વધારે ભોજન કર્યા બાદ કમજોર રોગ પ્રતિકારક શક્તિ વાળા લોકોને ફૂ઼ડ પોઈઝનીંગનો શિકાર થઇ જાય છે. ફૂડ પોઈઝનીંગમાં ઝાડા, ઉલટી, એસીડિટી અને છાતીમાં જ્વલન જેવી સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિ જો રાતના સમયે થઇ જાય તો ડોક્ટરની પાસે જવું મુશ્કેલ થઇ જાય છે. એવા સમયમાં ઘરેલું નુસખા ખૂબ મદદગાર સાબિત થાય છે.

લસણ
લસણમાં એન્ટી વાઇરલ,એન્ટી બેક્ટેરિઅલ અને એન્ટી ફંગલ જેવા ગુણ રહેલા છે. જે ડાયેરિયા અને પેટ દુખાવાથી રાહત અપાવે છે. લસણની તાજી કળીને ગરમ પાણીમાં ઉકાળી લો. આ પાણીને ધીમે-ધીમે પીઓ.


લીંબુ પાણી
પેટના બેક્ટેરિયા અને એસિ઼ડિક સમસ્યાને ખતમ કરવામાં લીંબુ ખૂબ લાભદાયી છે. એક ચમચી લીંબુના રસમાં ચપટી ખાંડ મિક્સ કરો. આ પાણીને 2-3 વખત દિવસમાં પીઓ. તમે નવશેકા પાણીમાં લીંબુ નીચવીને પણ પી શકો છો. જેનાથી પણ તરત આરામ મળશે.

એપ્પલ સાઇડર વિનેગર
ગૈસ્ટ્રિક પ્રોબ્લેમથી તરત રાહત મેળવવા માટે સૌથી બેસ્ટ નુસખો સફરજનનું વિનેગર છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં 2 ચમચી એપ્પલ સાઇડર વીનેગર ઉમેરો, આ પાણીને ભોજન પહેલા પીઓ. જેથી ગેસની સમસ્યાથી રાહત મળશે.

તુલસી
ફુડ પોઇઝનીંગથી રાહત મેળવવા માટે તુવસી પણ બેસ્ટ હર્બ છે. 2-3 કપમાં તુલસીના પાન ઉકાળી લો અને આ પાણીમાં મધ મિક્સ કરીને ધીમે ધીમે પીઓ. તમે તુલસીને દહીંમાં પણ તુલસીના પાન મિક્સ કરીને પણ ખાઇ શકો છો.

જીરૂ
એક ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરૂ ઉકાળી લો અને તેમા મીઠું મિક્સ કરી શકો છો. આ પાણીના સેવન દિવસમાં 2 વખત કરો.

દહીં અને મેથી દાણા
પેટ સંબંધિક કોઇ સમસ્યા છે તો દહીંમાં મેથી દાણા મિક્સ કરીને ખાઓ. જેનાથી તમને ઘણી રાહત મળી શકે છે.

નારંગીનો રસ
તાજી નારંગીના રસમાં મિનરલ્સ, વિટામીન્સ અને અન્ય પોષક તત્વ ભરપૂર હોય છે તો બ્લડ પ્રેશર લેવલને કંટ્રોલમાં રાખે છે. આ જ્યુસનું સેવન કરવાથી પણ ફૂડ પોઇઝનીંગની સમસ્યામાં રાહત મળે છે.

0
0
0
s2sdefault