ઇન્ડિયન ટી 20 લીગની 12મી સીઝન કેપ્ટન માટે સારી જઇ રહી નથી. રોહિત, રહાણે અને ધોની બાદ હવે વિરાટ કોહલી પર પણ દંડ ફટકારવામાં આવ્યો છે.

શનિવારે (13 એપ્રિલ) મોહાલીમાં રમવામાં આવેલી મેચમાં પંજાબ વિરુદ્ધ સ્લો ઓવર રેટના કારણે વિરાટ પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઇન્ડિયન ટી20 લીગની આચારસંહિતા અનુસાર એની ટીમનો આ પહેલો ગુનો હતો.

વિરાટ પહેલા મુંબઇ કેપ્ટન રોહિત શર્મા અને રાજસ્થાન કેપ્ટન આજિંક્ય રહાણે પર પણ સ્લો ઓવર રેટના કારણે 12 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વિરાટની ટીમને શનિવારે જ સીઝનની પોતાની પહેલી જીત મળી હતી. ટીમે વિરાટ અને ડીવિલિઅર્સની અર્ધ સેન્ચ્યુરીના કારણથી પહેલી જીત સુનિશ્ચિત કરી હતી.

ચેન્નાઇનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર પણ તાજેતરમાં આચાર સંહિતાનો ઉલ્લંઘન કરવા માટે દંડ ફટકારાયો હતો. મેદાનની વચ્ચે જઇને એમ્પાયર સાથે વિવાદ કરતાં અધિકારીઓએ મેચ ફી નો 50% દંડ ફટકારાયો હતો.

0
0
0
s2sdefault