ગરમીમાં ખાસ કરીને લોકો લીંબુ પાણી પીવાનું પસંદ કરે છે. તેનાથી શરીરને વિટામીન-સી, પોટેશિયમ અને ફાઇબર મળે છે. પરંતુ જરૂરી નથી કે તે દરેક લોકો માટે ફાયદાકારક હોય. કેટલાક લોકો માટે લીંબુ પાણી નુકસાનકારક હોઇ શકે છે. તે સિવાય તેનું વધારે સેવન પણ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તો આજે અમે તમને એ લોકો અંગે જણાવીશુ જે લોકોએ લીંબુ પાણીનું સેવન ન કરવું જોઇએ. જેનાથી તેમની સમસ્યા વધી શકે છે.


એસિડિટી
લીંબુમાં વધારે પ્રમાણમાં એસિડ રહેલું છે. જો તમને એસિડિટીની સમસ્યા છે તો લીંબુ કે તેના પાણી તેમજ સરબતનું સેવન કરવાથી દૂર રહેવું જોઇએ. જેનાથી તમારી સમસ્યા વધી શકે છે.

પેટનું અલ્સર
પેટના અલ્સરથી પીડીત લોકોએ લીંબુ પાણી ન પીવું જોઇએ. તેનાથી જ્વલન અને દુખાવો વધી શકે છે.

યુરિન પ્રોબ્લેમ
જો તમને યુરિનને લગતી કોઇપણ સમસ્યા છે તો તમે લીંબુ પાણી ન પીઓ. તેનાથી તમને ઇન્ફેક્શન વધી શકે છે. તે સિવાય યુરિનને લગતી અન્ય કેટલીક બીમારી પણ થઇ શકે છે.

યૂરિક એસિડ
યૂરિક એસિડથી પીડિત લોકો માટે લીંબુ પાણીનું સેવન નુકસાનકારક હોય શકે છે. તેનાથી શરીરમાં દુખાવો અને સોજા આવવાની સમસ્યા વધી શકે છે.

0
0
0
s2sdefault