ભારતીય કંપની Ottomate એક સ્માર્ટ ફેન લોંચ કર્યો છે. આ સ્માર્ટ ફેનમાં BLE 5.0 મેશ આપવામાં આવ્યું છે. આ ફેનની વિશિષ્ટતા એ છે કે તમે એક એપ્લિકેશનથી આને કંટ્રોલ કરી શકો છો. આ કંપનીને લાવાના કો-ફાઉન્ડર વિશાલ સેહગલે શરુ કરી છે અને આ બ્રાન્ડ સ્માર્ટ હોમ સોલ્યુશન માટે ડેડિકેટેડ છે. Ottomate સ્માર્ટ ફેનની કિંમત 3,999 રૂપિયા છે. તેનું વેચાણ 20 માર્ચથી શરૂ થશે અને પછી તે Ottomateની વેબસાઇટ પર વેચવામાં આવશે. ત્યારબાદ 2 એપ્રિલથી ઇ-કૉમર્સ વેબસાઇટ પર મળશે. કંપની તેને ઑફલાઇન સ્ટોર પર પણ વેચશે.

Ottomateના કો-ફાઉન્ડર અને સીઇઓએ લોન્ચ દરમિયાન કહ્યું છે કે, Ottomateમાં અમે કટીંગ એઝ ટેક્નોલૉજી દ્વારા ફેન્સ અને લાઈટ જેવા સામાન્ય એપ્લાયન્સને રિઇવેન્ટ કરીએ છીએ, જેથી ઘરનું જીવન વધુ સરળ, સારુ અને આકર્ષક બની જાય. સ્માર્ટ ફેન રેન્જ સ્માર્ટ અને અફોર્ડેબલ છે. આ તમારા ઘરને રહેવા માટે વધુ સારી જગ્યા બનાવે છે.

આ ફેનના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં ક્યુઅલકોમનું BLE 5.0 ચિપસેટ આપવામાં આવ્યું છે અને તેમાં સીએસઆર મેશ પણ આપવામાં આવ્યું છે. કંપની અનુસાર તેમાં ઇન્ડસ્ટ્રી ગ્રેડ ડિજિટલ ટેમ્પ્રેચર અને હ્યુમિડીટી સેન્સર્સ આપવામાં આવેલ છે. આ ફેન સ્માર્ટફોન એપ્લિકેશનથી સરળતાથી કનેક્ટ થાય છે અને તે મોબાઇલથી જ ઓપરેટ કરે છે.

Ottomate નામના આ એપ્લિકેશનને તમે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. તેમાં ઘણા બધા પ્રકારો છે જેમાંથી તમે પસંદ કરી શકો છો. મેન્યુઅલ મોડમાં તમે સ્પીડ સેટ કરી શકો છો. ઓટીટીઓ મોડમાં સેટ કરવા પર આ ડિજિટલ સેન્સર્સના કારણે રૂમના ટેમ્પ્રેચર અને હ્યુમિડીટીની ગણતરીથી તે જાતે જ સ્પીડ સેટ કરશે.

0
0
0
s2sdefault