્સરમાં ફેરવી લો, કરકરા રહેવા જોઈએ, લોટ જેવા ન વાટો. અડદની દાળ ઉપરથી કોરી થઈ જાય કે મિક્સરમાં દળી લો અને બચેલા ઘીમાં અડદનો લોટ ધીમાં ગેસ પર 15-20 મિનિટ સુધી શેકો. હવે આ શેકેલા લોટમાં બદામ, ખારેક, કોપરું, કાજુ, ગુંદર, અને દળેલી ખાંડ નાખીને સારી રીતે ભેળવી લો. થોડાક ઘીમાં સૂંઠ શેકીને દાળના મિશ્રણમાં નાખો. બે ચમચી ઘીમાં ગોળને ઝીણો વાટી ઓગાળી લો અને ગોળ ફુલે કે તરત લોટમાં મિક્સ કરો. ઈલાયચી પાવડર મિક્સ કરો. દળેલી ખાંડ પણ મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. લાડુ બનાવી લો. લાડુ ન વળે તો તેમા અડધો કપ ઘી અથવા દૂધ નાખીને લાડુ બનાવો. 

0
0
0
s2sdefault

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે.જેથી સ્વાસ્થ્યની સાથે-સાથે સુંદરતાને લગતી સમસ્યાઓ પણ થવા લાગે છે. જેમાથી એક ખરતા વાળની સમસ્યા છે. જેને લઇને તમારી પર્સનાલીટી પર ખરાબ અસર પડે છે. ખરતા વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમારે વાળની યોગ્ય દેખરેખ કરવી જરૂરીછે. વાળ ખરતા રોકવા માટે ઘરેલું નુસખા અપનાવી શકાય છે. આમ પણ પ્રાકૃતિક ઉપચાર જ ઉત્તમ ઉપચાર હોય છે એવામાં કેટલાક ઘરેલું ઉપચારથી કોઇ  સાઇડ ઇફેક્ટ થતી નથી. તો આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપચાર જણાવીશું. 

ખરતા વાળની સમસ્યા અટકાવવા માટેના ઘરેલુ નુસખા 

મહેદી લગાવો 

વાળને મજબૂત કરવા અને તેને તૂટતા અટકાવવા તમારે વાળને ભરપુર પોષણ આપવું જોઇએ અને આ માટે તમારે વાળમાં મહેંદી લગાવવી જોઇએ. તમે ઇચ્છો તો મહેંદીમાં ઈંડું પણ ઉમેરી શકો છો.

માલિશ જરૂરી છે 

વાળમાં જીવ ફૂંકવા માટે તેમાં તેલની માલિશ કરવી પણ જરૂરી છે. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછી એકવાર એક કલાક સુધી વાળની સારી રીતે માલિશ કરો અને સ્કાલ્પ પર હલકા હાથે તેલ લગાવો જેથી વાળના મૂળ સુધી તેલ પહોંચી શકે.

દહીં લગાવો 

વાળને પોષણ આપવા માટે દહીંનો ઉપયોગ પણ ઉત્તમ માર્ગ છે. આ માટે વાળ ધોતા પહેલા ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા વાળમાં દહીં લગાવવું. તમે ઇચ્છો તો તેમાં લીંબુનો રસ ઉમેરી શકો છો. દહીંને વાળમાં સારી રીતે લગાવી સૂકાવા દો. આનાથી વાળમાં ચમક આવશે અને તેમાં જીવ જળવાઇ રહેશે.

ઈંડામાંથી મળશે ભરપુર પોષણ 

ઈંડા ખાવાથી જ તમારા સ્વાસ્થ્યને લાભ મળે છે એ જ રીતે ઈંડુ વાળને પણ પોષણ આપે છે. વાળ ધોવાના એક કલાક પહેલા તમે ઈંડાને વાળમાં લગાવો. તમે ઇચ્છો તો ઈંડામાં દહીંનો ઉપયોગ પણ કરી શકો છો કે ઉપર જણાવ્યું તે પ્રમાણે મહેંદી ઉમેરી શકો છો.

0
0
0
s2sdefault

વાતાવરણ બદલાવવાના કારણે સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થવા લાગે છે. તો કેટલાક લોકોને સાંધાના દુખાવો થાય છે. જે અસહનીય હોય છે. પહેલા સાંધાનો દુખાવો વધતી ઉંમરના લોકોમાં જોવા મળતો હતો. પરંતુ બદલાતી લાઇફસ્ટાઇલને લઇને દરેક લોકોને આ સમસ્યા થાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમે ખૂબ દવાઓનું સેવન કરો છો. એવામા કેટલાક એવા ઘરેલું નુસખા છે. જેની મદદથી તમે સાંધાના દુખાવાથી રાહત મેળવી શકો છો.

કપૂરનું તેલ

કપૂરનું તેલ શરીરના રક્ત સંચાર યોગ્ય રાખે છે. શરીરના કોઇપણ અંગમાં દુખાવો થતો હોય તો કપૂરના તેલથી મસાજ કરવાથી રાહત મળે છે. તેમજ હાડકામાં થતો દુખાવો પણ દૂર થાય છે અને સાંધાના દુખાવાથી કાયમ માટે રાહત મળી શકે છે.

એરંડીનું તેલ 

એરંડીના તેલથી માલિશ કરવાથી હાડકાનો દુખાવો દૂર રહે છે. આ તેલથી માલિશ કરવાથી દુખાવાની સાથે-સાથે સૂજન પણ ઓછી થાય છે. જો તમને પણ સાંદામાં દુખાવો રહે છે તો તમે અઠવાડિયામાં બે વાર આ તેલથી મસાજ કરી શકો છો.

આદુ – હળદર

બે કપ પાણીને બરાબર ઉકાળી લો. તે બાદ તેમા હળદર અને આદુને પાણીમાં ઉમેરો. હવે તેને 15 મિનિટ સુધી ઉકાળો. આ પેસ્ટને દિવસમાં ઓછામાં ઓછા બે વાર પીઓ. જેનાથી સાંધાનો દુખાવો દૂર રહે છે.

0
0
0
s2sdefault
<દેશભરના ટ્રક અને બસ ઓપરેટર્સ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે. ટ્રક અને બસ ટ્રાન્સપોટર્સની હડતાળ લાંબુ ચાલી તો જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડી શકે છે, અને રોજીંદા ઉપયોગની વસ્તુઓના ભાવ વધી શકે છે. દેશભરમાં હડતાળને પગલે અંદાઝે 90 લાખ ટ્રક અને 50 લાખ બસ માર્ગો પર નહીં દોડે. આ હડતાળથી રોજના બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.