યંગ જનરેશનના મલાઇ ખાવાનું નામ સાંભળતા જ મોં બનાવવા લાગે છે. મલાઇનું નામ સાંભળતા જ લોકોના મગજમાં આવે છે કે કોલેસ્ટ્રોલના કારણે વજન વધી જશે. ખાસ કરીને બાળકો દૂધ પીતા સમયે આનાકાની કરે છે. આ કારણથી કેટલીક મહિલાઓ બાળકોને પહેલેથીજ મલાઇ વગરનું દૂધ આપે છે. જેથી બાળક દૂધ પીએ. પરંતુ મલાઇ ખાવાના ફાયદા સાંભળીને તમે પણ તમારા બાળકને દૂધ પીવડાવવાની આદત પાડશો. તો ચાલો જોઇએ દૂધ પીવાની સાથે મલાઇ ખાવાના કેટલા ફાયદા થાય છે.

હાલમાં એક શોધમાં આ વાત સામે આવી છે કે જે ડાયેટમાં સૈચુરેટેડ ફેટ્સ વધારે હોય છે તે વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. રોજ એકથી બે ચમચી મલાઇ ખાવાથી શરીરને પૌષ્ટિક તત્વ મળે છે. જેનાથી વજન વધતું નથી. એક શોધમાં માલૂમ પડ્યું છે કે જે ખોરાકમાં કુદરતી હાઇ ફેટ વધારે અને કાર્બ્સ ઓછા હોય છે તેને સારા કોલેસ્ટ્રોલમાં ગણવામાં આવે છે અને તેનાથી હૃદયને લગતી બીમારીઓનો ખતરો ઓછો રહે છે. પરંતુ તેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી દૂર રહેવું જોઇએ.


મલાઇમાં લેક્ટિક ફર્મેન્ટેશન પ્રોબાયોટિક હોય છે. જે સૂક્ષ્મજીવી આંતરડાને સ્વસ્થ રાખે છે. જેનાથી પેટથી જોડાયેલા રોગ દૂર થઇ શકે છે. મલાઇ ખાવાથી શરીર ડિટોક્સ થાય છે. તેને નિયમિત રીતે સેવન કરવાથી ઘુંટણ અને સાંધાના દુખાવાથી રાહત મળે છે.

પુરૂષ રાત્રે સૂતા સમયે બે ચમચી મલાઇનું સેવન કરે છે તો તમે આ એસિડ રીફ્લક્સની તકલીફથી રાહત આપે છે. તે સિવાય તેમા રહેલા વિટામિન-એ અને પ્રોટીન હોય છે. જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને રોગની સામે લડવાની ક્ષમતા વધે છે.

0
0
0
s2sdefault