ઉત્તર પ્રદેશની રામપુર લોકસભા બેઠકથી સમાજવાદી પાર્ટી(સપા)ના ઉમેદવાર આઝમ ખાન અને ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના ઉમેદવાર જયા પ્રદા વચ્ચે જુબાની જંગ વધુ તીવ્ર થઈ છે. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને જયા પ્રદાનું નામ લીધા વગર વિવાદીત નિવેદન આપ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ આઝમ ખાને કહ્યું કે,‘જેને અમે આંગળી પકડી રામપુર લાવ્યા, તમે 10 વર્ષ જેનાથી પ્રતિનિધિત્વ કરાવ્યુ. તેની વાસ્તવિકતા સમજવામાં તેમને 17 વર્ષ લાગ્યા, જ્યારે હું 17 દિવસમાં ઓળખી ગયો.’ ઉપરાંત આઝમ ખાને આંતર વસ્ત્રોને લઈ અભદ્ર ટિપ્પણી પણ કરી.

જયા પ્રદા પર અપમાનજનક નિવેદન આપ્યા બાદ હવે આઝમ ખાન મુશ્કેલીઓમાં ઘેરાયા છે. રિપોર્ટ મુજબ રાષ્ટ્રીય મહિલા કમિશન હવે સમાજવાદી પાર્ટીના નેતાને નોટિસ ફટકારશે અને તેમનાથી જવાબ માંગશે. પંચ આઝમ ખાનને સોમવારે નોટિસ મોકલશે. ઉલ્લેખનીય છે કે રામપુર ખાતે એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા આઝમ ખાને કહ્યું કે,‘હું સભાના દરેક વ્યક્તિને પૂછવા માગું છું 10 વર્ષ જેને તમે પ્રતિનિધિત્વ કરાવ્યું…જેને આંગળી પકડીને અમે રામપુર લાવ્યા, જેનો અમે સંપૂર્ણ રીતે ધ્યાન રાખ્યો, તેને મારી ઉપર કેવા-કેવા આરોપ લગાવ્યા.’

આ પહેલા જયા પ્રદાએ શનિવારે આઝમ ખાન પર હુમલો કરતા કહ્યું હતું કે જેને મે ભાઈ કહ્યો તેને દર વખતે મારું અપમાન કર્યું છે. ઉપરાંત જયા પ્રદાએ કહ્યું કે આ માણસ કઈ પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે બન્ને નેતાઓ વચ્ચે 2009થી આ જુબાની જંગ ચાલી રહી છે. જ્યારે આ પહેલા આઝમ ખાને જયા પ્રદા માટે જોરદાર પ્રચાર કર્યો હતો. અમર સિંહના કહેવા પર આઝમ ખાને 2004માં જયા પ્રદાને રામપુર લોકસભા બેઠક માટે ઉમેદવાર બનાવ્યા હતા. જયા પ્રદા ચૂંટણી જીત્યા પણ હતા.

 

0
0
0
s2sdefault