વેલેન્ટાઇન ડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. શહેરમાં ખાસ કરીને કોલે‌જીયનોમાં એક સપ્તાહથી શરૂ થઇ ગઇ છે, જેમાં તા.૭ ફેબ્રુઆરીથી લઇને તા.૧૪ ફેબ્રુઆરી સુધી દરરોજ વિવિધ ડેની ઉજવણી યુવા વર્ગ કરે છે, જેમાં સૌપ્રથમ તા.૭ ને ગુરુવારે રોઝ ડે ઊજવાયા બાદ શુક્રવારે પ્રપોઝ ડેની ઉજવણી કરવામાં આવશે.

વેલેન્ટાઇન ડેને યાદગાર બનાવવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વેલેન્ટાઇન ડેના દિવસે શુભ મુહૂર્ત હોવાના લીધે ઠેર ઠેર લગ્ન પણ યોજાશે. આ દિવસે પ્રેમીઓ વચ્ચે ‌િગફ્ટની આપલે થાય છે. વેલેન્ટાઈન ડેને લોકો જુદી જુદી રીતે મનાવીને ઉજવણી કરે છે. વેલેન્ટાઈન ડેના એક સપ્તાહ પહેલાં જ ‌ગિફ્ટ બજારની બોલબાલા જોવા મળે છે. જ્વેલરી, ફ્લાવર્સ, ટેડીબેર્સ, ચોકલેટ અને અન્ય ‌િગફ્ટ માટે ખાસ કાઉન્ટર બનાવવામાં આવે છે.

વેલેન્ટાઈન ડેના પ્રસંગે લવ સોંગ્સની પણ બોલબાલા રહે છે. લવ કાર્ડ, લવ વોચ, ગોગલ્સ, લવ બેલ્ટ, મેસેજ બાટલ, કેપ, લવ ડોલ, કોલેજ બેગ, ચોકલેટ, ટેડી અને ફેન્સી રોઝ તો ખરા જ. ઠેર ઠેર આજે વેલેન્ટાઇન ડેની રોનક જોવા મળી રહી છે. મોટા ભાગનાં લગ્નમાં વેલેન્ટાઇન્સ સ્પેશિયલ મેરેજ કેક કટિંગ થાય છે. શહેરમાં કેક શોપમાં સ્પેશિયલ વેલેન્ટાઇન્સ કેકના ઓર્ડર બુક થઇ ગયા છે. સરપ્રાઇઝ ગિફ્ટ, સરપ્રાઇઝ પાર્ટી, સરપ્રાઇઝ લંચ, ‌િડનર એરેન્જ થઇ ચૂક્યાં છે. હાર્ટ શેપમાં સ્પેશિયલ કપ ફેક્સ, પેસ્ટ્રીઝ, આઈ લવ યુ ચોકલેટ વગેરે જુદી જુદી ફ્લેવર્સ સાથે બેકરી શોપમાં ગોઠવાઈ ગયાં છે. પ્રેમના પ્રતીક સમા ગુલાબની માગ ચાર ગણી વધી છે. પ્રેમીઓ માટે વેલેન્ટાઇન ડે અને વસંતપંચમી બંને દિવસ ખાસ માનવામાં આવે છે. આ ૧૪ ફેબ્રુઆરીની ઉજવણી પૂર્વે શહેરમાં ખાસ તો યુવા વર્ગ કોલેજ કેમ્પસમાં દરરોજ વિવિધ ડેની ઉજવણી કરી રહ્યાં છે.

 

0
0
0
s2sdefault