નિયમિતપૂર્ણ ગાજર ખાવાથી સ્‍ત્રીઓમાં બ્રેસ્‍ટ-કેન્‍સરનું જોખમ 60 ટકા જેટલું ઓછુ થઇ જાય છે. ગાજરમાં બીટા કેરોટિન નામનું પિગમેન્‍ટ આવેલું હોય છે, જે ફળો અને શાકભાજીને એનો એકદમ ચળકતો રંગ આપે છે. આ બીટા કેરોટિનમાં સરક્ષણાત્‍મક પ્રભાવ રહેલો છે જે કેન્‍સરનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી દે છે.

તમને જણાવી દઇએ કે, બાટી કેરોટિન પાલક, લાલ કેપ્‍સિકમ, કેરી વગેરેમાં પુષ્‍કળ પ્રમાણમાં રહેલું હોય છે. આ તારણ પર પહોંચવા માટે સંશોધકોએ સમગ્ર યુરોપની 1500 બ્રેસ્‍ટ-કેન્‍સરથી પીડિત અને 1500 તંદુરસ્‍ત સ્‍ત્રીઓનો તથા તેમના ડાયટનો અભ્‍યાસ કર્યો હતો. વિટામિન સી અને લાઇકોપેન જેવા તત્‍વો પણ શરીરને કેન્‍સરના ઉપદ્રવથી દુર રાખે છે.

ઉલ્લેખનીય છે કે, બ્રેસ્ટ કેન્સર એ મહિલાઓમાં જોવા મળતા કેન્સરનો સૌથી જાણીતો પ્રકાર છે અને મહિલાઓમાં કેન્સરને કારણે મૃત્યુની બાબતે તે બીજા ક્રમનું સૌથી મોટું કારણ છે. મહિલાના જીવનકાળમાં 9ની સામે 1 કિસ્સામાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ રહેલું છે. જો પરિવારમાં ભૂતકાળમાં કોઈને સ્તન કેન્સર થયું હોય ખાસ કરીને નિકટના સ્વજનોમાં તો સ્તન કેન્સર થવાની સંભાવના વધી જાય છે. જો કે યોગ્ય ટ્રીટમેન્ટ દ્વારા આ રોગને ઠીક કરી શકાય છે

0
0
0
s2sdefault