આજકાલની વ્યસ્ત લાઇફમાં મોટાભાગના લોકો કમરના દુખાવાથી પીડાતા હોય છે. જો કે દિવસભર ઓફિસમાં કમ્પ્યૂટરની સામે બેસી રહેવાથી કમરના દુખાવાની સમસ્યાઓમાં વધારો થઇ રહ્યો છે. આમ, જો તમે આ સમસ્યાથી હંમેશ માટે છૂટકારો મેળવવા ઇચ્છતા હોવ તો આ આસન તમારા માટે એકદમ બેસ્ટ છે.

ગૌમુખાસન


- સૌ પ્રથમ આસન ઉપર પગ સીધા રાખી ટટ્ટાર બેસો.
- હવે જમણા પગને ઢીંચણમાંથી વાળી તેની એડી ડાબા નિતંબ પાસે તથા ડાબા પગને ઢીંચણમાંથી વાળી તેની એડી જમણા નિતંબ પાસે રાખો.
- બન્ને ઢીંચણ એકબીજાની ઉપર રહેવા જોઈએ.
- બંને હાથની હથેળી પગના પંજા ઉપર રાખી થોડી વાર ટટ્ટાર બેસો.
- હવે ડાબા હાથને પીઠની પાછળ નીચેની તરફથી લઈ જઈ હથેળીને ઉપરની તરફ ખેંચવી.
- હવે જમણા હાથને આકાશ તરફ સીધો ઊંચો કરી કોણીમાંથી વાળી પીઠ પાછળ રહેલા ડાબા હાથના આંગળાને પકડવાનો પ્રયત્ન કરવો.
- બંને હાથના આંગળા પકડાઈ જાય પછી જમણા હાથને ઉપર અને ડાબા હાથને નીચે તરફ ખેંચો. ચહેરો, ડોક સીધી. શ્વાસ સામાન્ય રોકાવ.
- આ રીતે પગ અને હાથને અદલાબદલી કરીને કરવું.
- શરૂઆતમાં બંને હાથના આંગળા એકબીજા સુધી ન પહોંચે તો જબરદસ્તી ન કરતાં હાથ રૂમાલનો ઉપયોગ કરો અથવા યોગ-શિક્ષકની મદદ લો.
- શરીરના જે જે સ્નાયુઓમાં ખેંચાણ છે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરો.

0
0
0
s2sdefault