અમદાવાદ સહિત ગુજરાતભરમાં યુવા લોકોએ ખાસ કરીને પ્રેમીપંખીડાઓએ વેલેન્ટાઇન ડેની ભારે ઉત્સાહ અને રોમેન્ટીક મૂડમાં ઉજવણી કરી હતી. પ્રેમીઓએ એકબીજાને લવ કાર્ડ, લવ વોચ, ગોગલ્સ, લવ બેલ્ટ, લવ ડોલ, કોલેજ બેગ, ચોકલેટ, ટેડી બેર અને ફેન્સી રોઝ સહિતની ગીફ્ટ અને આકર્ષણોથી પોતાના પ્રેમની અભિવ્યકિત કરી હતી.

 

ત્યારે અમદાવાદના થલતેજ ખાતે વેલેન્ટાઇન ડેને લઇને ખાસ ચોકલેટ બનાવવામાં આવી હતી. આ ચોકલેટ અન્ય ચોકલેટથી તદ્દન અલગ છે. જે જોઇને તમારું મન પણ લલચાઇ જશે. આ ચોકલેટ શિલ્પાબેન દ્વારા બનાવવામાં આવી હતી. જેમા તેમને અલગ-અલગ ચોકલેટ બનાવી છે. જેમા ચોકલેટમાંથી બાર્બી ડોલ, ટેડી બિઅર, કપલ, ચોકલેટનું બુકે સહિતની ચોકલેટની ગિફ્ટો બનાવી છે.

 
છેલ્લા ઘણા સમયથી શિલ્પા બેન આ પ્રકારની અવનવી ચોકલેટ બનાવો છે. આ વર્ષે પણ વેલેન્ટાઇન ડેના દિવસે મોટી સંખ્યામાં આ ચોકલેટનું વેચાણ થયું હતું. લોકોએ હર્ષોસ્સાલ પૂર્વક ઉજવણી કરી છે.

0
0
0
s2sdefault