જીવન જીવવા માટે પાણી પીવું કેટલું આવશ્યક છે તે તમે બધા સારી રીતે જાણતા હશો. ડોક્ટરથી લઇને ડાયટિશિયન દિવસમાં 7થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. જો કે કેટલાક લોકો ઠંડુ પાણી પીવે છે તો કેટલાકને ગરમ કે હૂંફાળું પાણી પીવાનું પસંદ હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે, ગરમ પાણી શરીર માટે બહુ ફાયદાકારક હોય છે. તો ચાલો જાણીએ નવશેકુ પાણી પીવાના કેટલાક ફાયદા વિશે…

નવશેકુ પાણી પીવાના ફાયદા


સ્થૂળતા ઓછી કરે
સવારના સમયે કે પછી દરેક ભોજન બાદ એક ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી ચરબી ઓછી થાય છે. લીંબુમાં પેકટિન ફાઇબર હોય છે જે વારંવાર ભૂખ લાગતી રોકે છે.

સફાઈ અને શુદ્ધિ
ગરમ પાણી શરીરને અંદરથી સાફ કરે છે. જો કે સવારે હૂંફાળું પાણી પીવાથી શરીરના બધા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. અને શરીરની સંપૂર્ણ સિસ્ટમ સાફ થઇ જાય છે.

કબજિયાત દૂર કરે
શરીરમાં પાણીની કમી સર્જાવાથી કબજિયાતની સમસ્યા પેદા થાય છે. દરરોજ સવારે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાથી ફૂડ પાર્ટિકલ્સ તૂટી જાય છે અને સરળતાથી મળ બનીને નીકળી જશે.

શરદી અને તાવ માટે
જો ગળામાં પીડા કે ટોન્સિલ થઇ ગયા છે તો હૂંફાળું પાણી પીઓ. હૂંફાળાં પાણીમાં સામાન્ય સિંધાલૂણ મિક્સ કરીને પીવાથી લાભ મળે છે.

0
0
0
s2sdefault