ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર મેચની સિરીઝની છેલ્લી ટેસ્ટ ડ્રો થઈ છે. તે સાથે ભારતે ચાર ટેસ્ટની આ સિરીઝ 2-1થી જીતી લીધી છે. ભારતે 72 વર્ષના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી છે. ભારત ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતનાર દુનિયાની પાંચમી અને એશિયાની પહેલી ટીમ છે. આ પહેલાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી ચૂક્યા છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ આજે ઈતિહાસ રચી દીધો છે.
સિડની ટેસ્ટમાં 193 રન બનાવનાર ચેતેશ્વર પુજારા મેન ઓફ ધ મેચ રહ્યો. જ્યારે મેન ઓફ ધ સિરીઝનો અવોર્ડ પણ તેને જ મળ્યો છે. પુજારાએ ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં કુલ 521 રન બનાવ્યા છે.જ્યારે આ ટેસ્ટ સિરીઝ જીતીને ભારતે ઘણાબધા રેકૉર્ડ પોતાના નામે કર્યા છે. જેમાં સૌથી મોટો અને ઐતિહાસીક ખિતાબ છે. 72 વર્ષ બાદ ભારતનો ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં વિજય, આ સીવાય પણ ભારતે ઘણાબધા રેકૉર્ડ પોતાના નામે કર્યા છે.
ઇંગ્લેન્ડ 13 વખત જીત્યું, વેસ્ટ ઇંન્ડીઝ 04 વખત જીત્યું, ન્યૂ ઝીલેન્ડ 01 વખત, સાઉથ આફ્રીકા 03 વખત અને ભારત 01 વખત વિદેશી ધરતી પર જીત મેળવવામાં સફળ થયું છે. તેમજ વિદેશમાં સૌથી વધારે ટેસ્ટ શ્રેણી રમી ચૂકેલા દેશોની યાદીમાં ભારતનું નામ પણ સામેલ થયું છે.

 

0
0
0
s2sdefault

 

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને વન ડે તથા ટી20ના વાઇસ કેપ્ટન રોહિત શર્મા તાજેતરમાં જ પિતા બન્યો છે. હાલ તે ક્રિકેટના મેદાનથી દૂર પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છે. રોહિત શર્માની પત્ની રીતિકાએ થોડા દિવસો પહેલા જ દીકરીને જન્મ આપ્યો છે.

રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં તે પત્ની તથા દીકરી સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. રોહિતે દીકરીનું નામ પણ નક્કી કરી લીધું હોય તેમ આ તસવીર પરથી લાગી રહ્યું છે. રોહિતે આ પોસ્ટના કેપ્શનમાં બેબી સમાયરા લખ્યું છે. ‘સ’ અક્ષર કુંભ રાશીમાં આવે છે.

ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતની જીત થયાના ગણતરીના કલાકોમાં જ રોહિત શર્મા પિતા બન્યો હોવાના સમાચાર મળતાં સ્વદેશ પરત ફર્યો હતો.

0
0
0
s2sdefault

બુધવારે મુંબઈમાં આચરેકરનું નિધન થયું તેઓ 87 વર્ષના હતા.ભારત રત્ન સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં થયા. જેમાં સચિન તેંડુલકર, વિનોદ કાંબલી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે, મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વર, ભાજપના ધારાસભ્ય આશીષ શેલાર ઉપસ્થિત રહ્યાં હતા. આચરેકરની અંતિમ યાત્રા દરમિયાન યુવા ક્રિકેટર્સે તેઓને બેટથી સલામી આપી. 

સચિને શરૂઆતી દિવસોમાં આચરેકર પાસેથી ક્રિકેટ શીખ્યું. પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી પણ તેમની પાસે ટ્રેનિંગ લઈ રહ્યાં હતા. આચરેકરે અજિત અરગરકર, ચંદ્રકાંત પંડિત અને પ્રવીણ આમરે સહિત અનેક દિગ્ગજ ક્રિકેટર્સને પણ કોચિંગ આપ્યું હતું. આચરેકરને દ્રોણાચાર્ય એવોર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. વડાપ્રધાન મોદીએ આચરેકરના નિધન પર શોક વ્યક્ત કર્યો. PMOના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર તેઓએ લખ્યું, "આ ખેલ જગત માટે ઘણી જ મોટી ક્ષતિ છે."

આચરેકરના નિધન વિશે સચિને કહ્યું કે, સ્વર્ગમાં પણ ક્રિકેટ હોત તો આચરેકર ત્યાં પણ તેને સમૃદ્ધ કરી દેતા. તેમના અન્ય વિદ્યાર્થીઓની જેમ ક્રિકેટની એબીસીડી તેમની પાસેથી જ શીખી છે. મારા જીવનમાં તેમનું યોગદાન હું શબ્દોમાં ન વર્ણવી શકું. આજે હું જ્યાં હું ઉભો છું તેનો આધાર તેમણે બનાવ્યો છે.

 

0
0
0
s2sdefault

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે કહ્યુ કે રવિચંદ્રન અશ્વિન સતત બે વિદેશના પ્રવાસ પર ઈજાગ્રસત્ થતા ચિંતાનો વિષય બન્યો છે. આ ઓફ સ્પિનરે જલ્દીથી ઠીક થવુ જોઈએ. અશ્વિને પેટની માંસપેશિઓમાં ખેચાવના કારણે એડિલેડમાં પહેલા ટેસ્ટમાં 86 ઓવરોની બોલીંગ બાદ હાલની સીરિઝ પર ભાગ નહી લઈ શકે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે અશ્વીનને અંતિમ 13માં સમાવી તો લીધો છે પણ તે રમશે કે કેમ તે મેચ શરૂ થશે તે પહેલા જ ખબર પડશે. કોહલીએ સ્પષ્ટ કર્યુ છે કે તમિલનાડુના આ ઓફ સ્પિનરને એક જેવી જ ઈજા થઈ રહી છે.

કેપ્ટને અંતિમ ટેસ્ટની પૂર્વ સંધ્યા પર કહ્યુ કે આ ખુબજ દુર્ભાગ્યપૂર્ણ છે કે અશ્વિન છેલ્લા કેટલાક સમયથી એક સરખી રીતે ઈજા પામી રહ્યો છે. વિરાટે જણાવ્યુ કે ફિઝીયો અને ટ્રેનર સાથે તેની વાતચીત સતત ચાલી રહી છે. ઈજામાંથી બહાર કેમ આવવુ હાલ બસ તેના પર જ ધ્યાન કેન્દ્રીત છે. કેપ્ટને કહ્યુ કે તે ખુબજ નિરાશ થયા છે આ સમયમાંથી બહાર આવવા મથી રહ્યા છે. પણ સંપૂર્ણ રીતે ફિટનેસ મેળવવા તેને સમય લાગશે. ઈમાનદારીથી કહુ તો ઈજાને લઈને કોઈ ભવિષ્યવાણી ન કરી શકુ. જ્યારે કોઈને ઈજા થાય છે તો તેમાથી બહાર આવતા થોડો સમય લાગે છે.

કોહલીએ ખુલાસો કરતા કહ્યુ હતુ કે તેમને ભારતીય ટીમની શરૂઆતના દિવસોમાં 2011માં તેણે જણાવ્યુ કે જ્યાં સુધી મારી ફિટનેસની વાત કરૂ મને 2011થી આ સમસ્યા છે આમા કંઈ નવુ નથી. પણ હુ કેટલાક સમયમાં તેમજ શારિરીક પ્રયાસોથી તેનાથી નિપટવામાં સફળ રહ્યો છુ. હુ વધારે મારા દર્દ વીશે વિચારતો નથી.

અશ્વીનની ઈજાથી ચર્ચા કોહલીના પીઠ દર્દ સુધી પહોંચી ગઈ જે કેટલાક સમયથી આનાથી પરેશાન છે. કોહલી મેલબર્ન ટેસ્ટ દરમિયાન દર્દમાં હતા તેઓને અવારનવાર કમર પર હાથ રાખતા જોવા મળ્યા હતા. કોહલીએ પોતાના આ દર્દ પર જે રીતે કાબુ મેળવ્યો છે અશ્વીને તેની પાસેથી શિખવા જેવુ છે.

0
0
0
s2sdefault

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમમાં બેટ્સમેન રોહિત શર્મા પિતા બની ગયો છે. તેની પત્ની રિતિકા સજદેહએ મુંબઈની હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. રિતિકાની બહેન અને અભિનેતા સોહેલ ખાનની પત્ની સીમા ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી જાણ કરી હતી.

સીમાએ રિતિકા સાથે ફોટા પોસ્ટ કરીને બધાને જાણ કરી હતી. તેણે લખ્યું હતું કે "બેબી ગર્લ, ફરી એક વખત માસી બની ગઈ છે."રોહિત પોતાની દીકરીને જોવા ભારત આવવા રવાના થઇ ગયો છે. આ કારણે તે ત્રીજી ડિસેમ્બરથી સિડની ખાતે રમનાર ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ભાગ નહીં લે.

રોહિતના પિતા બનાવની ખબર મળતા જ સોશિયલ મીડિયા પર બધા તેને અભિનંદન પાઠવવા લાગ્યા છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે સિરીઝમાં 2-1થી આગળ છે. ભારત 40 વર્ષમાં પહેલી વખત સિરીઝમાં 2-1થી આગળ છે. જો ભારત સિડની ખાતેની ટેસ્ટ જીતે અથવા ડ્રો કરે તો ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત સિરીઝ જીતશે.

 

0
0
0
s2sdefault

મેલબર્નમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ઐતિહાસિક જીત મેળવી લીધી છે. ભારતે ઑસ્ટ્રેલિયાને 137 રને હરાવી દીધું છે. ઑસ્ટ્રેલિયાની અંતિમ વિકેટ ઈશાંત શર્માએ લીધી. ઈશાંતે નાથ લૉયનને વિકેટ પાછળ ઋષભ પંતનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પાંચમાં દિવસનાં બીજા સત્રમાં જસપ્રીત બુમરાહએ પૈટ કમિન્સની વિકેટ લઇને ભારતને જીતની નજીક લાવી દીધું હતુ. બુમરાહે કમિન્સને સ્લિપ પર ચેતેશ્વર પુજારાનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

આ જીત સાથે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતે ઑસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં 2-1થી સરસાઇ મેળવી લીધી છે. ભારતે 37 વર્ષ પછી મેલબર્નમાં કોઇ ટેસ્ટ જીતી છે. છેલ્લે ભારતને 1981માં ઑસ્ટ્રેલિયા સામે મેલબર્નમાં જીત મળી હતી. આ સીરીઝમાં ભારતની આ બીજી જીત છે. આ પહેલા ભારતે એડિલેડ ટેસ્ટ 31 રનોથી જીતી હતી. ઑસ્ટ્રેલિયાઈ ધરતી પર ભારતને 7મી જીત મળી છે. ભારતે પોતાની બીજી ઇનિંગનાં આધાર પર ઑસ્ટ્રેલિયાને 399 રનોનું લક્ષ્ય આપ્યું હતુ, જેની સામે ઑસ્ટ્રેલિયા 261 રનો પર ઑલઆઉટ થઈ ગયું હતુ. ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં પૈટ કમિન્સે 63 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શૉન માર્શે 44 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતુ.

ભારત તરફથી આ ઇનિંગમાં જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમી અને ઈશાંત શર્માને 2-2 વિકેટ મળી હતી. ઑસ્ટ્રેલિયા સામે સીરીઝની અંતિમ ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીનાં રોજ સીડનીમાં રમાશે.

0
0
0
s2sdefault

પોતાની શાનદાર બોલિંગના કારણે ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ છવાયેલ છે. મેલબોન્ન ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે પોતાની ઘાતક બોલિંગનું પ્રમાણ આપ્યું. જસપ્રીત બુમરાહએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં 15.5 ઓવર બોલિંગ કરી અને તેણે માત્ર 33 રન આપીને કુલ 6 વિકેટો ભારતીય ટીમ માટે હાંસલ કરી.

જસપ્રીત બુમરાહ એક કેલેન્ડર યરમાં સાઉથ આફ્રીકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં 5 વિકેટહૉલ, (એક ઇનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ) લેનાર પ્રથમ એશિયાઇ બોલર બની ગયો છે. બુમરાહએ આ કેલેન્ડર યરમાં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ જોહાનિસબર્ગ ટેસ્ટ, ઇંગ્લેન્ડ વિરૂદ્ધ નોંટિઘમ ટેસ્ટ અને હવે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેલબર્ન ટેસ્ટમાં 5 વિકેટ હોલ લીધી હતી.

ભારતીય બોલરોએ દમદાર પ્રદર્શન કરતા મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) પર રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે શુક્રવારે યજમાન ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઇનિંગમાં 151 રન પર ઢેર કરી દીધી. ભારતે બીજા દિવસે પોતાની પ્રથમ ઇનિંગ સાત વિકેટના નુક્સાને 443 રનો પર ઘોષિત કરી દીધી હતી. આ પ્રમાણે ઓસ્ટ્રેલિયા 292 રન પાછળ રહી ગયુ. ભારત પાસે ઓસ્ટ્રેલિયાને ફોલોઓન આપવાની તક હતી. પરંતુ મહેમાન ટીમે આવું નહી કરવાનું નિર્ણય લીધો પોતાની બીજી ઇનિંગ રમવાનો નિર્ણય લીધો.

0
0
0
s2sdefault

ક્રિકેટ જગતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર કચ્છના સફેદ રણને જોવા માટે તેમની પત્ની અંજલી અને અન્ય ચાર મિત્રો સાથે કચ્છની મુલાકાત લીધી હતી. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સચિને ટેન્ટસિટીની મુલાકાત લીધી હતી. આ સાથે જ સફેદ રણમાં મિત્રો સાથે મજા કરી હતી. તેઓ મુંબઈથી ફ્લાઈટમાં ભૂજ એરપોર્ટ પર ઉતર્યા હતા અને તેઓ સીધા માંડવી બીચ પર આવેલાં સેરેના બીચ રીસોર્ટ જવા માટે રવાના થયાં હતાં. જો કે સચીન તેંડૂલકરની આ મુલાકાત સંપૂર્ણ અંગત હતી. ભુજ એરપોર્ટ ખાતે ક્રિકેટર સચિન તેંડુલકરની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પહોંચ્યા હતાં.

સચિને મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે કચ્છની મુલાકાતનો અનુભવ ખુબ સારો રહ્યો. પહેલા અમે માંડવી બીચ પર ગયા હતા. જ્યાં અમે ખુબ સારો સમય વિતાવ્યો હતો. કચ્છના સફેદ રણ વિશે તો નાનપણથી જ સાંભળતા આવીએ છીએ. ત્યારે આ મુલાકાત દરમિયાન ઘણો સારો અનુભવ થયો હતો. સાથે જ કહ્યું કે દુનિયામાં આવી જગ્યા ક્યાંય પણ નહિં હોય. આપણે દુનિયાની ઘણી અલગ અલગ જગ્યાઓ વિશે સાંભળતા હશુ પણ આપણા દેશમાં જ આટલી સરસ જગ્યા છે. જેને એક્સપ્લોર કરવી જોઈએ. હું બધાને એ જ કહીશ કે આપણા દેશમાં આટલી સરસ જગ્યા છે તો પહેલા એની જ મુલાકાત લ્યો. મેં દુનિયા આખી ફરી છે. પણ અહીંનો અનુભવ ખુબ સારો અને અલગ હતો. મારા માટે આ યાદગાર અનુભવ રહ્યો છે.

 

0
0
0
s2sdefault

ચેતેશ્વર પુજારાએ મેલબોર્ન બોક્સિંગ ટેસ્ટમાં 106 રન ફટકારી પોતાના કરિયરની 17મી સદી નોંધાવી હતી. ગાંગુલીએ 188 ઇંનિંગ્સમાં 16 સેન્ચુરી મારી હતી જયારે લક્ષમણે 225 ઇંનિંગ્સમાં 17 સદી ફટકારી હતી. પુજારા 112 ઇંનિંગ્સમાં તેમનાથી આગળ નીકળી ગયો હતો. પુજારાના કરિયરની સૌથી ધીમી સદીની સહાયથી બીજા દિવસના અંતે ભારતનો હાથ ઉપર છે. બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી ફટકારનાર પાંચમો ભારતીય બનનાર પુજારાએ કહ્યું હતું કે બેટ્સમેન બાદ હવે બોલર્સ પર 20 વિકેટ લઈ ભારતને મેચ જીતાડવાની જવાબદારી રહેશે.

પુજારાએ કહ્યું હતું કે હું પીચ અને પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળવામાં માનુ છું. ગઈકાલ કરતા આજે બેટિંગ કરવી બહુ અઘરી હતી. પીચમાં અનઇવન બાઉન્સ છે જેના લીધે એક બેટ્સમેન તરીકે તમે ગમે ત્યારે માત ખાઈ શકો છો. મેં બીજી કોઈ વિકેટ પર આટલાં બોલ રમ્યા હોત તો 140 થી 150 રન કર્યા હોત પણ અહીંયા શોટ-મેકિંગ ઘણું મુશ્કેલ છે. હું મારા ફોર્મથી ખુશ છું પરંતુ અમે પરિણામ માટે રમી રહ્યા છીએ અને તેથી બોલર્સ 20 વિકેટ લઈને મેચ જીતાડે તેના પર જ અમારું ફોક્સ છે.

આજે ગુરુવારે ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી ગઈ કાલની ઈનિંગ આગળ ધપાવી હતી. પુજારાએ 66 રન અને કેપ્ટન વિરાટ કોહલી 47 રનેથી ઈનિંગ આપગળ ધપાવતા બીજા દિવસે પહેલા સેશનમાં ભારતે 28 ઓવરમાં કોઇ જ વિકેટ ગુમાવ્યા વગર 62 રન ઉમેર્યા હતા. ભારતનો કુલ સ્કોર 117 ઓવરમાં 277/2 હતો. આ સમયે ચેતેશ્વર પુજારા 103 રન અને વિરાટ કોહલી 69 રન બનાવીને અણનમ હતા. તે દરમિયાન લંચ બ્રેક પડ્યો હતો. ચેતેશ્વર પુજારા 280 બોલમાં બાઉન્ડ્રી ફટકારી પોતાની સદી પૂર્ણ કરી હતી. પરંતુ બ્રેક બાદ વધુ 3 રન ઉમેરી પુજારા આઉટ થયો હતો. આમ 106 રન બનાવી પુજારા પેવેલિયન પરત ફર્યો હતો.

0
0
0
s2sdefault

 

ઓસ્ટ્રેલિયાએ પર્થ ટેસ્ટમાં જીત મેળવીને ભલે ચાર મેચોની ટેસ્ટ સીરીઝમાં બરાબરી કરી લીધી હોય પણ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવુ છે કે ભારત હજુ પણ સીરિઝ જીતી શકે છે. એડિલેંડમાં રમવામાં આવેલ પહેલો મેચ ભારતે જીત્યો હતો. જ્યારે બીજી ટેસ્ટમાં તેને 146 રનની હાર મળી ત્રીજી મેચ 26 ડિસેમ્બરે મેલબર્નમાં રમાશે. ગાંગુલીએ કોલકત્તામાં કહ્યુ છે કે ભારત હજુ પણ જીત મેળવી શકે છે, આ તેના પર નિર્ભર રાખશે કે કેવો મેચ રમાશે.

ગાંગુલીએ મધ્યક્રમના બેટ્સમેનને રન બનાવવાની સલાહ આપી છે. પર્થ ટેસ્ટમાં ભારત મધ્યક્રમમાં બહુ ખરાબ રીતે ફેલ થયું હતુ. ગાંગુલીએ કહ્યુ કે મેદાનમાં ઉતરતા તમામ 11 ખેલાડીઓએ જવાબદારી લેવી જોઈએ. તમામ ખેલાડીએ સારૂ પ્રદર્શન કરવુ જોઈએ. સીરીઝના કેપ્ટન વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાને છોડીને તમામ ભારતીય બેટ્સમેન પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ગાંગુલીએ મધ્યક્રમના બેટ્સમેનને વધારે જવાબદારી સાથે મેચ રમવાની સલાહ આપી હતી.

ભારતે અત્યાર સુધીમાં 14 બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમ્યા છે. જેમાં 10માં કારમો પરાજય મળ્યો છે. ભારતે ફક્ત એક મેચમાં વિજય મેળવ્યો છે. જ્યારે ત્રણ મેચ ડ્રો થયા હતા. ઓસ્ટ્રેલિયામાં સાત બોક્સિંગ ડે ટેસ્ટમાં ભાગ લીધો હતો. પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો જ્યારે બે મેચને અનિર્ણિત ઘોષિત કરવામાં આવ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમ મેલબોર્નમાં શરૂ થનાર ત્રીજા મેચમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પહેલીવાર બોક્સિંગ ધ ટેસ્ટ મેચ જીતીને સીરિઝમાં સરસાઈ મેળવી લેવાની કોશિશ કરશે. ભારતીય ટીમ અત્યાર સુધીમાં બોક્સિંગ ડે એટલેકે 26 ડિસેમ્બરથી શરૂ થતી 14 ટેસ્ટ મેચ રમ્યા છે જેમાં ફક્ત એક મેચમાં જીત મળી છે. તે પણ ઓસ્ટ્રેલિયામા નહી પણ દક્ષિણ આફ્રીકામાં ભારતમાટે આ મેચોના પરિણામ નિરાશા જનક છે.

0
0
0
s2sdefault


ઓસ્ટ્રેલિયાના પૂર્વ બોલર ડેનિસ લિલીએ જસપ્રીત બુમરાહના ખુબ જ વખાણ કર્યા છે અને કહ્યું છે કે, ભારતનો આ બોલર સામાન્ય રીતે કરવામાં આવતી ઝડપી બોલિંગથી તદ્દન અલગ છે. ઝડપી બોલર બુમરાહ હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલ ભારતીય ટીમનો ભાગ છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેણે શાનદાર પ્રદર્શન કર્યુ થે. લિલીએ કહ્યું,મને લાગે છે કે, બુમરાહ ખુબ જ રોચક બોલર છે તે ખુબ જ સોર્ટ રન-અપ સાથે આવે છે.

લિલીએ કહ્યું,તે પહેલા ચાલે છે અને બાદમાં રન-અપથી બોલ ફેંકે છે. તેના હાથ સીધા રહે છે. તેના જેવી લોબિંગ કોઇ પણ પ્રકારની પુસ્તકથી શીખી શકાય નહી. માટે તે મને મારા સમયના એક બોલરની યાદ અપાવે છે. જે અમારા બધાથી અલગ હતાં. તે છે જૈફ થોમસન. લિલીએ એક નિવેદનમાં કહ્યું,જોકે બુમરાહ થોમસન માફક ઝડપી નથી પરંતુ તેનાથી મળતા આવે છે. આ બંન્ને લોકો ઝડપી બોલિંગની આમ પરિભાષાથી તદ્દન અલગ છે.

બુમરાહએ પ્રથણ બે ટેસ્ટ મેચમાં ભારત માટે સૌથી વધારે 11 વિકેટો લીધી. બીજી ટેસ્ટમાં ભારતના ચાર બોલરો સાથે ઉતરવાના નિર્ણય પર લિલીએ કહ્યું કે હાલમાં ભારતના સારા બોલરો સામે આવી રહ્યા છે. તેમણે કહ્યું,આ જોવું સારૂ હતું, પરંતુ શુ તમે જાણો છો કે આ માત્ર ઝડપી બોલરોની વાત નથી. ભારત હાલમાં ખુબ જ સારા ઝડપી બોલરો નીકાળી રહ્યું છે.

લિલીએ કહ્યું,’તે ઝડપી બોલિંગમાં ખુબ જ શાનદાર થઇ ગયા છે અને તેઓને ચાર શાનદાર બોલરોની પસંદગી કરવાની હોય તો તેઓ તેમને પસંદ કરશે. મેં બુમરાહને જેટલો પણ જોયો છે તે ખુબ જ સારો ટેસ્ટ બોલર છે. પ્રથમ બે મેચોમાં તેમણે જે બોલિંગ કરી તે ખુબ જ શાનદાર છે.’

 

0
0
0
s2sdefault

ભારતીય પુરૂષ ટીમને વિશ્વકપ જીતાવનાર ગૈરી કસ્ટર્ન અને ડબલ્યૂવી રમન મહિલા ક્રિકેટ ટીમના નવા કોચ હશે. આ બંન્નેને આ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. બીસીસીઆઇની એડ હોક સમિતિએ ગુરૂવારે આ દિવસે પૂર્વ ક્રિકેટરોનું ઇન્ટરવ્યૂ કર્યુ અને તેના પછી કોચ તરીકે તેમના નામની ભલામણ કરી દીધી. આ સમિતિમાં પૂર્વ કપ્તાન કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને એસ રંગાસ્વામી સામેલ હતાં.

આ વર્ષે 30 નવેમ્બરે ભારતીય મહિલા ટીમના તત્કાલીન કોચ રમેશ પોવારનો કાર્યકાળ સમાપ્ત થઇ ગયો હતો. કોચ રહેતા પોવારનો ટીમની સૌથી અનુભવી ખેલાડી મિતાલી રાજ સાથે વિવાદ થયો હતો. મિતાલી રાજે કહ્યું હતું કે, પોવાર સહિત કેટલાક લોકો તેનું કરિયર ખતમ કરવા માંગે છે. જોકે, મિતાલીનો વિરોધ કર્યા વિના ટી-20ની કપ્તાન હરમનપ્રીત કૌર અને ઉપ કપ્તાન સ્મૃતિ મંધાનાએ પોવારનું સમર્થન કર્યુ હતું. પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ પોવારનો કાર્યભાર વધાર્યો નહી.

બીસીસીઆઇએ નવા કોચ માટે આદેવનો મંગાવ્યા હતાં, જેના માટે 28 પૂર્વ ક્રિકેટર અથવા કોચોએ આવેદન કર્યુ હતું, જેમાથી પસંદ થયેલા કેટલાક ઉમેદવારોને ઇન્ટરવ્ચૂ માટે બોલાવવામાં આવ્યા હતાં. જેમાથી ડબલ્યૂવી રમન સિવાય વેંકટેશ પ્રસાદ, મનોજ પ્રભાકર, ટ્રેંટ જાંસ્ટન, દિમિત્રી માસ્કરેન્હાસ, બ્રેડ હાગ અને કલ્પના વેંકટાચાર સામેલ રહ્યા હતાં. કસ્ટર્ન સહિત આવેદકો પાસેથી સ્કાઇપ અને એક પાસે ફોન પર ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું.

બીસીસીઆઇની એડહોક સમિતિએ મહિલા ટીમના કોચ માટે ગૈરી કસ્ટર્ન અને ડબલ્યૂવી રમનનું નામ શોર્ટલિસ્ટ કર્યું. ગૈરી ક્ટર્ન દક્ષિણ આફ્રીકાના પૂર્વ ક્રિકેટર છે અને 2008થી 2011 સુધી ટીમ ઇન્ડિયાના કોચ રહ્યા છે. ભારતે તેમના કાર્યકાળ દરમિયાન જ મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં વિશ્વ કપ જીત્યો હતો. કસ્ટર્ન તેના પછી 2011 થી 2013 સુધી દક્ષિણ આફ્રિકાના કોચ રહ્યા. ગૈરી કસ્ટર્ન હાલમાં આઇપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલૂરૂના કોચ છે.

 

0
0
0
s2sdefault

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2019 માટે જયપુરમાં ખેલાડીઓની હરાજી થઈ રહી છે. ત્રીજા રાઉન્ડમાં વરૂણ ચક્રવર્તી 8.4 કરોડ રૂપિયામાં વેચાયો, જેને કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો. તે અનકેપ્ડ ખેલાડી હતો અને તેની બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી. તો શિવમ દુબેને 5 કરોડ રૂપિયામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ખરીદ્યો. તે પણ અનકેપ્ડ ખેલાડી હતી અને તેની બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી.

 

બીજા રાઉન્ડ સુધી 15 ખેલાડીઓ વેચાયા હતા. જેમાંથી 6 વિદેશી હતા. બીજા રાઉન્ડમાં સૌથી પહેલાં જયદેવ ઉનડકટ વેચાયો છે. તે અત્યાર સુધીના સૌથી મોંધો ખેલાડી છે. રાજસ્થાન રોયલ્સે તેને રૂ. 8.4 કરોડમાં ખરીદ્યો છે. જ્યારે મલિંગા બેઝ પ્રાઈઝ રૂ. 2 કરોડ અને ઈશાંત શર્મા રૂ. 1.20 કરોડમાં વેચાયો છે.

 

પહેલાં રાઉન્ડમાં 9 ખેલાડીઓ વેચાયા છે. તેમાં પાંચ વિદેશી ખેલાડી છે. સૌથી પહેલા ખેલાડી હનુમા વિહારી રૂ. 2 કરોડમાં વેચાયા હતા. ત્યારપછી વેસ્ટ ઈન્ડિઝના કાર્લોસ બ્રેથવેટને કોલકાતા નાઈટ રાઈડર્સે રૂ. 5 કરોડમાં ખરીદ્યા. ભારતીય અક્ષર પટેલ અત્યાર સુધીના સૌથી મોંઘા રૂ. 5 કરોડમાં વેચાયો છે. દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલને ખરીદ્યો. જોકે યુવરાજ સિંહને ખરીદવામાં અત્યાર સુધી કોઈ ટીમે રસ દાખવ્યો નથી.

 

પહેલા હરાજીમાં કુલ 346 ખેલાડીઓ નક્કી કરવામાં આવ્યા હતા, જોકે તે પછી ખેલાડીઓની સંખ્યા 351 થઈ ગઈ હતી. તેમાં 228 ખેલાડીઓ ભારતીય અને 13 દેશના 123 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. જોકે ફ્રેન્ચાઈઝી તેમાંથી મહત્તમ 70 ખેલાડીઓની ખરીદી કરી શકશે.

 

ડેલ સ્ટેન- બેઝ પ્રાઈઝ 1.50 કરોડ, અનસોલ્ડ.

- લૌકી ફગ્યુસન- બેઝ પ્રાઈઝ 1 કરોડ, કોલકાતા નાઈટરાઈડર્સે 1.60 કરોડમાં ખરીદ્યો. 

- મોર્ને મોર્કેલ- બેઝ પ્રાઈઝ 1.50 કરોડ, અનસોલ્ડ. 

- કેન રિચડર્સન- બેઝ પ્રાઈઝ 1 કરોડ, અનસોલ્ડ. 

- આર વિનયકુમાર- બેઝ પ્રાઈઝ 50 લાખ, અનસોલ્ડ. 

- બરિંદર સરન- બેઝ પ્રાઈઝ 50 લાખ, જેને મુંબઈ ઈન્ડિયન્સે 3.40 કરોડમાં ખરીદ્યો. 

- ગ્લેન ફિલિપ્સ- બેઝ પ્રાઈઝ 50 લાખ, અનસોલ્ડ.

 

- હેનરિચ ક્લાસેન- બેઝ પ્રાઈઝ 50 લાખ, રાજસ્થાન રોયલે આ કિંમતે જ ખરીદ્યો. 

- મુશાફિકુર રહીમ- બેઝ પ્રાઈઝ 50 લાખ, અનસોલ્ડ.

- કુશલ પરેરા- બેઝ પ્રાઈઝ 75 લાખ, અનસોલ્ડ. 

- લ્યૂક રોન્ચી- બેઝ પ્રાઈઝ 75 લાખ, અનસોલ્ડ.

- સેમ કુરેન- બેઝ પ્રાઈઝ 2 કરોડ. કિંગ્સ ઈલેવન પંજાબે 7.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

 

- જેસન હોલ્ડર- બેઝ પ્રાઈઝ 75 લાખ, અનસોલ્ડ.

 

- પરવેઝ રસૂલ- બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતો, તે પણ અનસોલ્ડ રહ્યો.

 

- કોરી એન્ડરસન- બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતો, અનસોલ્ડ.

 

- રૂષિ ધવન- બેઝ પ્રાઈઝ 50 લાખ, અનસોલ્ડ.

 

- એન્જેલો મેથ્યૂઝ- બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતો, તે પણ અનસોલ્ડ રહ્યો.

 

- જેમ્સ નીશમ- બેઝ પ્રાઈઝ 75 લાખ, અનસોલ્ડ.

 

- હાશિમ અમલા- બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયા હતો. જે અનસોલ્ડ રહ્યો.

 

- સૌરભ તિવારી- બેઝ પ્રાઈઝ 50 લાખ, અનસોલ્ડ.

 

- શોન માર્શ- બેઝ પ્રાઈઝ 2 કરોડ, અનસોલ્ડ. 

- કોલિન ઈંગ્રામ- બેઝ પ્રાઈઝ 2 કરોડ, જેને દિલ્હીએ 6.40 કરોડમાં ખરીદ્યો

- રેઝા હેન્ડ્રિક્સ- બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતો, જેને કોઈએ ખરીદ્યો ન હતો. 

- ઉસ્માન ખ્વાજા- બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયા હતો. જેને કોઈએ ન ખરીદ્યો. 

- હઝરતુલ્લા જ્જાઇ- બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા, અનસોલ્ડ.

 

- મુરુગન અશ્વિન- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ.

 

- રવિ સાઈ કિશોર- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ.

 

- કેસી કરિયપ્પા- બેઝ પ્રાઈઝ 20 લાખ, કોઈએ ન ખરીદ્યો

 

- ઝહીર ખાન પખ્તીન- બેઝ પ્રાઈઝ 40 લાખ, અનસોલ્ડ.

 

- યુવરાજ ચુડાસમા- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ.

 

- નાથૂ સિંહ- બેઝ પ્રાઈઝ 20 લાખ. જેને દિલ્હીએ આ કિંમતે જ ખરીદ્યો

- જગદીશ સુચિત- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ.

 

- તુષાર દેશપાંડે- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ

- ચામા મિલિંદ- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ

- રજનીશ ગુરબાની- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ

- ઈશાન પોરેલ- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ

- અનિકેત ચૌધરી- બેઝ પ્રાઈઝ 20 લાખ હોવા છતાં કોઈએ ન ખરીદ્યો

- અરૂણ કાર્તિક બાસ્કેર- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ

- કેએસ ભારત- બેઝ પ્રાઈઝ 20 લાખ, કોઈએ ન ખરીદ્યો.

- અંકુશ બેન્સ- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ

- અનુજ રાવત- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ

 

બાબા ઈન્દ્રજીત- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા. અનસોલ્ડ

શેલ્ડન જેક્સન- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા, તેને પણ કોઈએ ન ખરીદ્યો

જલજ સક્સેના- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા, અનસોલ્ડ

 

વરૂણ ચક્રવર્તી- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી જેને 8 કરોડ 40 લાખમાં કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો

 

શિવમ દુબે- બેઝ પ્રાઈઝ 20 લાખ જેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 5 કરોડમાં ખરીદ્યો.

 

આયુષ બદોની- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા. અનસોલ્ડ

સરફરાઝ ખાન- બેઝ પ્રાઈઝ 20 લાખ. કિંગ્સ ઈલેવન પંજાબે 25 લાખ રૂપિયામાં ખરીદ્યો 

અક્ષદીપ નાથ- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા. અનસોલ્ડ

 

અરમાન ઝફર- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા, કોઈએ ન ખરીદ્યો

અનમોલપ્રીત સિંહ- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા. મુંબઈ ઈન્ડિયન્સે 80 લાખ રૂપિયામાં ખરીદ્યો

 

અંકિત બવાને- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા, તે પણ અનસોલ્ડ રહ્યો

સચિન બેબી- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતો, કોઈએ ન ખરીદ્યો

મનન વોહરા- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા, કોઈએ ન ખરીદ્યો

દેવદત્ત પડિક્કલ- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતો. જેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આ કિંમતે જ ખરીદ્યો

 

રાહુલ શર્મા- અનસોલ્ડ

અદામ ઝમ્પા- અનસોલ્ડ

ખેરી પેરી- અનસોલ્ડ

ફવાદ અહેમદ- અનસોલ્ડ

 

મોહિત શર્મા- બેસ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

 

વરુણ આરોન- રાજસ્થાન રોયલ્સે તેને રૂ. 2.40 કરોડમાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ હતી.

 

લસિથ મલિંગા- તેની બેઝ પ્રાઈઝ રૂ. 2 કરોડ હતી. મુંબઈ ઈન્ડિયન્સે તેને તે જ કિંમતે ખરીદ્યો છે.

ઈશાંત શર્મા- તેની બેઝ પ્રાઈઝ રૂ. 75 લાખ હતી. દિલ્હી કેપિટલ્સે તેને રૂ. 1.10 કરોડમાં ખરીદ્યો છે.

 

જયદેવ ઉનડકટ- રાજસ્થાન રોયલ્સે તેને 8.4 કરોડમાં ખરીદ્યો, તેની બેઝપ્રાઈઝ રૂ. 1.5 કરોડ હતી

 

ઋદ્ધિમાન સાહા- તેની બેઝ પ્રાઈસ રૂ. એક કરોડ હતી. સનરાઈઝ હૈદરાબાદે તેને રૂ. 1.20 કરોડમાં ખરીદ્યો

 

નિકોલસ પૂરન- તેની બેઝપ્રાઈઝ રૂ. 75 લાખ હતી. કિંગ્સ ઈલેવન પંજાબે તેને રૂ. 4.20 કરોડમાં ખરીદ્યો

 

બ્રેન મેકડેર્મોટ- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ હતી, આ પણ અનસોલ્ડ રહ્યો

 

નમન ઓઝા- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ હતી. તે હજી અનસોલ્ડ રહ્યો

 

અક્ષર પટેલ- દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલને રૂ. 5 કોડમાં ખરીદ્યો, તેની બેઝ પ્રાઈઝ રૂ. 1 કરોડ હતી.

 

કાર્લોસ બ્રેથવેટ- તેની બેઝ પ્રાઈઝ રૂ. 75 લાખ હતી. તેને કોલકાતા નાઈટરાઈડર્સે રૂ. 5 કરોડમાં ખરીદ્યો

 

ક્રિસ જોર્ડન- તેની બેઝ પ્રાઈઝ રૂ. 1 કરોડ હતી, તેને કોઈ ટીમે ખરીદ્યો નહીં.

 

ગુરકીરત સિંહ- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ છે. તેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ તે જ કિંમતમાં ખરીદ્યો છે.

 

યુવરાજ સિંહ- તેની બેઝ પ્રાઈઝ રૂ. એક કરોડ હતી. હજી સુધી તેને કોઈએ ખરીદ્યો નથી.

 

મનોજ તિવારી- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ છે. જેને કોઈ પણ ટીમે ખરીદ્યો નથી.

 

ચેતેશ્વર પુજારા- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ છે, પરંતુ તે પણ હજુ અનસોલ્ડ છે.

 

એલેક્સ હેલ્સ- તેની બેઝ પ્રાઈઝ રૂ. 1.50 કરોડ હતી. તે હજુ અનસોલ્ડ છે.

 

હનુમા વિહારી- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ હતી, તેને દિલ્હી કેપિટલ્સે રૂ. 2 કરોડમાં ખરીદ્યો

 

શિમરોન હેટમેયર- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ હતી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રૂ. 4.20 કરોડમાં ખરીદ્યો.

 

બ્રેંડન મૈકુલમ- તેની બેઝપ્રાઈઝ રૂ. 2 કરોડ હતી. કોઈ ટીમે તેને ખરીદવામાં રસ દાખવ્યો નથી.

 

માર્ટિન ગુપ્ટિલ- તેની બેઝ પ્રાઈઝ રૂ. 1 કરોડ હતી. તે હજુ અનસોલ્ડ છે.

 

ક્રિસ વોક્સ- તેની બેઝ પ્રાઈસ રૂ. બે કરોડ છે. કોઈ પણ ટીમે તેને ખરીદવામાં રસ દાખવ્યો નથી.

0
0
0
s2sdefault

ભારતની બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુએ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનવર્લ્ડ ફાઇનલ્સના ગ્રુપ સ્ટેજમાં ચાઈનીઝ તાઇપાઇની તાઈ ઝૂ યિંગને 14-21, 21-16 અને 21-18થી હરાવી સતત બીજો મુકાબલો જીત્યો છે. તાઈ ઝૂ યિંગે પહેલી ગેમમાં લીડ છતા મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઝૂ યિંગને આ મુકાબલા માટે ફેવરિટ માનવામાં આવી રહી હતી અને તેણે પહેલી ગેમમાં સિંધુને સતત ક્રોસમાં રમાડી 21-14થી માત પણ આપી હતી.

 

પહેલી ગેમમાં મળેલી માત છતાં સિંધુએ હાર સ્વીકારી ન હતી. તેણે બીજી ગેમ 21-16થી જીતીને શાનદાર રીતે કમબેક કર્યું હતું. તે બાદ ફાઇનલ ગેમમાં ફરી એક વખત ઝૂ યિંગ પોતાની આગવી રમત દેખાડી હતી. તેણે 11-6ની લીડ સાથે ઔપચારિકતા પુરી કરીને મેચ જીતી જશે તેવું જણાતું હતું। તેવામાં ભારતની સિંધુએ બરાબરની ટક્કર આપી હતી. સિંધુએ 6-11થી 21-18સુધીની સફરમાં વર્લ્ડનંબર1ને આક્રમક સ્મેશ અને નેટ પર રમાડીને તેના હાથથી મેચ ઝૂંટવી લીધી હતી. આ જીત બાદ સિંધુનું સેમી ફાઇનલમાં સ્થાન લગભગ સુનિશ્ચિત થઇ ગયું છે. સિંધુનો આગામી મુકાબલો શુક્રવારના રોજ અમેરિકાની ઝહાન્ગ બીએવેં સામે છે.

 

0
0
0
s2sdefault

ઇનિંગ્સની દરેક વિકેટ એકલા લેવી કોઇ સપનાનું સત્ય થાય તે બરાબર છે. મણિપુરના 18 વર્ષના બોલરે ઇનિંગ્સમાં 10 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. ડાબા હાથના મીડિયમ પેસર રેક્સ રાજકુમાર સિંહે ચાર દિવસીય અંડર-19 ટૂર્નામેન્ટ કૂચ બિહાર ટ્રોફીમં અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ એક ઇનિંગ્સમાં 10 વિકેટ લીધી. 

 

મંગળવારે રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સ્ટેડિયમ અનંતપુરમાં મણિપુરે અરુણાચલ પ્રદેશને બીજી ઇનિંગ્સમાં 36 રન પર ઓલ આઉટ કરી દીધા, કમાલની વાત એ છે કે રાજકુમારે 9.5 ઓવરમાં 6 મેડનની સાથે 11 રન આપીને 10 વિકેટ લીધી છે.

 

બોલર રાજકુમારે તેની ચમત્કારી બોલિંગ દરમ્યાન પાંચ ખેલાડીઓને બોલ્ડ કર્યા. જ્યારે બે ખેલાડીઓને એલબીડબલ્યું બે કોટ બિહાઇન્ડ અને એક કેચ આઉટ થયો. અરુણાચલ પ્રદેશની પ્રથમ ઇનિંગ્સમાં 138 રનના જવાબમાં મણિપુરની ઇનિંગ્સમાં 122 રન પર મેચ પુરી થઇ ગઇ હતી. આખરે બીજી ઇનિંગ્સમાં અરુણાચલ પ્રદેશને 36 રન પર ઢેર કરીને મણિપુરની જીત માટે મળેલા 53 રનનું લક્ષ્ય વગર કોઇ  નુકસાને હાંસિલ કરી લીધું છે. 

0
0
0
s2sdefault

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી તેની આક્રમકતા માટે જાણીતો છે. કોહલી જ્યારે ફીલ્ડ પર હોય છે તો કેમેરા તેના ચહેરાની ભાવને કેદ કરવામાં કોઇ ચૂક કરતા નથી. જોકે, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન ઇયાન ચૈપલ પણ કોહલીને સલાહ આપી છે. તેમનું કહેવું છે કે કોહલીએ ફીલ્ડ સેટિંગ પર થોડોક વિચાર કરવો જોઇએ.

 

ઇઆન ચેપલે કહ્યું કે કોહલી એક સારો કેપ્ટન છે. તે પણ કેટલાક કેપ્ટન રહી ચૂકેલા કેપ્ટનની જેમ ફીલ્ડ ફેલાવીને રાખે છે. ક્રિકઇંફોના એક વીડિયોમાં ચેપલે ટ્વીટર દ્વારા પૂછવામાં આવેલા એક જવાબમાં આવું કહ્યું. તેમને એક યુજરે કોહલીની કેપ્ટનશીપને લઇને સવાલ પૂછ્યો. જેના જવાબમાં ચૈપલે કહ્યું કે તેની નજરમાં કોહલી સારા કેપ્ટન છે. 

 

પરંતુ તેને પોતાની ફિલ્ડ સેટિંગને લઇને થોડૂંક વિચાર કરવો જોઇએ. તેને કહ્યું જ્યારે તમે ફીલ્ડ ફેલાવીને રાખો છો તો બેટ્સમેનને સિંગલ લેવામાં સહેલાઇ થાય છે. જેનાથી તે જલગી સેટ થઇ જાય છે.

 

તેમને કહ્યું કે તમે સારા બેટ્સમેનની ઇનિંગ્સની શરૂઆતમાં સિંગલ આપી દે છે. તો તે તમારા માટે યોગ્ય નથી. તમારે શરૂઆતમાં જ તેની પર દબાણ બનાવવું જોઇએ. તે સિવાય ચૈપલનું પણ માનવું છે કે હાલની ભારતીય ટીમ આક્રમક છે. પરંતુ 2000s ટીમ જેટલી આક્રમક બિલકુલ નથી. તેમને કહ્યું કે ઓસ્ટ્રેલિયાઇ ટીમ પણ આક્રમક હતી.

0
0
0
s2sdefault


IPLના પૂર્વ કમિશનર અને મની લોન્ડ્રરિંગના આરોપમાં દેશ છોડીને ભાગનાર લલિત મોદીના પત્ની મીનલનું સોમવારે લંડનમાં નિધન થયુ છે. 64 વર્ષના મીનલ લાંબા સમયથી બીમાર હતા. લલિત મોદીએ તેમના નિધનની જાણકારી તેના ટ્વિટર પરથી આપી હતી.

 

જો કે 53 વર્ષના લલિત મોદીએ મીનલ મોદીના મોતનું કારણ નથી જણાવ્યુ. લલિત મોદીનો પરિવાર હાલ લંડનમાં છે.IPLમાં ગરબડ અને મની લોન્ડ્રરિંગના મામલે લલિત મોદીને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યા છે.

 

BCCIએ લલિત મોદીને આર્થિક અનિયમિતતાઓના આરોપમાં 2010માં બેન કરી દીધા છે. ત્યારથી IPLના પૂર્વ કમિશ્નર લંડનમાં રહે છે. પણ BCCI સાથે હજુ તેમનો સંબંધ સંપૂર્ણ પણે પૂરો થયો નથી. 

હાલ તો લલિત મોદી તેમના પત્નીના નિધનથી શોક મા છે.

0
0
0
s2sdefault

શ્રીલંકાના ઓફ સ્પિનરને ગરેકાયદેસર બોલિંગ એક્શનના કારણે આંતરરાષ્ટ્રીય બોલિંગ કરવાથી નિલંબિત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે સોમવારે આ જાહેરાત કરી. શ્રીલંકામાં ઇંગ્લેન્ડમાં વિરુદ્ધ ગત મહીને પ્રથમ ક્રિકેટ ટેસ્ટ દરમ્યાન શંકાસ્પદ એક્શન માટે ધનંજયની ફરિયાદ કરવામાં આવી હતી. 

 

ઇંગ્લેન્ડની આ મેચ 211 રનથી જીત્યા બાદગ શ્રૃંખલામાં 3-0થી ક્લીનસ્વીપ કર્યું હતું. આ ઓફ સ્પિનરના બોલિંગ એક્શનનું 23 નવેમ્બરમાં સ્વતંત્ર આકલન થયું. જેમા ખુલાસો થયો કે તેની બોલિંગ નિયમો અનુસાર નથી. આઇસીસીએ નિવેદનમાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદમાં ઘોષણા કરે છે કે સ્વતંત્ર આકલનમાં શ્રીલંકા ઓફ સ્પિનર અકિલા ધનંજયની બોલિંગ એકશન ગેરકાયદેસર મળ્યું અને તેને તરત પ્રભાવથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગથી નિલંબીત કરવામાં આવે છે. 

 

ધનંજયની આ નિલંબન દરેક રાષ્ટ્રીય ક્રિકેટ સંઘોના ઘરેલુ મેચમાં પણ લાગૂ હશે. જોકે તે શ્રીલંકા ક્રિકેટની સ્વીકૃતિથી શ્રીલંકા ઘરેલું મેચમાં રમી શકે છે. 

 

0
0
0
s2sdefault


એડિલેડ ટેસ્ટ ભારતીય વિકેટકિપર ઋષભપંત મટે પણ બેસ્ટ રહી છે. તેને એક ટેસ્ટમાં મેચમાં સૌથી વધારે કેચ પકડીને વિકેટકીપિંગ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. પંતે આ મેચમાં વિકેટની પાછળ અત્યાર સુધી કુલ 11 કેચ પકડ્યા છે. 

ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સમાં મિશેલ સ્ટાર્કનો કેચ પકડતા જ ઋષભ પંતે એક મેચમાં તેના કુલ 11 કેચ પુરા કર્યા. તેને કાંગારુઓને પ્રથમ ઇનિંગ્સમાં જ્યાં 6 કેચ પકડ્યા હતા. જ્યારે બીજી ઇનિંગ્સમાં 5 

કેચ પકડ્યા. 

તેની સાથે જ ઋષભ પંતે વિકેટકીપર તરીકે જેક  રસેલ અને એબી ડિવિલિયર્સના 11 કેચ પકડવાને બરાબરી કરી છે. મજાની વાત છે કે આ હાલ જોહાનિસબપર્માં તેને 11-11 કેચ પકડ્યા હતા. 

ઋષભ પંત ભારતની તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે કેચ પકડનાકા વિકેટકીપર બની ગયા છે. તેને ઋધિમાન સાહાનો રેકોર્ડ તોડ્યો છે. સાહાએ સાઉથ આફ્રીકા વિરુદ્ધ આ 

વર્ષે કેપટાઉનમાં 10 કેચ પકડ્યા હતા. પરંતુ ઋષભ પંતે આ વર્ષના અંતમાં આ રેકોર્ડ઼ પોતાના નામે કરી લીધો છે. 

 

0
0
0
s2sdefault
<દેશભરના ટ્રક અને બસ ઓપરેટર્સ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે. ટ્રક અને બસ ટ્રાન્સપોટર્સની હડતાળ લાંબુ ચાલી તો જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડી શકે છે, અને રોજીંદા ઉપયોગની વસ્તુઓના ભાવ વધી શકે છે. દેશભરમાં હડતાળને પગલે અંદાઝે 90 લાખ ટ્રક અને 50 લાખ બસ માર્ગો પર નહીં દોડે. આ હડતાળથી રોજના બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.
0
0
0
s2sdefault
<દેશભરના ટ્રક અને બસ ઓપરેટર્સ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે. ટ્રક અને બસ ટ્રાન્સપોટર્સની હડતાળ લાંબુ ચાલી તો જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડી શકે છે, અને રોજીંદા ઉપયોગની વસ્તુઓના ભાવ વધી શકે છે. દેશભરમાં હડતાળને પગલે અંદાઝે 90 લાખ ટ્રક અને 50 લાખ બસ માર્ગો પર નહીં દોડે. આ હડતાળથી રોજના બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.
0
0
0
s2sdefault
<દેશભરના ટ્રક અને બસ ઓપરેટર્સ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે. ટ્રક અને બસ ટ્રાન્સપોટર્સની હડતાળ લાંબુ ચાલી તો જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડી શકે છે, અને રોજીંદા ઉપયોગની વસ્તુઓના ભાવ વધી શકે છે. દેશભરમાં હડતાળને પગલે અંદાઝે 90 લાખ ટ્રક અને 50 લાખ બસ માર્ગો પર નહીં દોડે. આ હડતાળથી રોજના બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.
0
0
0
s2sdefault
<દેશભરના ટ્રક અને બસ ઓપરેટર્સ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે. ટ્રક અને બસ ટ્રાન્સપોટર્સની હડતાળ લાંબુ ચાલી તો જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડી શકે છે, અને રોજીંદા ઉપયોગની વસ્તુઓના ભાવ વધી શકે છે. દેશભરમાં હડતાળને પગલે અંદાઝે 90 લાખ ટ્રક અને 50 લાખ બસ માર્ગો પર નહીં દોડે. આ હડતાળથી રોજના બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.
0
0
0
s2sdefault
<દેશભરના ટ્રક અને બસ ઓપરેટર્સ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે. ટ્રક અને બસ ટ્રાન્સપોટર્સની હડતાળ લાંબુ ચાલી તો જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડી શકે છે, અને રોજીંદા ઉપયોગની વસ્તુઓના ભાવ વધી શકે છે. દેશભરમાં હડતાળને પગલે અંદાઝે 90 લાખ ટ્રક અને 50 લાખ બસ માર્ગો પર નહીં દોડે. આ હડતાળથી રોજના બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.
0
0
0
s2sdefault