ગુરુદ્વારા કરતારપુર સાહિબ માટે ડેરા બાબા નાનક-કરતારપુરમાં તૈયાર થઈ રહેલા કોરિડોરને લઈને ભારત અને પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના સીનિયર અધિકારીઓની ગુરુવારે અટારીમાં મુલાકાત થઈ છે. પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા પછી બંને દેશો વચ્ચે વધેલા તણાવ પછી આ પ્રથમ બેઠક થઈ રહી છે. બેઠકમાં બંને દેશોના સચિવ સ્તરના અધિકારીઓ સામેલ છે. બેઠકમાં આ મુદ્દે બંને દેશો તરફથી કરવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા કરાશે.

આ યોજનાથી પાકિસ્તાનના શહેર કરતારપુરમાં આવેલા ગુરુદ્વારા દરબાર સાહિબને ભારતીય પંજાબના ગુરુદાસપુર જિલ્લા સાથે જોડશે. આ યોજના માટે બંને દેશો દ્વારા સહમતી બન્યાના ત્રણ મહિના પછી આજે ભારત સાઈડ આ બેઠક થઈ રહી છે. જોકે આ બેઠક પહેલાં જ ભારતે સ્પષ્ટ કહી દીધું હતું કે, આ બેઠકમાં માત્ર કરતારપુર મુદ્દાની જ ચર્ચા કરવામાં આવશે.

કરતારપુર સાહિબ રસ્તો ખોલવાની સમજૂતીના મુદ્દે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ બુધવારે સાંજે અમૃતસર પહોંચ્યું હતું. અમૃતસરના રાજા સાંસી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાકિસ્તાનના ડેપ્યૂટી હાઈ કમિશ્નર હૈદર શાહે આ નિર્ણયને પાકિસ્તાનની પહેલ ગણાવી છે. તેમણે કહ્યું કે, અમે કરતારપુર રસ્તો ખોલવા માંગીએ છીએ. જેથી સિખ સમુદાયના લોકોને પાકિસ્તાન આવવાનો મોકો મળે.

કરતારપુર કોરિડોર વિશે બંને દેશોની પહેલી બેઠક: નવેમ્બરમાં ભારત અને પાકિસ્તાને આ કોરિડોરની તેમના તેમના વિસ્તારમાં આધારશિલા રાખી હતી. પાકિસ્તાન વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે ભારતીય કમિશ્નર સાથે આ કોરિડોર મુદ્દે આગામી ચર્ચા કરવા માટે ભારતીય દળને 28 માર્ચે પાકિસ્તાન મોકલવાનો પણ આગ્રહ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય ડેલિગેશન એ વાતનો વિરોધ કરી શકે છે કે પાકિસ્તાને કરતારપુરના ગુરુદ્વારા દરબાર સાહિબની દેખરેખની જવાબદારી ખાલિસ્તાન સમર્થક અને 1984માં ઈન્ડિયન એરલાઈન્સના શ્રીનગર-દિલ્હી ફ્લાઈટ IC 405ને હાઈજેક કરીને લાહોર લઈ જનાર રણજીત સિંહે ઉર્ફે પિંકાને આપી છે. જે પાકિસ્તાનમાં છુપાઈને બેઠો છે અને ત્યાંથી જ વિદેશોમાં બેઠેલા અન્ય ખાલિસ્તાન સમર્થકો સાથે મળીને ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદ એજન્ડાને આગળ વધારી રહ્યો છે.

 

0
0
0
s2sdefault