અત્યારના સમયમાં દરેક વ્યક્તિ અત્તર કે ડિઓડ્રન્ટનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ શું તમને ખબર છે કે તમે જે ડિઓ કે પરફ્યુમ ખરીદો છો તે ઓરિજિનલ છે. ઘણી બધી દુકાનોમાં નકલી ડિઓ મળતું હોય છે, સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે નકલી અત્તર કે ડિઓની ખરાબ સ્મેલ હોય છે, પરંતુ આ વાત સાચી નથી. કેટલાક નકલી અત્તર બહુ ઓછા સુંગધિત હોય છે, પરંતુ આપ માત્ર સુંગધથી અત્તરને પારખી શકતા નથી. તેથી નકલી અત્તર ડિઓથી બચવું જોઇએ. તેનાથી ત્વચાને નુકસાન પહોંચે છે. આવો જાણીએ કે નકલી અત્તરને કેવી રીતે ઓળખવું અને તેનાથી થતા નુકસાન વિશે.

નકલી અત્તર કેવી રીતે ઓળખશો ?

નકલી અત્તર કે ડિયોની ઓળખ કરવી મુશ્કેલ નથી, કારણ કે બોટલનું પેકિંગ અસલીની જેમ સારું હોતું નથી.
આ ઉપરાંત તેની બોટલ પરની પ્રિન્ટમાં સાધારણ ખામી દેખાશે.
નકલી અત્તરનો કલર અસલી અત્તરના જેવો નહીં હોય અને જ્યારે તેને તમે અજવાળામાં જોશો તો તે તરત ધુંધળો કે દાણા દાર દેખાશે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે તેની કિંમત બજાર કિંમત કરતાં ઘણી ઓછી હશે.
નકલી અત્તરના કારણે ત્વચાના વિકારો

નકલી ડિઓના કેમિકલ્સથી ત્વચા પર ચકામા, સોરાયસિસ અને ડર્મિટાઇટિસ થવાની શક્યતા ઊભી થાય છે.
નકલી અત્તર અને ડિઓના કારણે લોકોને ગંભીર ત્વચા પ્રત્યાઘાતોનો સામનો કરવો પડે છે. કારણ કે તેમાં હાજર રસાયણોથી ત્વચા પર ચકામા, સોરાયસિસ અને ડર્મિટાઇટિસની શક્યતા ઊભી થાય છે. પોતાના ચહેરા પાસે નકલી ડિઓ છાંટવાથી ખીલ થાય છે, આંખનું ઇનફેક્શન થઇ શકે છે.

0
0
0
s2sdefault