આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે ઘણા લોકો પોતાના સ્વાસ્થ્યને લઇને ઘણા પરેશાન રહે છે અને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. જેને કારણે કેટલીક વખત નાની-નાની બીમારીઓ થવા લાગે છે. જેના કારણે તમે દવા લાવો છો પરંતુ કેટલીક વખત તેની સાઇડ ઇફેક્ટ પણ થતી રહી છે. તો અમે તમારા માટે કેટલાક એવા ઘરગથ્થુ ઉપાય લઇને આવ્યા છીએ જેની મદદથી તમે આ બીમારીને દૂર કરી શકો છો.

બે ગ્રામ મેથીનું ચૂર્ણ દહીં સાથે ત્રણ દિવસ લેવાથી પેટમાં ચૂંક આવતી હોય તો ફાયદો થાય છે .

ખજૂરનું શરબત પીવાથી પેટમાં થતી બળતરા ઓછી થઇ જાય છે .

દરરોજ રાત્રે નવશેકા પાણીમાં ચપટી મીઠું નાખીને પીવાથી આંખમાંથી નીકળતું પાણી બંધ થઇ જશે.

જાંબુના પાન ચાવવાથી મોમાંથી આવતી દુર્ગંધ દુર થાય છે .

અરડૂસીના પાન ખુબ ચાવીને તેનો રસ ગળે ઉતારવાથી મોમાં પડેલા ચાંદા મટી જશે .

પેઢા નબળા પડી ગયા હોય તો ફટકડીનો પાવડર ઘસવાથી પેઢા મજબૂત બને છે .

સતત હેડકી આવતી બંધ કરવા એક ગ્લાસ નવસેકું પાણી પીવો .

ઊંઘ બરાબર ના આવતી હોય તો રાત્રે સૂતા પહેલા હાથપગના તળિયે ઘી લગાવો ઊંઘ સારી આવશે.

પથરીની તકલીફ હોય તો મૂળાનો રસ પીવાથી અને એના પાન ખૂબ ચાવીને ખાવાથી 1-1/2 મહિનામાં પથરી ઓગળી જશે .

શરદી થઈ હોય તો થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી રાહત થાય છે .

ખીચડી વધારે ખવાઈ ગઈ હોય તો બે ચપટી સીધાલૂંણ ખાવાથી જલ્દી પચી જશે .

અવાજ બેસી ગયો હોય તો જમ્યા પછી મરીનો પાવડર ઘી સાથે ચાટવાથી અવાજ ખુલી જાય છે .

કફની ખાંસી થઈ હોય તો હૂંફાળા પાણીની સાથે અજમો ખાવાથી ફાયદો થશે .

તુવેરના પાન બાળી તેની રાખ દહીંમાં મેળવી ચોપડવાથી ખસ, ખરજવું અને દાદર મટે છે.

વધારે ઉધરસ થઇ હોય તો મીઠાનો આખો ગાંગડો મોમાં રાખીએ તો ઉધરસ બિલ્કુલ બેસી જશે.

કેરીની સૂકાયેલી ગોટલીનું બારીક ચૂર્ણ કરી તેને શરીરે ચોળીને માટલાંના ઠંડા પાણીથી સવાર-સાંજ સ્નાન કરવાથી અળાઈ અને ગુમડા મટે છે . 

0
0
0
s2sdefault