ચૂંટણી પંચે તેલુગુ દેશમ પાર્ટીને પત્ર લખીને પૂછયું છે કે શનિવારના રોજ ચૂંટણી કમિશ્નરને મળવા આવેલા પાર્ટી પ્રમુખ એન.ચંદ્રબાબુના પ્રતિનિધિમંડળમાં ગુનેગાર પૃષ્ઠભૂમિવાળા વ્યક્તિને કેવી રીતે સામેલ કરાયા હતા. ચૂંટણી પંચે પોતાના પત્રમાં કહ્યું કે જ્યારે નાયડુ મુલાકાત માટે આવ્યા તો તેમની સાથે હરિ પ્રસાદ નામનો એક વ્યક્તિ પણ હતો, જેને કેટલીય વખત ઇવીએમના કામકાજ અંગેના તકનીકી મુદ્દાને ઉઠાવ્યા અને દાવો કર્યો કે તેને આ ક્ષેત્રમાં તકનીકી વિશેષજ્ઞતા પ્રાપ્ત છે.

પત્રમાં કહ્યું કે બેઠક દરમ્યાન નિર્ણય કરાયો કે ચૂંટણી પંચની તકનીકી ટીમ પ્રસાદને આ સંબંધમાં વિસ્તૃત માહિતી આપશે. પત્રમાં કહ્યું કે બાદમાં ખબર પડી કે હરિપ્રસાદ 2010મા ઇવીએમની કથિત ચોરીના એક ગુનાના કેસમાં સામેલ હતા, જેમાં તેમની વિરૂદ્ધ એક પ્રાથમિક ફરિયાદ નોંધાઇ હતી.

ટીડીપીના કાયદાકીય પ્રકોષ્ઠના અધ્યક્ષને સંબોધિત કરતાં ચૂંટણી પંચની તરફથી લખવામાં આવેલા પત્રમાં કહ્યું કે સંપૂર્ણપણે અજીબ વાત છે કે કેવી રીતે આવી પૃષ્ઠભૂમિવાળા તથાકથિત તકનીકી વિશેષજ્ઞ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેદેપા અધ્યક્ષ એન. ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વવાળા પ્રતિનિધિમંડળનો હિસ્સો બનાવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી નાયડુ એ દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા સાથે મુલાકાત કરી એક પત્ર સોંપ્યો જેમાં આરોપ મૂકયો કે ગુરૂવારના રોજ રાજ્યમાં મતદાન દરમ્યાન મોટી સંખ્યામાં ઇવીએમમાં ખરાબ જોવા મળી હતી અને સુરક્ષાના અભાવમાં હિંસક ઘટનાઓ ઘટી હતી.

0
0
0
s2sdefault