આજકાલ ઘણી મહિલાઓ છે જે અનેક સમસ્યાઓથી પરેશાન રહે છે. જેમાથી એક છે પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ આવવી. ખાસ કરીને આ સમસ્યાઓ યુવતીઓ કોઇની પણ સાથે શેર કરી શકતી નથી અને તે આ સમસ્યાને લઇને ઘણી વખત શરમ અનુભવે છે. તો આજે અમે તમારા માટે કેટલાક એવા સહેલા ઉપાય લઇને આવ્યા છીએ. જેનાથી આ સમસ્યાથી તમે છૂટકારો મેળવી શકો છો.


1) ફંગલ ઇન્ફેક્શન, કોસ્મેટિકછી એલર્જી, કપડાથી એલર્જી અને અન્ય ઉત્પાદનોથી એલર્જી થવી બહુ મોટું કારણ છે. તે સિવાય અસામાન્ય કારણોમાં યૌન સંચારિત રોગ અને સાઇકલિંગ અને જોગિંગ જેવી ગતિવિઘિઓ પણ સામેલ છે. તે સિવાય સોરાયસિસ, એક્જિમા અને ઇમ્પેટિગો જેવી ત્વચા સંબંધી બિમારીઓના કારણે પણ દાદર જેવી સમસ્યા થઇ શકે છે.

2) કોથમીર ભોજનમાં સ્વાદ અને સુંગંધ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સ્વાસ્થ્યને લાભ પહોંચાડવા માટે તે અન્ય રીતે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

3) લીલી કોથમીરના પાનને પીસીને પેસ્ટ બનાવી લો. તેને 20 મિનિટ દાદર થયું ત્યા લગાવી રાખો. તે બાદ તેને ઠંડા પાણીથી ધોઇને સાફ કરી લો.

4) તમે જાણો છો કે આંબળા ખાવાથી કેટલીક બિમારીઓ સારી થાય છે. તો આંબળાની ઠરિયાને તમે સળગાવીને પીસી લો અને તેમા નારિયેલનું તેલ મિક્સ કરીને ખંજવાળ આવતી હોય ત્યાં લગાવવાથી બે દિવસમાં આ સમસ્યાથી રાહત મળી જશે.
5) ફુદીનાની ચા ત્વચાના કોઇપણ ભાગ પર થનારા દાદર માટે ખૂબ લાભકારી છે. તે ત્વચામાં થનારી જ્વલનને ઓછી કરે છે.જેના માટે ફુદીનાની ટી બેગને પાણીમાં પલાળીને પ્રભાવિત જગ્યા પર ઉપયોગ કરવો જોઇએ.

0
0
0
s2sdefault