કબજિયાત એક એવી સમસ્યા છે જેને મોટાભાગના લોકો મજાક ઉડાવતા હોય છે પરંતુ જે લોકો આ સમસ્યાથી પીડાય છે તેમને કબજિયાતને કારણે અનેક સમસ્યાઓ ભોગવવી પડતી હોય છે.

કબજિયાતનું થવાનું કારણ અને કેટલીક ભુલો

ઓછું પાણી પીવું અથવા ડિહાઈડ્રેશન

મળત્યાગ સરળતાથી થાય તે માટે પાણી પીવું અત્યંત જરૂરી છે. જો શરીરને પૂરતું પ્રવાહી નહીં મળે તો મળત્યાગમાં મુશ્કેલી સર્જાશે. જો કોઈ વ્યક્તિ જરૂરિયાતથી ઓછું પાણી પીવે છે તો શરીર પોતાના સંસાધનો દ્વારા તેની પૂર્તિ કરવા લાગે છે. તમારું શરીર બધાં જ સ્ત્રોતોથી પાણી શોષિત કરીને ક્ષતિપૂર્તિ કરવાનો પ્રયાસ કરે છે, જેના કારણે શરીરમાં રહેલાં વિષાક્ત પદાર્થો દૂર થતાં નથી અને કબજિયાતની સમસ્યા પેદા થાય છે.


શૌચને રોકવું

કેટલાક લોકોને પ્રાકૃતિક વેગો રોકવાની આદત હોય છે. જોકે કેટલીક સ્થિતિઓમાં તે જરૂરી પણ હોય છે પરંતુ નિયમિત રીતે આવું કરવાથી કબજિયાતની સમસ્યા ઉદભવે છે. જેથી જ્યારે તમે મળ રોકો છો ત્યારે તે મળાશયની ઉપર ચડી જાય છે અને પછી પૂર્ણ રીતે બહાર નિકળતું નથી.

કેન્સર કે અન્ય શારીરિક બીમારી

કેટલીક સ્થિતિઓ જેમ કે કોલોન કેન્સર કે અન્ય શારીરિક બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, હાઈપોથાઈરાઈડિઝ્મ ને કારણે પણ કબજિયાતની સમસ્યા થાય છે. જેથી આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લઈને કબજિયાતનો ઈલાજ કરવો.

0
0
0
s2sdefault