હાર્ટ એટેકની બીમારી એવી છે જે દરેક વયના વ્યક્તિને થઇ શકે છે. તેનુ એક મોટું કારણ ખોટું ખાનપાન છે. જો વ્યક્તિ પહેલા જ પોતાના ખાનપાનની વસ્તુઓમાં સાવધાની રાખે તો આ બીમારીથી મોટાભાગે બચી શકે છે. જો તમે પણ આ બીમારીના ચપેટમાં આવતા બચવા માંગો છો તો તમારા ડાયેટમાં થોડો સુધાર લાવો. તો આજે અમે તમને ડાયેટમાં સામેલ કરનારા કેટલાક આવા જ આહાર વિશે બતાવીશુ જેનું સેવન કરીને તમે હાર્ટ અટેકથી બચી શકો છો.

1. ઘી અને ગોળ
જમ્યા પછી ઘી અને ગોળનું સેવન કરવાથી બ્લડ સરક્યુલેશન સારુ થાય છે. આ સાથે કોલેસ્ટ્રોલને પણ ઓછુ કરે છે.

2. દહીં
રોજ દહીંનુ સેવન કરવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે.

3. અડદની દાળ
રાત્રે અડદની દાળના 4 કે 5 ચમચી પાણીમાં પલાળીને મુકી દો. પછી સવારે તેને વાટીને દૂધમાં મિક્સ કરી લો અને સાથે જ ખાંડ મિક્સ કરી લો. તેનાથી કોલેસ્ટ્રોલનો ખતરો ટળે છે.

4. ટામેટા
તમારા ડાયેટમાં ટામેટાનો સમાવેશ કરો. તેમાં રહેલ લાઇકોપીન, બીટા કેરોટીન કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે. આમ, રોજ ટામેટાનું સેવન કરવાથી હાર્ટ ડિસીસનો ખતરો પણ ઓછો રહે છે.

5. દૂધીનો જ્યુસ
દૂધીને ઉકાળીને તેમાં જીરુ, લીલા ધાણા, હળદર નાખીને સારી રીતે મિક્સ કરી લો. આવુ અઠવાડિયામાં બે કે ત્રણ વાર કરો. તેનાથી હાર્ટ ડિસીસની સમસ્યા ઓછી થશે.

0
0
0
s2sdefault