મેદાનમાં સામાન્ય રીતે તમામ પરિસ્થિતિઓમાં પણ શાંત રહેતા કેમ્પટ કૂલના નામથી જાણીતો મહેન્દ્ર સિંહ ધોની અચાનક ગુસ્સે થઈ ગયો હતો. ગુરૂવારે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ધોની એમ્પાયર સાથે વિવાદમાં પણ પડ્યો હતો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 25મી મેચમાં મિચેલ સેન્ટરને છેલ્લા બોલે છગ્ગો મારીને ચેન્નાઇ સુપરકિંગ્સે આ સિઝનની છઠી મેચ જીતાડી હતી. આ સાથે ધોની 100 મેચ જીતનાર પ્રથમ કેપ્ટ્ન બન્યો હતો, જોકે 20મી ઓવરના ચોથે બોલે ધોની અચાનક ઉકળી ઉઠ્યો હતો. બેન સ્ટોક્સનો કમર ઉપરનો ફૂલ ટોસ હતો, જેને અમ્પાયર સ્ટોક્સના કમર ઉપરના ફૂલ ટોસને અમ્પાયર ઉલ્હાસ ગાંધેએ નો-બોલ આપ્યો હતો. પરંતુ લેગ-અમ્પાયર બ્રુસ ઓક્સનફર્ડે કોઈ સિગ્નલ ન આપતા તેણે ઉલ્હાસના નિર્ણયને ચેન્જ કર્યો હતો.


ગુસ્સામાં એમએસ ધોની મેદાને આવી ગયો હતો. કેપ્ટ્ન કુલ મેદાને આવીને આ અંગે દલીલ કરવા લાગ્યો હતો કે પહેલા અમ્પાયરે નો-બોલ આપ્યા પછી નિર્ણય કઈ રીતે ફેરવી શકે છે? ધોનીએ ગાંધેને સિગ્નલ આપતા જોયો હતો અને તેનો પક્ષ હતો કે અમ્પાયર આમ પોતાનો નિર્ણય ચેન્જ કરે તે ખોટું છે. ધોની સાથે રાજસ્થાન રોયલ્સના કેટલાક ખેલાડીઓ પણ અંગે ચર્ચા કરવા અમ્પાયર પાસે આવી ગયા હતા.

ધોની આ નો-બોલ અંગે મેચ પછી ફરિયાદ કરી શકતો હતો. આ આઇપીએલમાં આ પહેલા કોહલી પણ મેચ રેફરીને આ રીતે અમ્પાયરિંગની ફરિયાદ કરી ચૂક્યો છે. એક વાર બેટ્સમેન આઉટ થઇ જાય પછી તેને ગ્રાઉન્ડમાં પાછો પ્રવેશવાનો કોઈ અધિકાર નથી. ઇએસપીએનના કમેન્ટેટર રૌનક કપૂરે કહ્યું હતું કે, “ધોની માટે પણ એ જ નિયમ લાગુ પડે છે જે નિયમ અન્ય ખેલાડીઓ માટે લાગુ પડે છે.”

આશ્ચર્યજનક રીતે મેચ પછી પ્રેઝેન્ટેશનમાં ઇન્ટરવ્યૂ લેનાર ભારતના પૂર્વ ક્રિકેટર મુરલી કાર્તિકે આ સંબંધે ધોનીને કોઈ પ્રશ્ન કર્યો નહતો. તે માટે તેની સોશિયલ મીડિયા ઉપર આકરી ટીકા પણ થઇ રહી છે. નોંધ જેવી બાબત છે કે ધોનીએ સામેથી કાર્તિકને પૂછ્યું હતું કે શું તે અમ્પાયર સાથેની બોલાચાલી અંગે કઈ પૂછવાનો છે? જોકે કાર્તિકે તે બાબતે ધોની સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરી ન હતી.

હર્ષા ભોગલેએ ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઈકલ વોનને આ ટ્વીટમાં સંબોધીને કહ્યું હતું કે, ‘જેમ વોને કહ્યું ધોનીને પછીથી અનુભવ થશે કે તેણે મેદાન પર જવાની જરુર ન હતી.’

0
0
0
s2sdefault