ભાગદોડથી ભરેલી લાઇફમાં 10માંથી 8 વ્યક્તિ કોઇને કોઇ બિમારીનો શિકાર છે. ઘણાં લોકો નાની-નાની સમસ્યાઓને દૂર કરવા માટે પણ દવાઓનું સેવન કરે છે. પરંતુ વધારે દવાના સેવનથી લીવરને નુક્શાન થઇ શકે છે. જેથી તમે નાની સમસ્યાથી લઇને મોટી સમસ્યાઓ અનેક ઘરેલું ઉપચારથી દૂર કરી શકો છો. આયુર્વેદિક ગુણોથી ભરપૂર પીપળાના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનુ સેવન કરવાથી ગેસ, કબજિયાત, પેટનો દુખાવો, શ્વાસને લગતી મુશ્કેલીઓ અને શરદી-ઉધરસ જેવી સમસ્યા દૂર કરી શકાય છે. તે સિવાય પણ તેના પાન કે છાલથી અસ્થમા,હૃદયના રોગ અને ડાયાબિટીસ જેવી મોટી બિમારીઓને દૂર કરી શકાય છે. આવો જોઇએ સ્વાસ્થ્યની કઇ સમસ્યાઓને દૂર કરે છે પીપળાના પાન..

શ્વાસ સંબંધી સમસ્યાઓ
પીપળાની છાલનો અંદરનો ભાગ નીકાળીને સુકવી દો. તે બાદ તેને પીસીને ચૂર્ણ બનાવ્યા દૂધમાં ઉકાળીને પીઓ. આ રીતે તેનું સેવન કરવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓ અને અસ્થમાં જેવી સમસ્યાઓ દૂર થઇ શકે છે.


ઝેરની અસર
કોઇપણ ઝેરીલા જીવ-જંતુઓના કરડવા પર પીપળાના પાનનો રસ નીકાળીને તે જગ્યા પર લગાવો. તે સિવાય તે વ્યક્તિને થોડી-થોડી વાર બાદ તેનો રસ પીવડાવો. આમ કરવાથી ઝેરની અસર ઓછી થઇ જશે.

પેટની બિમારી
પેટમાં ગેસ, એસીડિટી, કબજિયાત, પેટમા દુખાવો, અલ્સર અને ઇંફેક્શનની સમસ્યાને દૂર કરવા માટે તેના તાજા પાનનો રોજ પીઓ। સવાર-સાંજ તેનું સેવન કરવાથી પેટને લગતી દરેક સમસ્યાથી છૂટકારો મળશે.

ત્વચાની સમસ્યા
ત્વચા પર થનારી સમસ્યા જેની દાદાર, ખંજવાળ અને સ્કિન ઇન્ફેક્શનને દૂર કરવા માટે પીપળાના પાનનો ઉકાળો બનાવી પીવો જોઇએ. તે સિવાય ખીલ, ફોલ્લી થવા પર પીપળાની છાલને પીસીને તેની પર લગાવવાથી રાહત મળે છે.

ડાયાબિટીસ
રોજ પીપળાની છાલનું ચૂર્ણ બનાવીને દૂધ સાથે પીવાથી ડાયાબિટીસનો ખતરો દૂર થાય છે. તે સિવાય તેના પાનના રસનો રોજ સેવન કરવાથી ડાયાબિટીસની સમસ્યા દૂર થાય છે.

હૃદય રોગ
પીપળાના પાન તેમજ તેની છાલનું ચૂર્ણ બનાવીને રોજ ખાવાથી શરીરમાં હૃદયને લગતી બિમારીઓ દૂર થાય છે. તેના ઔષધિય ગુણ હૃદયને સ્વચ્છ બનાવવામાં મદદ કરે છે.

0
0
0
s2sdefault