લસણનો આપણે ચટણીથી માંડીને શાક બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત લસણ સ્વાસ્થ્ય માટે પણ બહુ લાભદાયી છે. દાદીમાના નુસખામાં આપણે લસણનો અલગ અલગ ઉપયોગ કરતાં હોઈએ છીએ જે કારગર નીવડે છે પરંતુ આ ઉપાયોની આપણને ખબર નથી હોતી. આપણને આયુર્વેદ વિજ્ઞાને લસણના ગુણધર્મોનું અને તેના અનુપમ ઔષધીય ગુણોનું સ્પષ્ટ આલેખન કર્યું છે. તો આજે આપણે જોઈએ તેના હટકે પ્રયોગો વિશે…

 

પગમાં ફંગસ
જો તમને પગમાં ફંગસ થઈ ગઈ હોય તો પાણીમાં લસણને એકદમ ઝીણા સમારી નાંખી, આવા પાણીમાં પગને 30 મિનિટ સુધી રહેવા દો. લસણમાં એન્ટિફંગલ પ્રોપર્ટી રહેલી હોવાથી ફંગસ દૂર થાય છે.

દાંતનો દુખાવો
જ્યારે તમને અસહ્ય દાંતનો દુખાવો થતો હોય અને ડેન્ટિસ્ટ પાસે તરત ન જઈ શકતાં હોવ ત્યારે તમે ક્રશ કરેલા લસણને જ્યાં દાંતમાં દુખતુ હોય ત્યાં મુકી રાખો રાહત મળશે.

કાનમાં ઈન્ફેકશન
કાનમાં ઈન્ફેકશનના કારણે દુખાવો થતો હોય તો તમે લસણની થોડી કળીઓને તેલમાં નાંખીને કકડાવો અને તેલ ઠંડુ પડે ત્યારે કાનમાં એક બે ટીપા નાંખો.

એસિડિટી
નિયમિત લસણ આરોગવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. એસિડિટી અને ગેસ્ટ્રિકની સમસ્યા પણ દૂર થાય છે. હૃદયની બીમારીઓ સાથે તાણ પણ દૂર થાય છે.

વાગવા પર
જો તમને કાંઈક વાગ્યુ હોય અને ચીરો પડ્યો હોય તો તેની પર લસણનો એક ટુકડો લગાવી તેના પર સાફ કપડુ બાંધી દો.

છોડ
છોડ પર જો નાના બેક્ટેરિયા થઈ ગયા હોય તો પાણીમાં લસણને કાપીને નાંખવું અને તેમાં થોડુ સાબુનું પાણી પણ નાંખવું. આ મિશ્રણને તમે સમયાંતરે છોડ પર નાંખશો તો તે બગડશે નહીં.

0
0
0
s2sdefault