શરીરને સ્વસ્થ રાખવા માટે જેટલું વિટામીન જરૂરી હોય છે એટલું કેલ્શ્યિમ પણ જરૂરી હોય છે. શરીરના અલગ-અલગ ભાગમાં કેલ્શ્યિમની અલગ જરૂરત હોય છે. તેની ઉણપ થવા પર દાંત, હાડકા સંબંધિત સમસ્યા થવા લાગે છે. તે સિવાય કેલ્શ્યિમની ઉણપ થવા પર કેટલીક બીમારીઓ થવા લાગે છે. જેનું કારણ છે કે સ્વસ્થ રહેવા માટે કેલ્શ્યિમ જરૂરી છે. કેલ્શ્યિમની ઉણપ પૂરી કરવા માટે તમે ડાયેટમાં આ વસ્તુઓ સામેલ કરી શકો છો.

ભીંડા
એક બાઉલ ભીંડામાં 40 ગ્રામ કેલ્શ્યિમ હોય છે. તેને અઠવાડિયામાં બે વખત ખાવાથી દાંત ખરાબ થતા નથી. દાંતને સ્વસ્થ રાખવા માટે ભીંડાનું સેવન કરો.

બદામ
દૂધ અને બદામમાં ખૂબ પ્રમાણમાં કેલ્શ્યિમ રહેલા છે. જેમા અન્ય પોષક તત્વ પણ રહેલા છે. કેલ્શ્યિમની ઉણપ પૂરી કરવા માટે રોજ એક ગ્લાસ દૂધમાં બદામ પીસીને ખાઓ.

પાલક
પાલકમાં પણ કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. 100 ગ્રામ પાલકમાં 99 મિલિગ્રામ કેલ્શ્યિમ હોય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 વખત પાલક જરૂરથી ખાઓ.

અંજીર
એક દિવસમાં અંજીરનો એક કપ ખાવાથી શરીરને આશરે 240 મિલીગ્રામ કેલ્શ્યિમ મળે છે. તે સિવાય તેમા ફાઇબર, વિટામીન કે અને પોટેશિયમ પણ રહેલા છે. રોજ ખાલી પેટે અંજીર ખાવાથી કબજિયાત, પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

નારંગી
જે ખાટા ફળોમાં સિટ્રસ એસિડ હોય છે, તેમા કેલ્શ્યિમ તથા વિટામીન સી પણ રહેલા છે. તેમ અઠવાડિયામાં બે વખત રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અને બીમારીઓને દૂર રાખવા માટે નારંગી અને લીંબુનું સેવન કરવું જોઇએ.

ચીઝ
કેલ્શ્યિમની ઉણપ પૂરી કરવા માટે ચીઝ ખાઓ. ચીઝ મોઝરિલ્લા હોય કે કોઇપણ તેમા ભરપૂર પ્રમાણમાં કેલ્શ્યિમ હોય છે.

0
0
0
s2sdefault