ચાઈનીઝ સ્માર્ટફોન મેકર xiaomi આજે પોતાનો નવો સ્માર્ટફોન Redmi Note 7 ભારતમાં લૉન્ચ થઈ રહ્યો છે. xiaomiનો આ ફોન ગયા મહીને જ ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો અને હવે આ ફોન ભારતમાં લૉન્ચ થયો છે. આ ફોનની સાથે xiaomi પોતાનો સબ બ્રાન્ડ Redmiને અલગ બ્રાન્ડ તરીકે રજૂ કરવા જઈ રહી છે, Redmi Note 7 આ બ્રાન્ડને સબ બ્રાન્ડમાંથી અલગ બ્રાન્ડ તરફ લઈ જવાની તૈયારીમાં છે. Redmi Note 7 48 મેગાપિક્સલ દમદાર અને બહેતરીન ફીચરવાળો કેમેરા સાથે લૉન્ચ કર્યો છે.

Redmi Note 7ને ચીનમાં પહેલા જ લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ગ્લાસ બોડીવાળો પહેલો Redmi ફોન છે, જેમાં 6.3 ઈંચ ડિસ્પ્લે આપવામાં આવેલ છે. સ્નેપડ્રેગન 660 પ્રોસેસર પર ચાલનારો આ ફોન 3GB/4GB અને 6GB રેમ વેરિયન્ટમાં આવે છે. આ ફોનમાં 4,000 mAh બેટરી આપવામાં આવેલ છે જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવેલ છે. સાથે જ આ સ્માર્ટફોન ફેસ અનલોકને સપોર્ટ કરે છે. આ સિવાય આ સ્માર્ટફોન સ્પ્લેશ પ્રૂફ પણ છે. વોટરડ્રોપ નોચ ડિઝાઈન સાથે આ ફોનમાં સ્ક્રીનની સુરક્ષા માટે કોર્નિગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન હાજર છે.

સ્માર્ટફોનના રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવેલ છે, ફોનના બેકમાં 48 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવેલ છે, ફોનના ફ્રન્ટમાં 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવેલ છે. આમાં AI ફીચર્સ પોટ્રેટ મોડ આપવામાં આવેલ છે. Redmi Note 7માં Type-C USB ચાર્જિગ ઓપ્શન પણ આપવામા આવેલ છે. ફોનમાં ક્વોલકોમ ક્વિક ચાર્જ 4.0 સપોર્ટ આપનારૂ હેડફોન જેક આપવામાં આવેલ છે. ચીનમાં Redmi Note 7ને ત્રણ ઓપ્શન 3GB, 4GB અને 6GB રજૂ કરશે. Redmi Note 7 બેક પેનલ ગ્લાસ ફિનિશ સાથે આવતા ખુબજ સુંદર પ્રિમીયમ લુક આપે છે.

વાત સ્ટોરેજની કરીએતો તેમાં 32GB કે 64GB વિકલ્પ છે. આ ફોનના બેકમાં ગ્લાસ ડિઝાઈન છે, Redmi Note 7માં સ્ટોરેજમાટે 32GB કે 64GBનો વિકલ્પ મળશે. ભારતમાં Redmi Note 7ની કિંમત 9,999 રૂપિયા છે. Redmi Note 7 ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર સાથે એન્ડ્રોઈડ 8.1 ઓરિયો પર કામ કરે છે. જેને xiaomiના MIUI કસ્ટમાઈઝ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે.

 

0
0
0
s2sdefault