છોકરીઓ પોતાના હોઠ પરના વાળ દૂર કરવા માટે પાર્લરમાં જતી હોય છે પરંતુ તેને કેટલીક નેચરલ રીતે પણ હટાવી શકાય છે. ચાલો તો આજે અમે તમને જણાવીએ એ પ્રાકૃતિક રીતો વિશે.

1. જો તમે હોઠ પરના વાળને નિકાળવા ઇચ્છો છો તો તમે હેર રિમૂવરનો ઉપયોગ કરો. ક્રીમને એ જગ્યા પર લગાવો જ્યાં વાળ છે અને થોડાક સમય પછી રૂ થી હટાવી લો. તમને થોડું બળશે એટલે એમાં થોડી હળદરની પેસ્ટ લગાવો જેનાથી બળતરા ઓછી થઇ જશે.

2. બીટનો અથવા ગાજરનો જ્યૂસ તાજા દૂધ સાથે મિક્સ કરીનો તેનો પેક બનાવી લો, અને તેનાથી તમારા હોઠ પર માલીશ કરો. આશરે 10 મિનીટ પછી તેને ઠંડા પાણીથી ધોઇને સાફ કરી લો. આવું કરવાથી વાળ આવવાનું ઓછું થઇ જશે. આ સાથે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું પડશે.

3. રાત્રે ઊંઘતા પહેલા મધ અને હળદરને મિક્સ કરીને જ્યાં વાળ ઊગી રહ્યા છે ત્યાં લગાવો. તેનાથી ત્યાં વાળ ઊગવાનું ઓછું થઇ જશે.

આટલી વાતોનું રાખો ધ્યાન
થ્રેડિંગ હંમેશા અનુભવી બ્યૂટિશયન સાથે જ કરાવો
વાળને નિકાળવા માટે કેમિકલ યુક્ત હેર બ્લીચનો ઉપયોગ તો કરશો જ નહીં.
હંમેશા પ્રાકૃતિક ઉત્પાદનો નો જ ઉપયોગ કરો.
જો તમે પાર્લરમાં થ્રેડિંગ કરાવતા હોવ તો તેને હોઠ પર ક્રિમ લગાવવા માટે જરૂરથી કહો

0
0
0
s2sdefault