ખાણી-પીણીમાં થોડીક પણ ગડબડ થવા પર સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ થવા લાગે છે. આ ઋતુમાં ખાસ કરીને શરીરમાં એટલે કે પેટની ગરમીની અસર મોંમાં થવાની શરૂ થઇ જાય છે. જેનાથી મોંની અંદર પણ ગરમીનો અનુભવ થવા લાગે છે. તેનાથી વારંવાર ચાંદા પડવા, હોઠની ડ્રાયનેસ અને મોં વારંવાર સૂકાઇ જવા જેવા લક્ષણ થાય છે.

શુ હોય છે મોંની ગરમી

પેટની ગરમીની અસર સીધી મોં પર પડે છે. ખાસ કરીને તેનું ધ્યાન ન રાખવાના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. મોમાં ગરમી થવાના કેટલાક કારણો હોય શકે છે. આવો જોઇએ કયા કારણોથી થાય છે આ સમસ્યા..

બરફ

મોંની ગરમીના કારણે થયેલા ચાંદાથી છૂટકારો મેળવાવ માટે બરફનો ટૂકડો લઇને તેને ચાંદા પર લગાવો અને લાર ટપકાવો.. આ રીતે તમનો મોંમા પડેલા ચાંદાથી આરામ મળશે.


લીમડાનું દાંતણ

રોજ લીમડાનું દાંતણ કરવાથી મોંની ગંદકી સાફ થઇ જાય છે. તે ઝેરી ટોક્સિસ બહાર નીકાળવા માટે બેસ્ટ છે. તેમજ આ ઝેરી ટોક્સિસ બહાર નીકળવાથી મોંની ગરમીના કારણે થયેલા ચાંદા જલદી જ સારા થઇ જાય છે.

એલોવેરા જેલ

એલોવેરા જેલથી મોંમાં ઠંડક મળે છે. આ જેલને મોંમાં પડેલા ચાંદા પર લગાવો. જેથી જલદી જ રાહત મળશે.


લીલી કોથમીર

લીલી કોથમીરની તાસીર ખૂબ ઠંડી હોય છે. જેનાથી શરીરની ગરમી દૂર થઇ જાય છે. લીલી કોથમીરને પીસીને તેને રસ નીકાળી લો અને આ રસને ચાંદા પર લગાવી લો. 2-3 દિવસમાં રાહત મળી જશે.

0
0
0
s2sdefault