આદુ વાળી ચા પીવામાં જેટલી સ્વાદિષ્ટ લાગે છે એટલી ગુણકારી પણ હોય છે. જોકે આદુ ખૂબ ગુણકારી હોય છે. આદુના ફાયદા અંગે ઘણા લોકોને ખબર છે પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે જો આદુને દૂઘમાં મિક્સ કરીને પીવામાં આવતો તેનો ફાયદો વધી જાય છે. આદુમાં એન્ટી-ઇંફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે. જેના કારણે શરદી, ઉધરસ કે વાયરલ ફ્લૂના દર્દીને આદુનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. જોકે દૂધને સૌથી પૌષ્ટિક અને પૂરતો આહાર માનવામાં આવે છે. તો ચાલો જોઇએ આદુ મિક્સ કરવાથી શુ ફાયદા થાય છે.

આદુનું દૂધ બનાવવાની રીત

આદુનું દૂધ બનાવવા માટે દૂધને ગરમ કરીને તેમા આદુના નાના-નાના ટૂકડા કરીને ઉકાળી લો અને તેને ગાળી લો. તમે ઇચ્છો તો તેને પીસીને પણ ઉમેરી શકો છો. રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.

પાચનશક્તિ

આદુનું દૂધ પાચન તંત્ર માટે ખૂબ લાભદાયી હોય છે. જે કબજિયાત, પેટના દુખાવો, એસિડીટી, એસિડ રિફ્લક્સથી પાચનતંત્રની રક્ષા કરે છે. નાસ્તો કર્યા પછી આદુંનુ દૂધ પીવાથી પાચનતંત્ર માટે ફાયદાકારક છે.

રોગ પ્રતિકારક શક્તિ

ઋતુ બદલાતા કેટલાક લોકો શરદી- ઉધરસ અને ફ્લૂની ઝપટમાં આવી જાય છે. જોકે આવું એટલા માટે થાય છે કે તેમની રોગ પ્રતિકારક શક્તિ કમજોર હોય છે. જેથી તે લોકોએ આદુના દૂધનું સેવન કરવું જોઇએ. આદુ એન્ટી બેક્ટેરિયલ ગુણ શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને ખતમ કરે છે અને શરીરને સંક્રમક બીમારીઓથી બચાવે છે.

ગળુ છોલાવવું

ગળુ છોલાવવા પર આદુનું દૂધ ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી ગળું છોલાવવાની સમસ્યાની સાથે ગળાનું ઇન્ફેક્શન પણ જલદી સારુ થઇ જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પીડીત છો તો રાત્રે સૂતા પહેલા આદુ વાળું દૂધ પીઓ અને તેના એક કલાક સુધી પાણી ન પીઓ.

0
0
0
s2sdefault