મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેનાથી ઘણી વાર તે સમસ્યાઓ બીજાને કહેવામાં શરમ અનુભવે છે. જેમાથી એક પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ આવવી. કામ કરતી મહિલાઓ માટે આ સમસ્યાઓ વધી જાય છે. જ્યારે 6-8 કલાક ઘરથી બહાર રહેવા પર આ સમસ્યા ઉભી થાય છે. એવામાં આ સમસ્યાને સહન કરવી મુશ્કેલી ભર્યું કામ છે. આમ તો પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ આવવી સામાન્ય વાત છે. પરંતુ તેની પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તેના ઘણી કારણ હોય શકે છે. જેમ કે માસિક ધર્મમાં કેમિકલ યુક્ત સેનેટરી નેપકીનનો ઉપયોગ, સંબંધ બનાવતા સમયે સફાઇમાં ધ્યાન ન રાખવું. ખાણી-પીણીમાં ઘટાડો, ખરાબ બાથરૂમનો ઉપયોગ સહીતના કારણ છે. તેનો યોગ્ય સમયે ઉપાય કરવો ખૂબ જરૂરી છે. આવો કયા ઘરેલું ઉપચારથી આ સમસ્યાથી રાહત મળી શકે છે.

બરફ

આ પાર્ટમાં ખંજવાળ થવાના કારણે ઘણી મુશ્કેલી થાય છે. તો ઘણીવાર રાત્રે ઉંઘ પણ આવતી નહી હોય. એવામાં રાત્રે સૂતા પહેલા બરફના ટૂકડા પ્રાઇવેટ પાર્ટ પર ઘસો. જેથી ખંજવાળમાં ઘણી રાહત મળી શકે છે.

પાણી અને મીઠું

ગરમ પાણીમાં થોડૂંક મીઠં ઉમેરો અને તે ટબમાં થોડીક વાર બેસી રહો. આમ કરવાથી ઝડપથી આ સમસ્યાથી છૂટકારો મળી શકે છે.

દહીં

શરીરમાં કોઇપણ પ્રકારના સંક્રમણથી છૂટકારો મેળવવા માટે દહીં સૌથી યોગ્ય ઉપાય છે. તેના કુદરતી ગુણ ખંજવાળ અને ઇન્ફેક્શનને ઓછા કરવાનું કામ કરે છે. રોજ તેમ આહારમાં એક વાટકી દહીમાં ખાંડ ઉમેરીરીને ખાઓ. તે સિવાય યોનિમાં દહીંનો લેપ લગાવવાથી આરામ મળે છે. થોડાક દિવસ તેનો ઉપયોગ કરવાથી તમારી સમસ્યાનો અંત આવશે.


સફરજનનું વિનેગર

એપ્પલ સાઇડર વિનેગર એટલે તેમા એન્ટી બેક્ટેરીયલ અને એન્ટીફંગલ જેવા ગુણ રહેલા છે. જે સંક્રમણને કુદરતી રીતે દૂર કરવામાં મદદગાર છે. જેના માટે 2 ચમચી એપ્પલ સાઇડર વિનેગર નવશેકા પાણીમાં ઉમેરી પ્રાઇવેટ પાર્ટને ધુઓ.

લસણ

તમે ખાવામાં લસણને જરૂરથી સામેલ કરો છો. જેનાથી રોગ પ્રતિકારકશક્તિ મજબૂત થાય છે. રોજ 2-3 લસણની કળી ખાવાથી ફાયદો મળે છે.

0
0
0
s2sdefault