તમારી સ્માઇલ કેટલી પણ સુંદર ન હોય પરંતુ તમારા શ્વાસમાંથી દુર્ગંધ આવતી રહે છે. તો કેટલીક વખત આ દુર્ગંધથી તમારે શરમ અનુભવવી પડે છે. એવામાં કોઇક વખત જો તમે કોઇને પસંદ કરો છો તો તેની સાથે ડેટ પ્લાન કરી રહ્યા છો તો આ ઉપાય પર ધ્યાન આપો. નહીંતર શ્વાસમાંથી આવતી દુર્ગંધને કારણે ઇમ્પ્રેસન ડાઉન થઇ જાય છે. શ્વાસની દુર્ગંધ કે હૈલીટોસિસ એક ગંભીર સમસ્યા બની શકે છે. પરંતુ કેટલાક સાધારણ ઉપાયોથી શ્વાસની દુર્ગંધને રોકી શકાય છે. જોકે શ્વાસની દુર્ગંધ એ બેક્ટેરિયાને પેદા કરે છે, જે મોંમાં દુર્ગંધ પેદા કરે છે. નિયમિત રીતે બ્રશ ન કરવાથી મોંમાં અને દાંતની વચ્ચે ફસાઇ ગયેલું ભોજન બેક્ટેરિયા પેદા કરે છે. જેના કારણે મોંમાંથી દુર્ગંધ આવવા લાગે છે. તો આવો જોઇએ કેવી રીતે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય.

ઘરેલું ઉપાય
– ગરમ પાણીમાં મીઠું ઉમેરીને કોગળા કરવા જોઇએ.
– તાજા અને રેશા વાળા શાકનું સેવન કરવું જોઇએ.
– ફુદીનાને પીસીને પાણીમાં મિક્સ કરીને દિવસમાં 2-3 વખત તેનાથી કોગળા કરો.
– જીરાને શેકીને ખાવાથી પણ શ્વાસની દુર્ગંધ દૂર થઇ જાય છે.
– લવિંગને હળવી શેકીને તેને ચાવવાથી દુર્ગંધ દૂર થાય છે.


શરીમાં જિંકની ઉણપના કારણે શ્વાસમાંથી દુર્ગંધ આવવા લાગે છે. જેના કારણે એવી વસ્તુઓ ખાઓ, જે જિંકની ઉણપને પૂરી કરી શકે. નિષ્ણાંતોએ મોંમાં દુર્ગંધ આવવાનું મુખ્ય કારણ મોંમાં થતા બેક્ટેરિયા છે. તેના ઉત્પન્ન થવાનું કારણ નિયમિત રીતે બ્રશ ન કરવું. તેનાથી બચવા માટે નિયમિત બ્રશ કરવું જોઇએ. તે સિવાય તમે આ ઉપાય પણ અપનાવી શકો છો.

– જ્યારે તમારું મોં સૂકાવવા લાગે તો વધારે પ્રમાણમાં પાણી પીઓ.
– જીભ સાફ કરવી જોઇએ. રોજ સવારે બ્રશ કર્યા પછી જીભને યોગ્ય રીતે સાફ કરો.

0
0
0
s2sdefault