યોગ્ય રીતે ઉઠવા કે બેસવામાં ન આવે તો કેટલીક વખત હાથ-પગની નસો ચઢી જાય છે. જેના કારણથી વ્યક્તિને ખૂબ દુખાવાનો અનુભવ થવા લાગે છે. જો તમે પણ હાથ-પગની નસ ચઢવા પર દુખાવાથી પરેશાન થઇ જાવ છો તો તમે આ સહેલા ઉપાયથી ચપટીમાં દુખાવો દૂર કરી શકો છો અને તમને થઇ રહેલા દુખાવામાં પણ રાહત મળી શકે છે.

- તમને જાણીને હેરાની થશે નસ ચઢી જવા પર મીઠાનો એક સહેલો ઉપાય તમને થોડીક જ સેકન્ડમાં રાહત અપાવી શકે છે. જેના માટે જ્યારે પણ તમને નસ ચઢી જાય તો તમે એક ચપટી મીઠું ચાટી લો. તે સિવાય દુખાવા વાળી જગ્યા પર બરફની લગાવવાથી પણ ઝડપથી આરામ મળે છે.

- મીઠા સિવાય તમે કેળાનું પણ સેવન કરી શકો છો. કેળાના સેવનથી દુખાવામાં રાહત મળે છે. તમે વિચારી રહ્યા હશો કે કેળાથી દુખાવો કેવી રીતે દૂર થઇ શકે છે. તો કેળામાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમના કારણે આ દુખાવામાં રાહત મળી શકે છે.

- તે સિવાય તમે એક વધુ ઉપાય અજમાવી શકો છો. જેના પગ પર નસ ચઢી ગઇ છે તે તરફના હાથની વચ્ચેની આંગળીના નખની નીચેના ભાગથી દબાવો અને છોડી દો. આવું ત્યાં સુધી કરો જ્યાં સુધી દુખાવો ઓછો ન થાય.

 

0
0
0
s2sdefault